‘પણ ગાંધીજી આ અહિંસા લાવ્યા ક્યાંથી ?’ ‘એલા, વાણિયા તો અહિંસામાં જ માને ને ?’ પાછાં મહેશ્ર્વરી બોલ્યાં અને સૌ હસી પડ્યાં.’ ‘પણ આ સત્યાગ્રહ ?’ સુરજીએ પૂછ્યું. ‘એલા, એય આપણે ત્યાંના ચારણ બારોટ ત્રાગાં કરતા’તા,’ મથુરાદાસ બોલ્યા. ‘હા, આપણા મહાદેવ ખેંગારજી બીજાએ ચારણોના ગામ લાખીયારવીરાને તોપથી ઉડાવી દેવા હુકમ કર્યો તો ચારણ આઈ જીવાંમા અને એમની દીકરી દિપાબાઈએ જીવતાં અગ્નિપ્રવેશ કરી ત્રાગું કર્યું હતું અને ખેંગારજીને નમાવ્યા હતા. આજની તારીખે પણ લાખીયાવીરાના ગઢવી ભૂજનું પાણી પીતા નથી.’ રવજીએ કિસ્સો યાદ કર્યો......
