વિનોબા : વિચાર અને વ્યવહાર

અર્થશાસ્ત્ર ક્ષેત્રે વિનોબાજીએ બજાર મુક્તિ અને કાંચન મુક્તિની વાત કરી હતી. વ્યક્તિ અને ગામડાંએ સ્વાવલંબી થવું જોઈએ. બજારથી છુટવાની કોશિશ કરવી જોઈએ. કાંચન મુક્તિ એટલે કૃત્રિમ રીતે છાપેલા પૈસામાંથી મુક્ત થવું. વિનોબા કહેતા, ‘પૈસા તો રાક્ષસ છે. જે શ્રમ દ્વારા પ્રાપ્ત થાય છે તે ‘લક્ષ્મી’ છે. લક્ષ્મી સારી છે.’ તેઓ માનવીય શ્રમથી કરવામાં આવતી ખેતીને ઋષિ ખેતી કહેતા હતા

વિનોબા – જીવન અને દર્શન :

ઇતિહાસનાં ઓછાં વંચાયેલા પાનાં (ભાગ-8) આ લેખમાળામાં સ્વરાજ શાસ્ત્ર પુસ્તક વિશેનો આ ત્રીજો લેખ છે. સ્વરાજ્ય શાસ્ત્ર પાંચ પ્રશ્ર્નોના જવાબને સમાવતું પુસ્તક છે આપણે ત્રણ પ્રશ્નોના વિનોબાજીએ આપેલ વિસ્તૃત જવાબો જોયા. આખો ઝોક અહિંસક સમાજ રચના તરફનો છે. અંગ્રેજી પુસ્તકના નામ નીચે તો લખ્યું જ છે - ’The Principles of a Non-Violent Political Order’. ત્રણ …

Continue reading વિનોબા – જીવન અને દર્શન :

સલામ દોસ્ત !

ઉટી જેવા હીલ સ્ટેશનમાં આવેલ ટી એસ્ટેટના મેનેજરની પદવી કંઈ નાની-સૂની નહોતી. તમામ સુખ-સુવિધા સાથેનો વિશાળ બંગલો, ફરતે સુંદર બગીચો, ઘરની સંભાળ રાખવા એક દંપતી, માળી, બાવર્ચી અને એસ્ટેટની દેખરેખ રાખવા ઘણું ફરવું પડે એ માટે એક પાણીદાર ઘોડો. પૉલ રૉબર્ટ આ બધાથી ખુશ હતો. અહીં ભારતમાં આવીને રહેવા એણે પત્નીને કેટલું સમજાવી હતી ! ‘ડાર્લિંગ, તું …

Continue reading સલામ દોસ્ત !

આદિવાસી કોંધ પ્રજા : રાસાયણિક ખેતીના ખપ્પરમાં

ત્રીસ-ચાલીસના પરિવારના કસ્બામાં રહેનારી, સંપીલી અને બહાદૂર પ્રજા. દોઢ-બે સદી પહેલા બ્રિટીશરોને ય હંફાવેલા. કોંધ જાતિનાં પોતાનાં સામાજિક નિયમનો છે. મહિલાઓ પુરુષ સમોવડી! વાલીઓની સંપતિના વારસામાં સ્ત્રીઓ સમાન હકદાર. વિધવા વિવાહ થાય, છૂટાછેડાનો છોછ નહિ. સમગ્ર કસ્બો એક પરિવાર ભાવનાથી જ જીવે, બાળકો સૌના. નિર્ણયો સાથે મળીને લેવાય. વડીલો આદરને પાત્ર. કસ્બામાં બે ઓરડા એવા કે જ્યાં ગામના તમામ કિશોર-કિશોરીઓ મા-બાપથી અલગ રહે! સાજે-માંદે ઉપયોગી થવા એક સામૂહિક ભંડોળ પણ રાખે. નિયમગીરી રાજા (દેવ) પ્રત્યે ભક્તિ ભરપૂર. જંગલનો sustainable ઉપયોગ તેઓ કરે. કહે, ‘જંગલનું ધાવણ લેવાય, લોહી ન ચૂસાય’.

ભીલની ભોંય

“જે પોતાનો ઈતિહાસ જાણતાં નથી કે ઈતિહાસ પરથી વર્તમાનનો અભ્યાસ કરતાં નથી અને બોલતાં નથી એમનો ઈતિહાસ બીજાં લોકો મન ફાવે એવો જ લખી નાખેને? ”  આ અવતરણ કાનજી પટેલ સર્જિત ‘ભીલની ભોંય’ લઘુનવલનું ધ્યાનકર્ષક વિધાન છે. ભીલોનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ગૂંથી લઈને કથાનાયિકા  રૂપાળીની આસપાસ જીવન કેવી રીતે જિવાય છે તેનું આબેહૂબ વર્ણન …

Continue reading ભીલની ભોંય

યે દિલવાલોં કી દિલ્હી હૈ જનાબ!

ફેબ્રુઆરીની 23મીની સાંજથી દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા એ ફરી એક વાર દેશને હલાવી નાંખ્યો. આપણા દેશમાં કોમી તોફાનોનો એક ઇતિહાસ રહ્યો છે. તેની સાથે જ આપણે ત્યાં હિંદુ-મુસલમાન સાથે મળીને એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનતા રહે એના દાખલા પણ ઓછા નથી. ગંગા-જમની સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે. આપણે વારંવાર જોયું છે કે કોઈ ટૂંકા સ્વાર્થ માટે …

Continue reading યે દિલવાલોં કી દિલ્હી હૈ જનાબ!

હા, હું તટસ્થ નથી

વર્તમાન સમયમાં, તટસ્થ રહેવું શક્ય નથી. મારું માનવું છે કે, કેટલાક ધર્મોના શરણાર્થીઓને(સતાવવામાં આવેલ ધાર્મિક લઘુમતીઓ) તાત્કાલિક ધોરણે ભારતીય નાગરિકતા આપવા માટે લાવવામાં આવેલ નાગરિકતા અધિનિયમ, 2019 (સીએએ)માં ગંભીર ખામીઓ છે. આ દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય વિરુદ્ધ તો એ છે જ, પરંતુ સ્થળાંતર અંગેના ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ તે અવગણે છે. વિદેશી લોકો ભારતમાં ગેરકાયદેસર …

Continue reading હા, હું તટસ્થ નથી

કોરોના – કોઈ કુદરતી સંકેત?

એક અભૂતપૂર્વ પરિસ્થિતિમાં આવીને આજે ઊભા છીએ. સમાચાર પત્રો, ટી.વી. ચેનલો હોય કે સોશિયલ મીડિયા કોરોના સિવાય બીજા સમાચારો જાણે કે અદ્રશ્ય થઈ ગયા છે. કોરોના સિવાયની બધી જ વાતો નેપથ્યમાં જતી રહી છે. ધર્મ, આર્થિક પરિસ્થિતિ, જાત-પાત ભૂલવાનો સંકેત આપતો હોય તેમ આ કોરોના, રાજા રજવાડાથી લઈને સામાન્ય માણસને લાગુ પડે છે. તેણે જાણે …

Continue reading કોરોના – કોઈ કુદરતી સંકેત?