શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૩

 શહેરોમાં મજૂરી માટે આવીને વસેલા ગરીબ ગામડાંના લોકો પર આ લોક ડાઉનના કારણે મોટી આફત આવી પડી છે, કારણ કે રોજ કમાઈને પેટ ભરવાવાળાં આ લોકડાઉનમાં પેટ કેવી રીતે ભરે ? જેઓ બેઘર છે, ફૂટપાથ પર રહે છે, તેઓ ક્યાં જાય ? તેઓ ઘરમાં કેવીરીતે રહે? આવી પરિસ્થિતિમાં પોતાના વતનમાં પાછા ફરવા માટે ટોળે ટોળા ઉમટ્યાં. શાસન તરફથી ભોજન અને રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં સમય લાગવાનો હતો.  રેલ્વે, બસ, યાતાયાત બંધ હોવાના કારણે ચાલતાં નીકળી પડવું જ ડહાપણનું કામ લાગ્યું.

 ગામડાઓમાંથી શહેરોમાં મજૂરી કરવા આવેલા વ્યક્તિઓને પેટ ભરવાનું સાધન પોતાના ગામમાં જ મળતું હોત તો તેઓ શહેર આવત જ નહી અને પરાવલંબી જીવન જીવવા માટે મજબૂર ન થયાં હોત. પશ્ચિમી સભ્યતાની ઝાકઝમાળના આકર્ષણથી રૂપિયા મેળવવા(બજારમાં રૂપિયો બોલે છે) તેઓ શહેરોમાં આવે છે. ગામડાંમાં કૃષિ તેમજ ગ્રામોદ્યોગ આધારિત જીવનથી આજની બજાર વ્યવસ્થા માટે જોઈતા રૂપિયા નથી મળી રહેતાં, આ કારણે પણ નવી પેઢી ઘરની ખેતી ન કરતા, નોકરીની શોધમાં યા મજૂરી મેળવવા બહાર નીકળે છે. મોટાભાગની સારી નોકરીઓ ઉપલો તેમજ મધ્યમ વર્ગ ઉડાવીને લઈ જાય છે. એક તો તેમને કાયમી મજૂરી નથી મળતી, અને તેમાં પણ કામના બદલામાં યોગ્ય લઘુત્તમ વળતર મળશે તેનો ભરોસો નથી હોતો. આખું વર્ષ કામ મળશે તેની કોઈ નિશ્ચિતતા નથી હોતી. ભૂખ્યો શું ન કરે, ભિક્ષાના ટુકડામાં જ તે સમાધાન માની લે છે. બેકારીને બદલે ઓછી મજૂરી સ્વીકારવા માટે તે મજબૂર બને છે. માનવીય ધોરણોથી નીચાં સ્તરે ગુજરાન ચલાવવું પડે તે સ્થિતિમાં જીવવાવાળાં હજારોં લોકો ઝૂપડપટ્ટીઓમાં શરણ શોધે છે, કેટલાય લોકો રસ્તાના છેડે-ફૂટપાથ પર સૂઈ જાય છે.

  ગામડાઓમાં ટકી રહેલા શ્રમજીવીઓ પોતાની ખેતીથી અને મજૂરીથી પેટભરવાના પ્રયત્નો કરતાં હોય છે. તેમની પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. તેઓ શ્રમમય જીવન વિતાવે છે. બજારમાંથી પૈસા મળશે એ આશાએ રોકડિયા પાક(કપાસ, સોયાબીન, શેરડી વગેરે)ને વધુ માત્રામાં વાવે છે. અનાજ, શાક, ફળનું ઉત્પાદન કરવા માટે તેમની પાસે પુરતી જમીન બચતી નથી. Economical Land holding (જેમની પાસે ઓછા માપની જમીનનો હક છે કે જે એક કૃષક પરિવારની જરૂરિયાત પૂરી પાડી શકે) વાળાં ખેડૂતો પણ મર્યાદિત જ છે. બજારમાં રોકડિયા પાકના વાજબી ભાવ મળતાં નથી. સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ તે પુરતા હોતા નથી. ખેતીનો ધંધો નુકશાનકારક સાબિત થાય છે. જયારે વધુ ઉત્પાદન થાય છે  ત્યારે બજારમાં વધુ રૂપિયા મળી શકશે એવી ધારણા મૃગજળ સમાન સાબિત થાય છે, કારણ કે – બજારમાં પોતાના ઉત્પાદનની કિંમત ખેડૂતના હાથમાં હોતી નથી. ઊલટું વધુ ઉપજના મોહમાં ખેડૂતો હાઇબ્રિડ બિયારણ, રસાયણિક ખાતર અને ઝેરી દવાઓ, નીંદણનાશક – ની તરફ વળે છે. જે લાવવા ખેડૂતે બજારમાં રોકડાં રૂપિયા ચૂકવવા પડે છે. એટલું જ નહી ઊંચા મૂડી રોકાણવાળી કૃષિથી તેઓ બજારના દેવાદાર બને છે. અને રસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટતી જ જાય છે તે વળી નફામાં !

  મોટાભાગના ખેડૂતોને વર્ષા આધારિત ખેતી પર જીવવું પડે છે. તેથી તેઓ ખરીફ પાક જ કરી શકે છે. તેમની પાસે રવી પાકો માટેની સિંચાઇ વ્યવસ્થા નથી હોતી. રોકડિયા પાકની ભુલભુલામણીમાં સ્વાવાલંબન માટેની ખેતી (જીવન આવશ્યક વિવિધ પાક, જૈવ-વિવિધતાની સાથે જે ધરતી માતા આપી શકે છે, તે મેળવીને વિવિધાતાને સમૃદ્ધિ માનવી)નો આયામ જ અવગણાઈ જાય છે.

 રોકડિયા પાકના દરેક ચશ્માએ છેતર્યા બાદ( રોકડિયો પાક ઓછા ભાવે વેચવા  પડતાં હોવાથી) પેટ ભરવા માટે જોઈતા અનાજ તથા અન્ય આવશ્યકતાઓ બજારથી ઊંચા ભાવે ખરીદવી પડે છે. ખેડૂત બંને છેડેથી માર ખાય છે, ઘંટીના બંને પડ વચ્ચે તે પિસાય છે.

ખેડૂત પરિવારની યુવા પેઢી, ખેતીનું શ્રમમય જીવન જીવવા ગામમાં રહેવા નથી માંગતી. નોકરી મળતી નથી. કોઈપણ ગ્રામોદ્યોગ બજારમાં ટકતો નથી. શિક્ષણથી સ્વાવલંબન સધાતું નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. મોટાં ઉદ્યોગોથી બેરોજગારીની સમસ્યા ઉકેલાઈ શકતી નથી, કારણ કે ગ્રામોદ્યોગને સરકારનો આધાર નથી તો બીજી તરફ મોટા મશીનો શ્રમશક્તિના શોષણથી જ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી આપે છે. બજાર શ્રમનું વાજબી મૂલ્ય આપતું નથી.

ઉપાય શી રીતે થશે ?

કૃષિ આધારિત જીવનારા બધાં શ્રમજીવીઓ જો કૃષિથી સ્વાવલંબન મેળવી શકે, માનવીય જીવન જીવી શકે, એવી અર્થવ્યવસ્થા જ્યાં સુધી આપણે નહીં અપનાવીએ, ત્યાં સુધી (બીજાં કોઈપણ) ઉપાય મૃગજળ જ સાબિત થશે.

 ભારતની બહુમતી જનતા શ્રમજીવી છે, ગામોમાં વસે છે. તેમની ન્યૂનતમ જરૂરિયાત અન્ન, વસ્ત્ર, આવાસ છે. આ જરૂરિયાત માટે જો તે સ્વાવલંબી બની જાય તો ભૂખમરો, બેકારી…નો ઉપાય મળી શકે તેમ છે.

‘સ્વાવલંબન માટે ખેતી’ કરવાવાળા ખેડૂત અને શ્રમજીવી વર્ગ માટે પૂરક અર્થવ્યવસ્થા કેવી હોવી જોઈએ?

ગાંધી તરફ વળવું જોઇશે.

Feature Imgae By : Image by Rajesh Balouria from Pixabay

– ઉલ્હાસ જાજુ(૦૭/૦૪/૨૦૨૦)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s