શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૩

ખેડૂત પરિવારની યુવા પેઢી, ખેતીનું શ્રમમય જીવન જીવવા ગામમાં રહેવા નથી માંગતી. નોકરી મળતી નથી. કોઈપણ ગ્રામોદ્યોગ બજારમાં ટકતો નથી. શિક્ષણથી સ્વાવલંબન સધાતું નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. મોટાં ઉદ્યોગોથી બેરોજગારીની સમસ્યા ઉકેલાઈ શકતી નથી......

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૨

જો આસુરી સત્તાને પરાસ્ત કરવી હોય તો અસુરને પરાસ્ત કરવો પડશે. અસુર છે ‘લફંગો’ રૂપિયો. આજે તેનું રાજ ચાલે છે બજારમાં. તે શ્રમજીવીને ભૌતિક વિકાસનું લોલિપોપ દેખાડે છે. બજાર એ મોહને પ્રોત્સાહન આપે છે. બજાર ‘લફંગા રૂપિયાની’ મદદથી શ્રમજીવીના શોષણનું સાધન છે, તેમને પરાવલંબન તરફ ધકેલનારુ, લાચાર બનાવનારુ, આ વાત સમજી લેવી પડશે. શ્રમજીવીએ બજાર તરફથી મુખ ફેરવી લેવું પડશે. આ પ્રવાહમાં આપણે વહી ન જઈએ તે બાબતે સજાગ રહેવું પડશે.

કોરોના અને ભારતીય લોકતંત્ર

ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પુરતો માર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે. આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ.

જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

......વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લોકડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

પછી શું તમે ને હું જીવતા રહીશું ખરા?

તેમનો સંઘર્ષ બંને તરફનો છે. તેઓ શાસનની ટીકા કરે છે તો બીજી તરફ લોકની પણ ટીકા કરતાં અચકાતા નથી. આનંદ તેલતુંબડેની ગણતરી દલિત બૌદ્ધિકમાં થાય છે. પરંતુ તેઓ દલિતોમાં માત્ર એક જ સ્વરના પ્રભુત્વની વિરુદ્ધ લખતા રહ્યા છે.

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૧

પર્યાવરણીય પ્રકૃતિના નિયમોની ઉપેક્ષાથી જે સંકટો ઊભાં થયા છે, તે કેટલાક આપણે સમજ્યા છીએ, પરંતુ નિસર્ગની પરસ્પર પૂરકતા અને પરસ્પર નિયંત્રણના પરિમાણ હજી વણસ્પર્શ્યા જ છે. આ સંકટો વ્યક્તિગત પરાક્રમોથી નથી ઉકેલાવાના, તેને માટે સામૂહિક શક્તિ લગાડવી જરૂરી છે. પરસ્પર પૂરકતા એ હદ સુધી નષ્ટ થઈ રહી છે કે આજે મનુષ્ય જ મનુષ્યની સામે ઊભો થઈ ગયો છે.

આજના રાજાનો આદેશ

આજે પરિસ્થિતિ જુદી છે. આજે દિલ્હીથી આદેશ આવે છે, પછી આદેશ તે જ દિવસે આખા ભારતમાં પહોંચે છે. રેડિયો, વગેરે એવા સાધન છે કે આદેશ થાય કે તેને અમલમાં મૂકવા માટે, સમગ્ર ભારતમાં બે કલાકમાં તૈયારીઓ થવા માંડે છે.(વિનોબાને સોશિયલ મીડિયાનો ખ્યાલ નહી, નહીતર કલાકને બદલે મિનિટમાં....એમ કહ્યું હોત.)

શહીદની પત્ની

રામચરણનાં મ્રૃત્યુના સમાચાર મળતાંની સાથે ઘરમાં રોકકળ મચી ગઈ.લાલુની દાદી, કાકી, ફોઈ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી. હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે, ‘મા, આ સઘળા આવું કાંઈ કરે છે? મને તો ડર લાગે હે!’ ત્યાં તો સ્ત્રી વર્ગમાંથીએક આવીને માનો ચાંદલો ભૂંસવા લાગી તો બીજી પથ્થર લઈને એની કાચની બંગડીઓ તોડવા લાગી.......

જલ્દી આવો, કાંતિભાઈ !

એક પછી એક એમ જોતજોતામાં આઠ વર્ષ વીત્યાં સ્વ.શ્રી કાંતિભાઈ શાહને ગયા ને ! "ભૂમિપુત્ર" અને કાંતિભાઈ એકમેકના પર્યાય બની રહેલા એવું એક્ત્વ એમનું રહ્યું. વીતેલાં વર્ષોમાં સંપાદકો-વાચકો-ચાહકોની પ્રેમભરી નિસ્બત થકી એ સુપેરે ચાલતું રહ્યું છે. એ વધુને વધુ ઉત્કૃષ્ટ સ્વરૂપે એના મૂળભૂત હેતુને સાર્થક કરતું રહે એ જ શ્રેષ્ઠ સ્મરણાંજલિ હોઈ શકે સ્વ. શ્રી કાંતિભાઈને. એમની પુણ્યતિથિએ અનાયાસ આ ભાવો શબ્દોમાં પ્રગટ્યા તે "ભૂમિપુત્ર"ને... અને એમ કરતાં કાંતિભાઈને અર્પણ !