16-june-2020-bhoomiputraDownload
Month: June 2020

અયોધ્યા વિવાદની આંટીઘૂંટી
જ્યારે તમે વાયોલિન પાસેથી કોદાળીનું કામ લેવા લાગો ત્યારે તમે રાગરાગિણીઓની અપેક્ષા કેવી રીતે રાખી શકો ? એટલા માટે અયોધ્યાના પ્રશ્ર્નમાં, દેશના કાનૂની ઇતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી પછી, આવેલો ફેંસલો આપણને ન્યાય વિશે કશું જ નથી કહેતો. પણ જમીન વિશે વાત કરે છે. ત્યારે આપણે ફરિયાદ ન કરવી જોઈએ. આપણે એ જ જાણવું અને …

કોરોના રોગચાળો : પ્રકૃતિની કાયાકલ્પ અને સમૃદ્ધ બનાવવાનો સમય
વાયરસ તો માત્ર એક લક્ષણ છે - આ સંકેતથી જો આપણે આજે બોધપાઠ નહી લઈએ તો ભવિષ્યમાં પણ આથી વધુ મોટા લોકડાઉન માટેની તૈયારી રાખવી પડશે. આજે પ્રકૃતિ આપણને જીવન જીવવાની રીત અંગે જાગૃત કરવા માટે હાકલ કરી રહી છે. ઘણાં લોકો એવું માનતા હતા કે તેઓ વૈશ્વિક કટોકટીઓથી સલામત રહેશે જાણે આબોહવામાં થઇ રહેલું પરિવર્તન બીજી દુનિયામાં ન થતું હોય! મને લાગે છે કે આજે આ પરપોટો ફૂટ્યો છે.

કુદરતનું સાંભળવાનો સમય
અસાધારણ સમય છે જેમાં કુદરત આપણને વિશેષ સંદેશો મોકલી રહી છે. જંગલોમાં આગ લાગી રહી છે. વાયુ પ્રદૂષણે માજા મૂકી છે. લોકો બે ઘર બની રહ્યાં છે, અન્ન સુરક્ષા જોખમાઈ રહી છે. હિમ નદીઓ ઝડપથી અદ્રશ્ય થઈ રહી છે તેમજ બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યા છે. તો સમુદ્રમાં એસિડનું પ્રમાણ વધતાં તેની ઉત્પાદકતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તીડના ઝુંડ હજારો એકરના પાક ખતમ કરી રહ્યાં છે.

દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, માણસનો વિનાશ પણ તેની સાથે જોડાયેલો છે
ધોમ ધખતા મે મહિનામાં તેજસ્વી પીળાં ફૂલોનાં ઝૂમખાંથી લચી પડેલાં ગરમાળાનાં ઝાડ હમણાં પાંચ-સાત વર્ષ પહેલાં સુધી અમદાવાદમાં ઠેર ઠેર જોવાં મળતાં, હવે તે બહુ જ ઓછાં છે, હજુ બે-પાંચ વર્ષ પછી બિલકુલ નહીં હોય. ગુલમહોરનું તો એવું થયું જ છે. સફેદ ફૂલોવાળું ચાંદનીનું ઝાડ હવે ભાગ્યે જ દેખાય છે. છત્રી આકારની ઘટા જેવા આસોપાલવ …
Continue reading દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, માણસનો વિનાશ પણ તેની સાથે જોડાયેલો છે

જૈવવિવિધતા અને માનવ અસ્તિત્વ
આપણે જાણીએ છીએ કે 5મી જૂન 1974ની સાલથી વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણીમાં ૧૫૦થી વધુ દેશો ભાગ લે છે. સંયુક્ત રાષ્ટ્ર આ નિમિત્તે દુનિયાભરમાં પર્યાવરણ જાગૃતિ, તેમજ તે અંગેના પગલાં ભરવા માટે સૌને આહવાન કરે છે. આપણે વર્ષાનું વર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ, તેનું મહત્વ જે-તે વર્ષના આ દિવસ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયેલ વિષયની છણાવટ ભૂમિપુત્રમાં કરતા રહ્યા છીએ. વર્ષ ૨૦૨૦ના વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય રાખવામાં આવ્યો છે, તેની વિગતો જાણીએ.....

કૃષિમાં જૈવવૈવિધ્ય
આંબાનું તેવું જ ચોખાનું! ભારતમાં ડાંગરની ૪૩,૦૦૦થી વધુ જાતોનો ઉદ્ભવ થયો! વિશ્વની ચોખાની વિવિધતાનો ત્રીજો ભાગ ભારતમાં ઉદ્ભવ પામ્યો. રીંગણની પણ ૩૦૦૦થી વધુ જાતો ભારતમાં જોવા મળે છે! ખેતીના આવા જ જૈવવૈવિધ્ય વિશે જાણો..

कुछ ऐसे कारवां देखे हैं सैंतालिस में भी मैने
कुछ ऐसे कारवां देखे हैं सैंतालिस में भी मैने तालाबंदी में गुलज़ार साहब की नज्म - २

મહામારી : કોવિડની કે બીકની?
કોવિડ મહામારીને રાજનેતાઓ અને મીડિયા "કોરોનાનો કહર" કહીને જે રીતે લોકોને બીવડાવી રહ્યા છે, તે એટલી ખતરનાક નથી. સ્પેન, ઇટાલી, ન્યૂયોર્ક અને ઈંગલેન્ડમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસથી થયેલ કેસો અને મરણ જોઇને બધાંને ધ્રાસ્કો લાગ્યો તે સ્વાભાવિક છે. પણ પશ્ચિમનાં દેશો કરતાં આપણી રહેણીકરણી, વાતાવરણ, વસ્તી અને રોગપ્રતિકારક ક્ષમતા જુદા પ્રકારની છે.

વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?
આઝાદી શબ્દ એકવાર બોલો તો એમનું ધ્યાન ખેંચાય છે અને એ ચોંકે છે પણ બે વાર એકી શ્વાસે “આઝાદી, આઝાદી” બોલો તો એ ભડકે છે. જવાહરલાલ નહેરુ વિદ્યાપીઠના કનૈયાકુમાર હોય કે બીજા આ ગાન કરતી વખતે એ સ્પષ્ટતા કરતા હોય છે કે એમને શાનાથી આઝાદી અપેક્ષિત છે. ગરીબીથી, સત્તાધીશોની જોહુકમીથી, મનુવાદથી વગેરે. પણ આંધ્રપ્રદેશના સમુદ્રી …
Continue reading વિશાખાપટ્ટનમમાં અડધી રાત્રે કોને આઝાદી મળી?