કુદરત કહે છે….
વિપુલ માત્રામાં મળતો ખોરાક, ચોખ્ખી હવા, પાણી અને આ આબોહવા જેને કારણે આ પૃથ્વી પર જીવન શક્ય છે એ બધું જ કુદરતની આપણને દેણ છે. કુદરતના આંતરસંબંધો તેમજ નાજુક સંતુલન ઉપરનો આપણો આધાર આપણે ધારીએ તેનાથી કયાંય વધુ છે.
આ પૃથ્વી પર કુદરતની અમૂલ્ય સેવાઓ વિનાનું જીવન શક્ય જ નથી.
તેમ છતાં એ નોંધવું રહ્યું કે આ એવો અસાધારણ સમય છે જેમાં કુદરત આપણને વિશેષ સંદેશો મોકલી રહી છે. જંગલોમાં આગ લાગી રહી છે. વાયુ પ્રદૂષણે માજા મૂકી છે. લોકો બે ઘર બની રહ્યાં છે, અન્ન સુરક્ષા જોખમાઈ રહી છે. હિમ નદીઓ ઝડપથી અદ્રશ્ય થઈ રહી છે તેમજ બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યા છે. તો સમુદ્રમાં એસિડનું પ્રમાણ વધતાં તેની ઉત્પાદકતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તીડના ઝુંડ હજારો એકરના પાક ખતમ કરી રહ્યાં છે.
જુદાં જુદાં પ્રકારના ચેપને લીધે માણસો મારી રહ્યાં છે. તેમજ રોજી-રોટી પણ ગુમાવી રહ્યાં છે.
આ બધા પરિબળોએ જિંદગી થંભાવી દેવાની આપણને ફરજ પાડી રહ્યાં છે. કુદરત આપણને ફરી ફરીને કહી રહી છે કે જે રીતે તમે જિંદગી જીવી રહ્યાં છો તે પદ્ધતિથી જીવન ચાલી શકે તેમ નથી. બધી પ્રણાલીઓ અને વ્યવસ્થાઓ તૂટી રહી છે.
સમય આવી ગયો છે જાગવાનો. આ વખતના વિશ્વ પર્યાવરણ દિવસે, ચાલો પ્રતિજ્ઞા કરીએ કે હવે તો કુદરતનું સાંભળીશું. સમય આવી ગયો છે કુદરત સાથેના આપણા સંબંધો અંગે ફરી એકવાર વિચારવાનો, જિંદગી અંગેના બધા નિર્ણયોમાં આ બાબતને કેન્દ્ર સ્થાન આપવું જ જોઈશે.
આ કોઈ એક વ્યક્તિનું નહીં, એક ગામનું નહીં, પરંતુ આખા વિશ્વના સૌએ સાથે મળીને જાગૃત બનીને કરવાનું કામ છે.
- આપણે શું ખરીદીએ અને વાપરીએ છીએ તે દરેક વ્યક્તિએ ફરીથી વિચારવું પડશે.
- વેપારી તેમજ ઉદ્યોગપતિઓએ પોતાના ધંધા પૃથ્વીને નુકસાન કરનારા નથી, તે ચકાસવું પડશે. ને તે મુજબ નવા આયોજનો કરવા પડશે.
- ખેડૂતોએ તેમજ ખોરાક ઉત્પાદન કરતી કંપનીઓએ જમીનને નુકસાન ન થાય, સાથે જંગલો, જળ પ્લાવિત પ્રદેશો તેમજ અન્ય કુદરતી સ્થળોને સાંચવીને ઉત્પાદનનું આયોજન કરવું પડશે.
- નાગરિક સમજે પૃથ્વીની સંભાળ રાખવા તેમજ તેના નાજુક નિવાસનતંત્રને ફરી એકવાર પ્રફુલ્લિત કરવા જહેમત કરવી પડશે.
- સરકારોએ જવાબદારીપૂર્વક વન્યપ્રાણીઓ તેમજ વનસ્પતિઓને બચાવવાના કામો કરવા પડશે.
- યુવાનોએ હરિયાળા ભવિષ્ય માટે કામ કરવા તહેદિલથી કમર કસવી પડશે.
આમ આપણે બધા સાથે મળીશું તો જ અને તો જ આપણો માળો પૃથ્વી – આ કુદરતને બચાવી શકીશું.
સમય પાકી ગયો છે સાથીઓ અવાજ ઉઠાવવાનો, કે આપણે આજથી જ કામે લાગવું પડશે. ચાલો સાથે મળીને કહીએ It is time #for nature!
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ દિવસ વિશે તૈયાર થયેલ પોસ્ટરમાંથી અનુવાદ
It is time to hear the nature !
LikeLike
Really its eye opener
LikeLike