નામ : કમલેશ સાહુ,
ઉંમર : વર્ષ 27
બાંધકામ મજૂર
વતન :નંદગાંવ, રાયપુર છત્તીસગઢ
હૈદરાબાદથી નીકળીને ૪ એપ્રિલે પરત વતન પહોંચ્યો.
એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં, ક્યારેક ખાનગી વાહન – ક્યારેક સરકારી વાહન તો મહદ અંશે પગપાળા પ્રવાસથી કમલેશ સાહુ લગભગ 780 કિલોમીટરનું અંતર કાપીને હૈદરાબાદથી નંદગામ પહોંચ્યો.
આ મુસાફરી વિશે કમલેશ જણાવે છે કે, ‘આવશ્યક માલસામાન વહન કરીને જતી ટ્રકોમાં ક્યારેક લિફ્ટ મેળવી. તો કશું ન મળે ત્યારે પગપાળા પ્રવાસથી અંતર કાપ્યું. ઓડીશા રાજ્યની સરહદેથી સરકારી વાહન મને છત્તીસગઢની સરહદ મૂકી ગયું. કોઈ મારો પીછો કરે છે કે નહીં તેની ગભરામણમાં રાત પસાર કરી. કારણ માત્ર એટલું જ કે હું કવોરંટાઇન કેન્દ્રમાં જવા ઈચ્છતો ન હતો. કોઈપણ હિસાબે મારા બાળકો અને કુટુંબ પાસે પહોંચી જવું હતું. એ સૌને વિના મારું જીવન એકલું અટૂલું અનુભવતો હતો.’
સાહુ હૈદરાબાદમાં બાંધકામ સાઇટ પર શ્રમિક તરીકે કામ કરીને મહિને પાંચ હજાર રૂપિયા કમાતો હતો.મોટાભાગનો પગાર સાહુ ઘરે મોકલી આપતો. ‘હું મારા પરિવારમાં સૌથી મોટો છું. મારાથી નાની બંને બહેનો હજી મારે પરણાવવાની છે. પાંચ વર્ષ પહેલાં મારા પિતાજી મૃત્યુ પામ્યા. પરિણામે ગામ છોડીને સારી આવક મેળવવાનું જરૂરી બની ગયું હતું.’ સાહુ કુટુંબની સ્થિતિ વર્ણવતા જણાવે છે.
માતા, પત્ની, બે દીકરીઓ (છ વર્ષની અને ત્રણ વર્ષની) તથા બે નાની બહેનો એમ મળીને સાત વ્યક્તિઓનું કુટુંબ. સાહુ બે ઓરડાવાળા કાચા મકાનમાં પરિવાર સાથે ગામડામાં રહે છે. મારી પત્ની ગામડાંની આજુબાજુ ચાલતા બાંધકામમાં શ્રમિક તરીકે કામ કરી દહાડિયું મેળવે છે. ગામડે કામ ન મળે તો રાયપુર જઈને પણ મજૂરી શોધવી પડે, નહીંતર ઘર ચલાવવું અઘરું પડે.
લોકડાઉન લાગુ પડ્યાંથી બધા ઘરે જ છે. વધુમાં સાહુ કહે છે કે, ‘હાલ તો હાથ પર પૈસા નથી. હા, મારી માતાના બેન્ક એકાઉન્ટમાં 4000 રૂપિયા છે. જે પેન્શન પેટે સરકાર તરફથી જમા થયાં છે. આ રકમનો ઉપયોગ મારી બહેનના લગ્નમાં થશે.’
માર્ચ મહિનામાં કામ કર્યું હોવા છતાં ઠેકેદારે પગાર પેટે કમલેશ ને કશું ચુકવણી કરી નથી જ્યારે મેં ઠેકેદારને પગાર વિશે ફોન પર પૂછા કરી તો તેણે મારી સાથે ગાળાગાળી કરી એવો જવાબ આપ્યો કે તું મને જણાવીને જતો રહ્યો હોય હું તને પગાર ચુકવી કિસને હવે હું અહીં આજુબાજુ માં કામ કરી પત્ની જ્યારે કામની શરૂઆત કરશે ત્યારે અમે ભૂખને કારણે દમ તોડી શું નહિ એ વાત ચોક્કસ છે કે
‘તાજેતરમાં સરકાર તરફથી અમને ચોખા અને મીઠું મળ્યા છે. હજુ અમારે ખાંડ લેવાની બાકી છે. અમારા ઘરની સામે જ અમે બટાટા અને ટામેટા ઉગાડીએ છીએ એટલે શાકભાજીનો પ્રશ્નો ઉકેલી ગયો.’ કમલેશની 25 વર્ષીય પત્ની આમ જણાવતા વધુમાં કહે છે કે, ‘મેં તેમને ચોખ્ખું કહી દીધું કે કમાવવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. આમ છતાં વધારાની આવક માટે તેઓ દૂર જવાની તૈયારી દર્શાવે છે. જેની સાથે હું સંમત નથી.’
સાહુની પત્ની અનસૂયા પડું પડું થતી દિવાલોવાળા ઘરની ચિંતા કરતાં કહે છે કે, ‘વર્ષો જૂનું ઘર હવે રીપેરીંગ માંગે છે. પરંતુ હાલમાં તો કશું થઈ શકે એમ નથી. સૌ પહેલા અત્યારે ખોરાક માટે અમારે પૈસાની સખત જરૂરિયાત છે. અમારું કામ(મજૂરી) શરૂ થયા પછી આ ઘર રીપેર કરવા બાબતે કશું નક્કી કરીશું.
બચત પેટે માતાના પેન્શનના 4000 રૂપિયા છે.
દેવું તો હાલ કશું નથી. હમણાં જ કમલેશે લોન પેટે મોટા વ્યાજ સાથે ત્રણ હજાર રૂપિયાની ચુકવણી કરી છે. એના પિતાજીના મૃત્યુ પછીના કારજ માટે લોન લેવાની જરૂર થઈ હતી.
કમલેશ કહે છે કે, હવે પછી હું ગામડે રહીને જ કોઈપણ કામકાજ કરી કુટુંબનું ભરણપોષણ કરવા પ્રયત્ન કરીશ. જરૂર પડે તો લોન લઈને તેની ચુકવણીની તૈયારી સાથે પૂરતી મજૂરી કરીશ. પરંતુ હું કોઈપણ સંજોગોમાં હૈદરાબાદ પરત જઈશ નહિ.’
ગાર્ગી વર્માના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલનો રમણ વાઘેલા દ્વારા અનુવાદ
પ્રતીકાત્મક તસવીર ઇન્ડિયન એક્સપ્રેસના ફોટોજર્નાલિસ્ટ ગજેન્દ્ર યાદવે લીધેલી છે.