સાંભળવા માટે નીચેની લીંક પસંદ કરો https://soundcloud.com/loknaad/sailaab-the-deluge

સાંભળવા માટે નીચેની લીંક પસંદ કરો https://soundcloud.com/loknaad/sailaab-the-deluge
ગુજરાતમાં રક્તપિત્તના ઘણા દર્દીઓ છે. ચામડીના આ રોગ માટે કામ કરનારા બહુ ઓછા છે. આ રોગના દર્દીઓને કલંકિત કરવામાં આવ્યા છે. પૂર્વજન્મના પાપને કારણે આવો રોગ થાય એવી ખોટી વ્યાપક માન્યતા છે. ભારતમાં 1982માં રક્તપિત્તના ચાલીસ લાખ દર્દીઓ હતા. હવે 2017ના આંકડા પ્રમાણે તે માત્ર 85 હજાર છે. તેમ છતાં ભારતમાં આ રોગના સૌથી વધુ …
વિનોબાજીનો ગીતાનો અભ્યાસ અને ગીતા માટેનો પ્રેમ લેખમાળાના 8મા ભાગને અંતે આપણે નોંધ્યું હતું કે ‘સ્વરાજ્ય શાસ્ત્ર’ અને યુદ્ધ વિરોધી સત્યાગ્રહ દરમ્યાન આપેલાં પ્રવચનો પર નજર નાંખ્યા પછી ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તક અંગે વાત કરીશું. વર્ષ 1946માં 12 એપ્રિલના રોજ પુસ્તક ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ અંગેના નિવેદનમાં વિનોબાજી લખે છે, "ઓગણીસો ચુમ્માલીશની સાલના શિયાળામાં શીવની જેલમાં એક નાના …
Continue reading વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-10)
‘ભૂમિપુત્ર’ના વાચકવર્ગને એના અંતિમ પૃષ્ઠનું ખેંચાણ બહુ મોટું. સંભવ છે કે અંક મળે ત્યારે એ છેલ્લું પાનું જ પહેલું વંચાતું હોય! હરિશ્ચંદ્ર બહેનોની આ પ્રસ્તુતિ ખૂબ વાચકપ્રિય બનેલી. કાંતાબહેનના અવસાન બાદ હરવિલાસબહેને આ રજૂઆત સંભાળેલી અને એમની વિદાય પછી, 2010 થી આશા વીરેંદ્ર દ્વારા આ વિશિષ્ટ વાચન સામગ્રીની સુપેરે માવજત આજ પર્યંત થઈ છે. દસ …
બે નિષ્ઠાઓ ગુણવિકાસ અને સમાજરચના આ બે એકાંતિક નિષ્ઠાઓ પુરાણ કાળથી હજુ સુધી ચાલુ જ છે. ગુણવિકાસવાદી કહે છે : "ગુણોને લઈને જ આ જગત ચાલે છે. માણસનું જીવન પણ આવું જ ગુણપ્રેરિત છે. ગુણોનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ સમાજનું ઘડતર સહેજે બદલાતું જાય છે. માટે સજ્જનોએ પોતાનું બધું લક્ષ ગુણવિકાસ પર …
ગામડાંને સ્વયં પ્રકાશ બનાવવા માટે ગ્રામશાળા એ બીજું પાસું છે. 1. શાળા શબ્દ ભણવા સાથે જોડાયેલો છે. કહે છે કે થોડું ભણે એ કામ છોડે અને ઝાઝું ભણે તે ગામ છોડે. કેટલાંયે મા-બાપ ઇચ્છે છે કે પોતાના છોકરા ભણી ગણીને સારી નોકરી મેળવીને સુખી થાય. કાળજાતોડ જાતમહેનતથી બચે અને સુખ ભોગવે. 2. મા-બાપનું આવું માનસ …
2010 જૂનથી 2020 જૂન-ભૂમિપુત્રના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું …
1. ગામડાને સ્વયંપોષી બનાવવા માટે માટીધન પહેલું પગલું છે. 2. જમીનને સમતલ કરવી, જમીનમાં ભરપૂર સજીવ ખાતર ઉમેરી તેને ફળદ્રુપ કરવી. 3. જમીન પરની જૈવવિવિધતા વધારવી. 4. વરસાદી જળ તે દેવે દીધેલ પાણી છે. તેને ખેતર પર સંઘરવું. 5. જમીનના રસ-કસ જમીન પીએચ સચવાય તે માટે શેઢે પાળા બાંધવા. 6. જમીન પરથી લીધેલા પાકથી તેને …
16-july-2020-bhoomiputradownloadDownload
જીવનમાં જુદા જુદા સમયે જેમ વ્યક્તિઓ આવતી હોય છે, તેમ પુસ્તકો પણ આવતાં હોય છે. વ્યક્તિની જેમ જ પુસ્તકો સાથે પણ બને છે. કોઈ આવીને જરા રોકાઈને ચાલી જાય છે, કોઈની સાથે સ્નેહનો સંબંધ બંધાય છે, કોઈ કશુંક ખૂબ સુંદર-અર્થસભર અર્પણ ધરે છે અને જીવનમાં ચિરસ્થાયી રહે છે. જુદા જુદા તબકકે પુસ્તકો બદલાતાં જાય છે, …