કેન્સરની જીવનગાથા

ભારતીય મૂળના અમેરિકામાં સ્થાયી થયેલા સિધ્ધાર્થ મુખર્જીએ અંગ્રેજીમાં “ધ એંપરર ઓફ ઓલ મેલેડીઝ” (The Emperor of All Maladies) એટલે કે તમામ રોગોનો રાજા પુસ્તક લખ્યું. સિદ્ધાર્થ મુખર્જી પોતે કેન્સર નિષ્ણાત છે અને અમેરિકામાં કોલમ્બિયા યુનિવર્સીટીમાં ભણાવે છે. આ પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું. ૨૦૧૧માં તેને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ મળ્યું.

592 પાનાના મુળ પુસ્તકને અનેક ઇનામો મળ્યા. ન્યુયોર્ક ટાઇમ્સ અખબારનું ૨૦૧૦નું બેસ્ટ બુકનું ઇનામ મળીને કુલ ૧૦ ઇનામો મળ્યા. ૨૦૧૧થી ૨૦૧૭ દરમિયાન વિશ્વની ૨૦ ભાષાઓમાં અનુવાદ થયા જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. જો કે ૨૦૧૭ સુધીની ૨૦ ભાષાઓની યાદીમાં એકપણ ભારતીય ભાષા ન હતી.

તે પછી અન્ય કોઇ ભારતીય ભાષામાં અનુવાદ થયો છે કે નહી તે ખબર નહી પણ ગુજરાતી અનુવાદ હવે આવી ગયો છે. ગુજરાતી ભાષાની આ અપૂર્વ સેવા કરી છે, વડોદરાના ડૉ. કિરણ શીંગ્લોતે. ભૂમિપુત્રના સંપાદક રજનીભાઇ દવેનો આગ્રહ એ પાછળ કામ કરી ગયો. યજ્ઞ પ્રકાશન, વડોદરા દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયું છે.

મૂળ પુસ્તકનો સંક્ષિપ્ત અનુવાદ છે,જે ૩૬૦ પાનામાં પથરાયો છે. પુસ્તકની કિંમત માત્ર રુ.૧૫૦/- રાખવામાં આવી છે. આટલી ઓછી કિંમત રાખી શકાઇ છે, કારણ કે સુરતના બંકિમ દેસાઇના પરીવારે સહાય કરી છે.

૮ ઓગસ્ટના રોજ રજનીભાઇએ આ પુસ્તકની પ્રત આપી. રોજ રાત્રે થોડા થોડા પાનાં વાંચવા શરુ કર્યા. ૨૪૪ પાનાં જોતજોતામાં વંચાઇ ગયાં. કેન્સરનો ઈતિહાસ અને તેની સારવાર માટે તબીબો અને સંશોધકોએ કરેલી જહેમતનો આ દસ્તાવેજ છે.

આજે જે સારવાર મળી રહી છે, તે માટે કેટકેટલા લોકોનો શ્રમ અને બુદ્ધિ વપરાઇ ! અથાક માનવ પુરુષાર્થનો આ જીવંત દસ્તાવેજ છે. ખુબ સરળ જ નહી પણ રસાળ શૈલીમાં આ કથા લખાઇ છે. આરોગ્યમાં રસ ધરાવનાર સૌએ વાંચવું જ જોઇએ તેવું પુસ્તક. ગુજરાતના કેન્સર નિષ્ણાત ડૉ. શિલીન ન. શુક્લએ આવકાર આપ્યો છે.

આવા પુસ્તકનો અનુવાદ કરવો સહેલો નથી. અનેક તબીબી પરીભાષાના શબ્દો આવતા હોય. કીરણભાઇ તબીબી વિદ્યાશાખામાં વપરાતા અનેક શબ્દો માટે આપણને ગુજરાતી શબ્દો આપે છે. કિરણભાઇ અને યજ્ઞ પ્રકાશન બંને અભિનંદનના અધિકારી છે. 

જગદીશ પટેલની ફેસબુક વોલ પરથી

પુસ્તક મેળવવા માટે

સંપર્ક : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગળાજ માતાની વાડીમાં,

હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧

ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s