
જાણીતા લેખક અને અનુવાદક શ્રી મોહનભાઈ દાંડીકરનું 21 ઓગસ્ટના રોજ વહેલી સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા અઠવાડિયાથી બીમાર હતા. તેમનો જન્મ 9/11/1932ના રોજ નવસારી તાલુકાના સામાપોર ગામે થયો હતો. શિક્ષણ સામાપુર-જમશેદપુરમાં લીધું. વર્ષ 1957માં લોકભારતીના સ્નાતક થયા. ગુજરાત યુનિવર્સિટીની ખઊમ ની ડીગ્રી પ્રાપ્ત કરી.
ગાંધી ઘરાનાના શિક્ષક બન્યા. લોકભારતીના સ્થાપિત વડીલોની તેમના જીવન પર સારી એવી અસર રહી. 33 વર્ષ શિક્ષણકાર્ય કર્યું. સામાજિક સેવાઓમાં પણ રસ દાખવ્યો. 77 જેટલાં પુસ્તકોનું લેખન-અનુવાદકનું કામ કર્યું. યજ્ઞ પ્રકાશન-ભૂમિપુત્રમાં કાર્યરત પારુલબહેન દાંડીકરના તેઓ પિતાશ્રી થાય.
ભૂમિપુત્ર પરિવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે.