રવીન્દ્રનાથની પુણ્યતિથિએ : મૃત્યુ અંગેનો એમનો અભિગમ જેમાં વ્યક્ત થયો છે એવાં બે લખાણો

1940માં પોતાના પરમ મિત્ર ચાર્લ્સ એન્ડ્રુઝને શાન્તિનિકેતનમાંરવીન્દ્રનાથે આપેલ અંજલિ આપણા પ્યારા મિત્ર એન્ડ્રુઝનો પાર્થિવ દેહ આ ઘડીએ સર્વની શરણદાતા ધરિત્રીમાં સમાઇ રહ્યો હશે. મૃત્યુ એ કાંઇ જીવનનો અંતિમ મુકામ નથી એવી પ્રતીતિ આજની શોકની ઘડીએ આપણી દુ:ખ જીરવવાની શક્તિને સંકોરે તો પણ એ આપણો દિલાસો ન હોઇ શકે. દૃશ્ય તેમજ વાણીની પ્રભુ-અર્પી પ્રેમની અખૂટ અમીપ્યાલીઓ …

Continue reading રવીન્દ્રનાથની પુણ્યતિથિએ : મૃત્યુ અંગેનો એમનો અભિગમ જેમાં વ્યક્ત થયો છે એવાં બે લખાણો

શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

જૂન ૨૦૧૪માં આઈ.બી. રિપોર્ટ લીક થયો (કે કરવામાં આવ્યો?) તેમાં ૧૨૯  જેટલી વ્યક્તિઓ/સંસ્થાઓને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. વળી, કહેવામાં આવ્યું કે આવાં તત્ત્વો દ્વારા દેશનો વિકાસ રૂંધાયો છે અને જીડીપીમાં ૨ થી ૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ લાલ કિલ્લા પરથી એક સૂત્ર અપાયું. ‘મેઇક ઇન ઇન્ડિયા’, ‘મેઈડ …

Continue reading શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

ગુજરાતમાં તીડના હુમલાઓ કેમ વધી રહ્યા છે?

ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીડના ઝુંડ દેખાવાના શરૂ થઈ ગયા છે. રાજસ્થાન ઉપરાંત પંજાબ અને ગુજરાતમાં તીડનું જોખમ વરતાઈ રહ્યું છે. આપણે ગત વર્ષે જોયું હતું કે તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ખેતરો હુમલા કર્યા હતા ત્યારે હવે ફરીથી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડનું આગમન શરૂ થયું છે. તીડ એક દિવસમાં ૨૫૦૦ માણસોનો ખોરાક અથવા ૧૦ હાથી જેટલો ખોરાક આરોગી જાય છે. અત્યાર સુધી તીડના ઝુંડ બહારથી આવતા હતા, તેનો સમય નિશ્ચિત હતો, સંખ્યા માર્યાદિત હતી….હવે તેમાં બદલાવ છે. તીડનાં આક્રમણ પાછળના પર્યાવરણીય કારણ શું છે તે જાણવા પ્રયત્ન કરીએ.

આપણે કરીશું શું?

કોરોનાની મહામારીનો સૌથી જબરદસ્ત કોઈ સંદેશ કહો કે સલાહ કહો - જે છે તે એ કે, માનવો સહુ કોઈ સમાન છે. ‘વસુધૈવ કુટુંબકમ્’. ‘વન હ્યુમન કોમ્યુનિટી’. તમે ભલે અનેક પ્રકારના ભેદભાવ પર જોર લગાવતા હો- નાતજાત, ઊંચનીચ, રાયરંક, ધોળા-કાળા, દેશી-પરદેશી, સ્ત્રી-પુરુષ, શહેરના-ગામડાના... પણ કોરોના તો ગમે તેનો સંગ સાધે ને ચાહે તો તેને સાથે ઉપાડી …

Continue reading આપણે કરીશું શું?

‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરેય ગરબડ નહીં. તેલનું ટીપુંય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકેય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ …

Continue reading ‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

ક્યાં છે આપણો જ્યોર્જ ફ્લોય્ડ?

શું ભારતીય સમાજ જીવનમાં જ્યોર્જ ફ્લોય્ડ પળ ક્યારેય આવશે ખરી ? આ કંઈ માત્ર અન્યાયી કૃત્ય સામેનો આક્રોશ નથી. પરંતુ ભોગ બનનારની સાથે ઊભા રહેવાની એક તાકીદ છે; તે હાંસિયામાં રહેલા લોકો માટે વ્યવસ્થાતંત્રએ ઊભા કરેલા પૂર્વગ્રહનો અહેસાસ છે; તે ‘અમે’ અને ‘તેઓ’ વચ્ચેની ભેદરેખા ઓળંગવાની વાત છે. આ બધા ઉપરાંત, આ સામાજિક પહેલની શરૂઆતની …

Continue reading ક્યાં છે આપણો જ્યોર્જ ફ્લોય્ડ?

સ્વામી વિવેકાનંદ : દરિદ્રનારાયણના ઉપાસક

શાંકર વેદાંતમાં, આ યુગમાં વિવેકાનંદ જેટલું પરાક્રમશાળી વ્યક્તિત્વ કદાચ બીજું કોઈ મળતું નથી. આધુનિક યુગમાં વેદાંતના આટલા મોટા આચાર્ય, જેમણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એવા બીજા જોવા મળતા નથી. એક ત્રીસ-બત્રીસ વર્ષનો યુવાન, ગુલામ હિંદુસ્તાનમાં જન્મેલો, એક પરદેશી ભાષામાં પારંગત થઈ સંન્યાસીના રૂપમાં મલ્લની જેમ દંડ લઈને શિકાગોની વિશ્ર્વધર્મ પરિષદમાં ઊભા થઈ, ભારત તરફથી વેદાંતની …

Continue reading સ્વામી વિવેકાનંદ : દરિદ્રનારાયણના ઉપાસક

એક ઉત્તમ સિરેમિક કળાકાર અને કળાગુરુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટની વસમી વિદાય

જ્યોત્સ્ના ભટ્ટ ભારતના એક ઉત્તમ સિરેમિક કળાકાર શ્રી જ્યોત્સ્ના ભટ્ટે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૦ના શનિવારના રોજ એંશી વર્ષની વયે પોતાની વિદ્યાભૂમિ તેમજ કર્મભૂમિ વડોદરામાં એમનું અવસાન થયું. સૌ કળાકારો અને કળારસિકોને એમનાં ઉષ્મા અને સૌહાર્દની શાંત છતાં ઉત્ફુલ્લ અનુપસ્થિતિ કઠશે. આજના કપરા કાળમાં વિદ્યાર્થીઓ અને યુવાન કળાકારો માટે વાત્સલ્યભર્યું એક …

Continue reading એક ઉત્તમ સિરેમિક કળાકાર અને કળાગુરુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટની વસમી વિદાય