કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.
