સમયની માંગ છે – અરવલ્લી બચાવો

આપણા દેશના જી.ડી.પી.માં માઇનિંગ ક્ષેત્રનો ફાળો ૨.રથી ૨.૫ ટકા છે. પરંતુ ઉદ્યોગક્ષેત્રના જી.ડો.પી.માં માઇનિંગનો ફાળો ૧૦ થી ૧૧ ટકા છે. રાજસ્થાન ઘણા બધા મિનરલ્સનો ખજાનો છે. દેશમાં સૌથી વધુ સિમેન્ટ રાજસ્થાનમાં પેદા થાય છે. આ ઉપરાંત ત્યાં ફ્લોરાઈડ, જિપ્સન, માર્બલ, એસબેઝસ્ટોઝ, સીસું, લાઈમસ્ટોન (ચૂનાનો પથ્થર) વગેરે મોટા પાયે મળે છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં રાજસ્થાનમાં માઇનિંગ ક્ષેત્રની ઉપજ રૂ. ૨૯.૨ અબજની હતી. આપણે અરવલ્લીના પર્વતોનો ખાતમો બોલાવીને કમાણી કરી રહ્યા છીએ, તે ભૂલવું ન જોઈએ. સરકારના ભાવિ Visionમાં માઇનિંગ ક્ષેત્રનો વિસ્તાર બમણો કરવાની વાત ચાલે છે. દેશના ૧૦ ટકામાં થતા માઇનિંગ વિસ્તારને ૨૦ ટકામાં વિસ્તારવાનું આયોજન થઈ રહ્યું છે.

આમ તો ખનીજો દેશની સંપત્તિ ગણાય. માઇનિંગ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓનો પ્રવેશ થવાથી સરકાર પ્રાપ્ત કરેલા ખનીજ પર રોયલ્ટી લગાવે છે. ખાનગી કંપનીઓની માંગ છે કે, આ રોયલ્ટીનો દર ઘટાડવામાં આવે. આ ઉપરાંત ‘લેવી’ તેમજ અન્ય ટેક્ષ પણ ઘટાડવાની માંગ છે. માઇનિંગ ક્ષેત્રમાં પરદેશી મૂડીના રોકાણને પણ આવકારવામાં આવે છે. આ કંપનીઓ મહાકાય મશીનો દ્રારા પર્વતમાળાઓ-ટેકરીઓનો ખાતમો બોલાવે છે. કંપનીઓ માઇનિંગ માટે વધુ ને વધુ મોટા વિસ્તારો લાંબા ગાળા માટે લીઝ પર લેવા માંગે છે.

વર્ષ ૨૦૧૯માં ‘Down to Earth’ પાક્ષિકમાં પ્રણયલાલ, જિતેન્દ્રભાઈ, સગુણ કપિલ વગેરે મિત્રોએ અરવલ્લીનો આર્તનાદ રજૂ કર્યો છે. અરવલ્લી પર્વતની હારમાળા ગુજરાતથી દિલ્હી સુધી ૬૯૨ કિ.મી.માં પથરાયેલી છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળામાં તેની ગણતરી થાય છે.

પર્વતમાળામાં આબુનું ગુરુશિખર ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. જમીનમાં પર્વતનો પાયો હરદ્રાર સુધી લંબાયેલો છે. વિવિધ કલરના ગ્રેનાઈટ આ પર્વતમાળામાં છે. આ ઉપરાંત મારબલ અને સેન્ડસ્ટોન પણ મળે છે.

અરવલ્લીની પર્યાવરણલક્ષી સેવાઓ

૪૫૦૦ લાખ વર્ષો પહેલાં સમ્રગ પૃથ્વી બરફથી આચ્છાદિત હતી ત્યારે પૃથ્વીના ગર્ભમાં રહલો લાવારસ બહાર આવીને અરવલ્લી પર્વતનું સર્જન થયું છે. ઉત્તર ભારતના વાતાવરણ પર અરવલ્લી પર્વતની ભારે અસર રહે છે. વરસાદની ત્રતુમાં વાદળોને સિમલા તેમજ નૈનિતાલ તરફ વાળે છે. આમ તે  વિસ્તારની નદીઓને પાણી મેળવવામાં મદદ કરે છે. શિયાળાની ત્રતતુમાં મધ્ય એશિયામાંથી પશ્ચિમ તરફ્થી આવતા ઠંડા પવનોને રોકે છે.

અરવલ્લીમાંના જૈવવૈવિધ્યનો પણ અભ્યાસ કરવા જેવો છે. અહીં વસતો પ્રકાશમાન કાચંડો (Fluorescent Gecko) અન્ય સ્થળે જોવા મળતો નથી. કાચંડાને કદાચ રાત્રે શિકાર કરવામાં આ પ્રકાશ મદદરૂપ થતો હશે. ઘણી લુપ્ત થતી વનસ્પતિઓ, મશરૂમ, કરોળિયા, દેડકાં, સર્પ વગેરેની વિવિધ જાતો જે અહીં પ્રાપ્ત છે, તે અન્ય સ્થળોમાં જોવા મળતી નથી.

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાને માઇનિંગ દ્રારા ખતમ કરવી, તેની ઉપરનાં વૃક્ષો કાપી નાંખવાં, સપાટી પર બનેલી માટીને રફેદફે કરી નાંખવી, વર્ષો જૂના જળમાર્ગોને ખતમ કરવાથી થતું નુકસાન રૂપિયા આના પાઈમાં ગણી શકાય તેમ નથી.

ઘટતું જંગલ – ખતમ થતી ટેકરીઓ

૧૦૦ વર્ષથી પણ મોટી ઉંમરના એક વડીલ જણાવે છે, પોતાના વિસ્તારમાં અંગ્રેજ અમલદારોને શિકાર કરવામાં તેઓ મદદ કરતા હતા. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. ધીરે ધીરે તે ખતમ થયું. કેટલેક સ્થળે તો આખી ને આખી ટેકરીઓને સ્થાને સપાટ ધરાતલ થઈ ગઈ.

જાણીતા કર્મશીલ રાજેન્દ્રસીંગ કહે છે, અમે ૮૦ના દાયકામાં ગેરકાયદેસર માઇનિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો. અમે તળાવો અને ફરૂવા ખોધ્યાં પણ તેમાં પાણી ન આવ્યું. બીજી બાજુ જ્યાં માઇનિંગ થતું ત્યાં મોટા મોટા ખાડાઓમાં પાણી સતત ઉલેચવું પડતું. અમને ખ્યાલ આવ્યો કે ભૂગર્ભ માર્ગે આવતું પાણી માઇનિંગના ખાડાઓમાં જતું રહેતું હતું. માઇનિંગ જમીનમાંના ભૂગર્ભ જળના રસ્તાઓને નુકસાન પહોંચાડે છે.

અમે લોકજાગૃતિ લાવી દેખાવો કર્યા, સરકારમાં ફરિયાદ નોંધાવી. માઇનિંગ લોબીએ અમારો અવાજ દબાવવા પ્રયત્ન કર્યો. પોલીસની મદદથી અમારા પર ખોટા કેસ કર્યા. અમે ૧૯૯૧માં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. અંતે પહેલી વખત અરવલ્લીમાં કોર્ટે માઇનિંગ અટકાવ્યું. પરંતુ માઇનિંગ સદંતર બંધ થયું તેવું લાંબા ગાળા માટે ન રહ્યું. ક્યાંક કાયદેસર, તો ક્યાંક ગેરકાયદેસર માઇનિંગ ચાલતું રહ્યું. વર્ષ ૨૦૦૨માં સુપ્રીમ કોર્ટે પાછું માઇનિંગ અટકાવ્યું. પરંતુ વર્ષ ૨૦૧૮માં કોર્ટે રચેલી સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં જણાવ્યું, ૧૬૯૭-૬૮ પછી રાજસ્થાનમાં ૨૫ ટકા અરવલ્લી પર્વત ગેરકાયદેસર માઇનિંગમાં ખતમ થઈ ચૂક્યો છે.

રાજસ્થાનના ૧૫ જિલ્લામાં સરકારે માન્ય કરેલા લીઝ વિસ્તારની બહાર ૧૦,૩૦૦ હેક્ટરમાં ગેરકાયદેસર માઇનિંગ થયેલું છે. ક્યારેક તો કાયદેસર માઇનિંગ કરતાં ગેરકાયદેસર માઇનિંગનું પ્રમાણ વધારે જોવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪માં CAG રિપોર્ટ કહે છે – વર્ષ ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬-૧૭ના ગાળામાં ગેરકાયદેસર માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને માઇનિંગ મટીરીયલ સ્ટોરેજના કુલ ૪૦9૨ કેસ ધ્યાનમાં આવ્યા હતા. આશરે ૯૮ લાખ ટન મિનરલ્સનું ગેરકાયદેસર રીતે માઇનિંગ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનના અલવર જિલ્લામાં વર્ષ ૧૯૯૭-૬૮માં અરવલ્લીની સર્વે ઓફ ઇન્ડિયાના ટોપોગ્રાફી શીટ (નકશો)માં ૧૨૮ ટેકરીઓ હતી, તેમાંથી આજે ૩૧ ટેકરીઓ ખતમ થઈ ગઈ છે તેવું સેટેલાઈટ ફોટાઓ  પરથી ખ્યાલમાં આવે છે. અરવલ્લીનાં જંગલો પણ ખતમ થઈ રહ્યાં છે. વર્ષ ૧૬૪૨-૯૫માં રાજસ્થાનમાં ૧૦૪૬૨ ચોરસ કિ.મી.માં જંગલ હતું, તે વર્ષ ૧૯૮૧-૮૪માં ૬૧૧૬ કિ.મી. થઈ ગયું હતું.

હરિયાણામાં પણ આવું જ ચિત્ર સામે આવે છે. ભૂતળનાં પાણી સુકાઈ ગયાં છે. અગાઉ જ્યાં ૧૦ મીટરે પાણી મળતાં ત્યાં હવે ૧૫૦ મીટરે પાણી મળે છે. પાણી ઊંડાં જતાં ઉધઈનો ઉપદ્રવ વધ્યો છે. ઉધઈથી બચવા વધુ સિંચાઈવાળા પાક વાવવાની ફરજ પડી છે.

વસ્તીવધારો, ઔદ્યોગિકીકરણના કારણે જંગલવિસ્તાર ઘટતો જાય છે. માણેસર-હરિયાણામાં વર્ષ ૨૦૧૧-૨૦૧૩ દરમ્યાન ૨૩ હેક્ટર જંગલની જમીનમાંનાં ૧૬૦૦૦ મોટાં વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં હતાં. ગુરુત્રામના એક ગામમાં પોલીસ ટ્રેઇનીંગ સંસ્થા માટે ૪૫૦૦ વૃક્ષ કાપી નાંખવામાં આવ્યાં હતાં. હરિયાણા સરકારે જંગલખાતાની ૨૫૦૦૦ હેક્ટર જમીન માઇનિંગ અને બાંધકામ માટે ફાળવી આપી છે.

ખતમ થતા અરવલ્લીની અસરો

અરવલ્લીએ હવામાનને જે અવસ્થામાં મૂક્યું હતું તેમાં બદલાવ થતાં

  • વરસાદના દિવસો ઘટયા છે. વર્ષ ૧૯૭૩માં ૧૦૧ દિવસની વરસાદી ત્રતુ વર્ષ ૨૦૦૯માં ર૫ દિવસની થઈ ગઈ હતી.
  • અરવલ્લીની ટેકરીઓ થારના રણને આગળ વધતું અટકાવતું હતું. પરંતુ હવે થાર રણની રેતી હરિયાણાના પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ ઊડીને આવી રહી છે. અલગ અલગ જગ્યાએ ખતમ થતી ટેકરીઓ રેતીને હવે રોકતી નથી. આવા ટુકડાઓની લંબાઈ €૩ કિ.મી. જેટલી થાય.
  • ભૂતળનાં પાણીના સોતો માઇનિંગના કારણે વચ્ચેથી ખોદાતાં તળાવો સુકાવા લાગ્યાં છે.
  • ધૂળની ડમરીઓની સંખ્યા વધી છે. તેનું જોર વધ્યું છે. વર્ષ ૧૯૮૦ અને ૨૦૦૩ના ગાળામાં € આંધીઓ આવી હતી, જેમાં ૬૪૦ લોકો મર્યા હતા. તે જ પ્રમાણે વર્ષ ૨૦૦૩થી ૨૦૧૭ના ૧૪ વર્ષના ગાળામાં ૨૨ તોફાનો આવ્યાં હતાં અને 600 લોકો મર્યા હતા. માત્ર વર્ષ ૨૦૧૮માં ૫૦ વાવાઝોડાં-તોફાનો આવ્યાં હતાં. ૫૦૦ લોકો મર્યા હતા.

અરવલ્લી બચશે ?

નાનાં-મોટાં આંદોલનો તો ચાલવાં જ જોઈએ. જો સરકાર પ્રજાની ભાવના અને મુશ્કેલીઓ સમજે તો ઉકેલ આવી શકે પરંતુ હવે કહેવાતા વિકાસને ખ્યાલમાં રાખીને રાજકારણીઓ નિર્ણયો લે છે, જેના પર માઇનિંગ લોબી સારા એવા પ્રમાણમાં હાવી થયેલી હોય છે.

સ્વૈચ્છિક સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોર્ટનાં દ્રાર ખખડાવવાનું ચાલુ રાખ્યું છે. ૧૯૮૫માં શ્રી એમ.સી.મહેતાએ સુપ્રીમ કોર્ટમાં પથ્થરની ૬૫ કવોરી સામે ફરિયાદ કરી. ૧૯૯૧માં રાજેન્દ્રસિંહે ગેરકાયદેસર માઇનિંગ સામે ફરિયાદ કરી. છમે ૧૯૯૨માં ‘ધી અરવલ્લી નોટીફ્િકેશન’ દ્વારા માઇનિંગ બાંધકામ, જંગલ કટાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વર્ષ ૧૯૮૫થી વર્ષ ૨૦૧૯ સુધીનાં ૩૩-૩૪ વર્ષમાં અલગ અલગ સમયે ઘણા ચુકાદા આવ્યા. પરંતુ અરવલ્લી પરની ઘાત સંપૂર્ણપણે ટળી નથી.

ગુજરાત-રાજસ્થાનની નાની-મોટી નદીઓનાં પાણીનો સ્રોત અરવલ્લીના ડુંગરોમાં છે. તે જેટલા હરિયાળા હોય તેટલા પ્રમાણમાં નદીમાં પાણીનો પ્રવાહ લાંબો સમય ટકે. દેશમાં વેસ્ટર્નધાટ બચાવવા માટે જેટલાં આંદોલન થાય છે તેટલાં આંદોલન અરવલ્લી બચાવવા માટે થતાં નથી. રાજસ્થાન – હરિયાણાને પોતાના કોઈ માધવ ગાડગીલ શોધવા પડશે, તેવું લાગે છે.

રાજુ રૂપપુરિયા

One thought on “સમયની માંગ છે – અરવલ્લી બચાવો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s