જરા હળવાશથી લેજો!!!

સાંપ્રત મુદ્દાઓ ઘણાં માધ્યમોમાં જુદી જુદી રીતે વ્યક્ત થાય છે. તેવું જ એક માધ્યમ છે કાર્ટૂન્સ. અહીં નવો ઉપક્રમ શરુ કરવાનો પ્રયાસ છે. જેમાં સાંપ્રત વિષયો પરના કાર્ટૂન્સ દર અઠવાડિયે આપના સુધી પહોચાડવા પ્રયત્ન કરીશું. આ પસંદગી અને ગોઠવણમાં જે મિત્રો એ રસ લીધો છે તેમના આભારી છીએ. - સંપાદક અઠવાડિક કાર્ટૂન : સપ્ટેમ્બર 2020(બીજું) …

Continue reading જરા હળવાશથી લેજો!!!

સમજણની ગોળી

આજે સવારથી સુમિબેન ઉદાસ હતાં. જીવને કંઈ ચેન પડતું નહોતું. હંમેશ હસતી રહેતી પત્નીને આમ ભારેખમ ચહેરો લઈને ફરતી જોઈને વિનોદભાઈને નવાઈ લાગી. અંતે ન  રહેવાયું ત્યારે એમણે પૂછી જ લીધું, ‘મેડમ, શું વાત છે? આજે મૂડ કેમ બગડેલો છે?’ સવાલ પુછાતાંની સાથે જાણે ‘રોતી’તી ને પિયરિયાં મળ્યાં’ જેવો ઘાટ થયો. સુમિબેનની આંખોમાંથી ડબક ડબક …

Continue reading સમજણની ગોળી

પેસ્ટીસાઈડ્સનું નિયમન કેમ જરૂરી છે?

27 જંતુનાશકો પર પ્રતિબંધ લાવવાની કેન્દ્ર સરકારે દરખાસ્ત મૂકી છે તેમાંથી 12 કીટનાશકો, 8 ફૂગનાશકો અને 7 નીંદણનાશકો છે. તેમાંના 21 ભારે ઝેરી (Highly Hazardous)છે, 3 અંત:સ્રાવી ગ્રંથિઓના કામમાં દખલ કરે છે, 3 પ્રજનન બાબતે ઝેરી છે, 6 સંભવિત કેન્સરકારક છે, 13 જીવનાશકો નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર છે

ગુજરાતમાં સીધી રીતે ન જોઈ શકાય તેવી રીતે પ્રાણીઓ પર થતી હિંસા !

ઇબોલા, સાર્સ, મેર્સ, એચ.આઈ.વિ., રીફટ, વેલી ફીવર, લાસા ફીવર, લીને ડીસીઝ, વગેરે રોગો એવા છે જે પ્રાણીઓમાં હજ્જારો વર્ષોથી હતા. પરંતુ, મનુષ્યો તેના સંપર્કમાં આવ્યા પછી તે મનુષ્યોમાં દાખલ થયા.

અલવિદા ઇલિના સેન…

લેખક, કાર્યકર અને અધ્યાપક ઇલિના સેન, જેઓ ઘણાં વર્ષોથી કેન્સર સામે લડત આપી રહ્યાં હતાં, તેમનું 9મી ઓગસ્ટના રોજ 69 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું.  ઇલિના સેન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના કર્મશીલોમાં જાણીતું નામ. તેમણે છત્તીસગઢમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં, જ્યાં તેમણે અનેક ટ્રેડ યુનિયનો અને આદિવાસી સંગઠનો સાથે કામ કર્યું. ઇલિના …

Continue reading અલવિદા ઇલિના સેન…

ચીનમાં તાનાશાહી સામે લોકો પોતાના અધિકાર માટે કેવી રીતે અવાજ ઉઠાવે છે?

ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું એકપક્ષી શાસન છે. પક્ષ, રાજ્ય, સમાજ, અર્થતંત્ર, મીડિયા, શિક્ષણ વગેરે બધાં પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ બધાં વચ્ચે લોકશાહી, મહિલાઅધિકાર, માનવાધિકાર, પર્યાવરણ, મીડિયાની સ્વતંત્રતા વિશે વાત કરવી, એ જોખમી કાર્ય છે. તેમ છતાં ત્યાંના લોકોનો પ્રતિકાર અને તેની સામે સરકારી દમનનો એક ઇતિહાસ રહ્યો છે.

કચ્છના નાના રણમાં બનનાર રણસરોવરની પૂર્વ-ભૂમિકા અને મહત્ત્વના મુદ્દા

અજંતા-ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ દ્વારા કચ્છના નાના રણને સૂરજબારીના જૂના પુલના ગાળા પૂરી દઈ (બંધ બાંધી) રણ-સરોવર બનાવવાની કલ્પના સરકાર પાસે રજૂ કરાઈ છે. જયસુખભાઈએ રણ-સરોવર અંગે તેમના વિચારો રજૂ કરતાં બે પુસ્તકો લખ્યાં છે. આ બંને પુસ્તકોમાં કચ્છના નાના રણને ‘રણ-સરોવર’માં ફેરવવાના ફાયદા ગણાવ્યા છે. આ અંગે રાજ્યના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને …

Continue reading કચ્છના નાના રણમાં બનનાર રણસરોવરની પૂર્વ-ભૂમિકા અને મહત્ત્વના મુદ્દા

નવી શિક્ષણનીતિનો ફાયદો વિદ્યાર્થીને, સરકારને, ખાનગી સંચાલકો કે ઉદ્યોગોને?

આજના મહત્ત્વપૂર્ણ પડાવે આપણે સૌએ એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 કયો એજન્ડા લઈને આપણી સામે આવી છે, અને તે કોને માટે લઈને આવી છે. આમ કરવા માટે કોઈ પણ નીતિ હોય, તેમાં જે લખ્યું હોય છે તેની વચ્ચેની કોરી જગ્યા (Reading Between The Lines) માં શું છે તે સમજી લેવું સૌથી જરૂરી હોય છે. આમ કરીશું તો જે-તે નીતિનું વિશ્લેષણ સાચી રીતે કરી શકીશું.