અઠવાડિક કાર્ટૂન : ઓક્ટોબર 2020(ચોથું)

અઠવાડિક કાર્ટૂન : ઓક્ટોબર 2020(ચોથું)
16 October 2020 BhoomiputraDownload
મહાત્મા ગાંધીની ૧૯૩૦ની દાંડીકૂચથી વિશ્વવિખ્યાત થયેલ દાંડી ગામમાં દાંડીકૂચનાં બે વર્ષ પછી ૯/૧૧/૧૯૩૨ના રોજ મોહનભાઈ દાંડીકરનો જન્મ થયો. મોહનદાસ ગાંધીના મીઠાના સત્યાગ્રહનો ગુંજારવ હજી વાતાવરણમાં ગુંજતો હતો, તેથી નામ પડ્યું મોહન. ૧૯૩૦ની દાંડીકૂચ પહેલાં હિંદુસ્તાનના નકશામાં દાંડીનું નામોનિશાન નહોતું ! માંડ ૪૬૦ લોકોની વસ્તીવાળું અભાવગ્રસ્ત ગામ. ગામમાં જવા ૧૦ માઈલ કાદવ ખૂંદીને જવું પડતું. આખા …
Continue reading સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય….
લેખમાળાના પાંચમા ભાગમાં આપણે વિનોબાજીની પવનાર પ્રવૃત્તિના પ્રથમ ૧૨ વર્ષની, ૧૯૩૮થી ૧૯૫૦ની વાત શરૂ કરી હતી. હવે આપણે ૧૨ વર્ષના અંતિમ સમયમાંની વિનોબાજીની પ્રવૃત્તિ અંગે વાત કરીશું. આપણે આગળ નોંધ્યું છે કે વિનોબાજીએ વર્ષ ૧૯૪૬-૪૭માં છેલ્લી જેલયાત્રા પછી સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ની રચના કરી હતી. ત્યારબાદ વિનોબાજી પવનારમાં રચનાત્મક કામો તથા અન્ય કામોમાં લાગેલા હતા. …
Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)
સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે …
બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્-અસદ્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમજ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ - આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે. ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન …
(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.) જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો. ‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો …
Continue reading જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં
માર્ચ ૨૦૨૦ થી શરૂ થયેલ અસાધારણ પરિસ્થિતિની સૌથી વધુ અસર શ્રમજીવી ગરીબ લોકોને થાય તે સ્વાભાવિક જ છે. પ્રથમ હજ્ઞભસમજ્ઞૂક્ષ ના અંત પછી આપણે કદી ન જોયાં હોય તેવાં સ્થળાંતર જોયાં છે. વિશ્ર્વની ને દેશની આર્થિક સ્થિતિ વકરતી જાય છે, કોઈ ચોક્કસ માહિતીના અભાવમાં અનિશ્ર્ચિતતા પણ ખૂબ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બહાર મજૂરી કરવા જતા …
ભાઈ શ્રી હીરજી ભીંગરાડિયાએ પક્ષીઓ બાબતનો મારો રસ જાણી, ‘પાંખાળાં’ નામનું પુસ્તક મને મોકલ્યું; તેની સાથે પોતે ખેડૂત હોવાનું જણાવીને ખેતીને લગતાં પુસ્તકો મોકલાવેલાં. તેમાં એક પુસ્તક હતું, "ખેતી કરવી જ છે ? તો સાવ રેઢી રેઢી નહીં થાય ભૈ ! તે વાંચી ગઈ. હીરજીભાઈ લોકભારતી-સણોસરાના વિદ્યાર્થી. વ્યવસાયે ખેડૂત છે. મળતી આરામદાયક નોકરી છોડીને ઘરના …
તારીખ ૨૪મી ઑગસ્ટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (CSA) અને જતને સાથે મળી લેખાં-જોખાં કર્યાં. કોવીડ કાળમાં રૂબરૂ મિલન તો શક્ય નથી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો વિષય હતો, ‘ભારતમાં બીટી કપાસ : ભ્રમો અને હકીકતો.’ મૂલ્યાંકનને પુરાવાઓનો આધાર અપાયો. દેશભરમાં એલાઇન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) અને ઇન્ડિયા ફોર સેફ ફૂડના નેજા હેઠળ કામ કરતા કાર્યકરોનો સહયોગ મળ્યો. વિશ્ર્વપ્રસિદ્ધ એવા ચાર વિજ્ઞાનીઓએ અમેરિકાથી આ વેબિનારને સંબોધન કર્યું.