સ્વરોજગાર યોજના માટે જાહેર અપીલ

માર્ચ ૨૦૨૦ થી શરૂ થયેલ અસાધારણ પરિસ્થિતિની સૌથી વધુ અસર શ્રમજીવી ગરીબ લોકોને થાય તે સ્વાભાવિક જ છે. પ્રથમ હજ્ઞભસમજ્ઞૂક્ષ ના અંત પછી આપણે કદી ન જોયાં હોય તેવાં સ્થળાંતર જોયાં છે. વિશ્ર્વની ને દેશની આર્થિક સ્થિતિ વકરતી જાય છે, કોઈ ચોક્કસ માહિતીના અભાવમાં અનિશ્ર્ચિતતા પણ ખૂબ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બહાર મજૂરી કરવા જતા આવા હજારો લોકોને પગપાળા કે અન્ય રીતે પાછા આવવું પડ્યું. આવા રોજગાર ગુમાવેલા લોકોને માટે સ્વરોજગાર યોજનાની શરૂઆત કરી છે. જે ભાઈ કે બહેન સ્વરોજગાર માટેનું પોતાનું આયોજન આપણને આપે તેમને જ જરૂરિયાત મુજબ રૂપિયા ૫૦,૦૦૦ સુધીની લોન આપવી, જે તેઓ બેથી ત્રણ વર્ષમાં પરત કરે.

આ પ્રોજેક્ટની શરૂઆત ડાંગ જિલ્લો તેમજ સુરત અને તાપી જિલ્લાના સોનગઢ,  નિઝર, ઉચ્છલ, કુકરમુડા, માંડવી તાલુકામાં થઈ ચૂકી છે. આદિવાસી ભાઈ-બહેનો પશુપાલન, ખેતી સુધારણા, ગામમાં નાના ધંધા, ઘંટી, દુકાન જેવા રોજગાર માટે લોનની માંગણી કરી રહ્યા છે. આવી ૪૦૦ અરજીઓ આવી ચૂકી છે. અમારું માનવું છે કે આવા નાનકડા ટેકાથી આ પરિવારો સ્થળાંતર કરતા બંધ થશે, તેમને ઘરઆંગણે રોજી મળશે, જેના અસંખ્ય સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ફાયદા છે. સ્વાભાવિક રીતે આવી મૂળભૂત રોજગારી ઊભી થતાં વિસ્તારની, રાજ્યની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.

આપણામાંનો એક મોટો વર્ગ એવો છે જેને કોરોનાને લીધે નાની-મોટી અગવડ જરૂર પડી હશે, પરંતુ ઉપર લખ્યું તેવા લોકોની સરખામણીમાં આપણે સૌ એકદમ આરામદાયક જિંદગી જીવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં એક ટહેલ નાખીએ છીએ. જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેવા આપણા દેશબંધુઓનો હાથ પકડીએ, વહેંચીને ખાવાનો આનંદ લઈએ. ૧, ૨, ૫, ૧૦ લોકોની જવાબદારી લઈને કે યથાશક્તિ જે પણ ફાળો આપી શકીએ તે આપીને આ કાર્યમાં જોડાશો.

આપનો ફાળો ગુજરાત સર્વોદય મંડળના નામે મોકલવા વિનંતી છે. મંડળને કરેલા દાન માટે ૮૦જી નું સર્ટિફીકેટ પ્રાપ્ત છે.

: વધુ વિગત માટે :               

આનંદ મઝગાંવકર : ૯૪૦૮૩૦૯૧૯૭

શૈલજા દેસાઈ : ૯૪૦૯૨૬૦૯૬૨

ગુજરાત સર્વોદય મંડળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s