આસપાસ ચોપાસ

થોડું અદાણી ગોડ્ડા પાવર પ્લાન્ટ અંગે

ઝારખંડમાં અદાણી કંપનીનો ૧૬૦૦ મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે તેની વાત આગળ કરી. આ પ્લાન્ટનો ખર્ચ આશરે રૂ. ૧૪૦૦૦ કરોડ થશે. અદાણીને રાજ્ય હસ્તકનાં એકમો દ્વારા બહુ જ મોટી રકમની લોન મળવાની છે. રૂરલ ઇલેક્ટ્રીફિકેશન કોર્પોરેશન -R.E.C. રૂ. ૫૦૦૦ કરોડ આપશે. તે જ પ્રમાણે સરકારની પાવર ફાઇનાન્સ કંપની પણ રૂ. ૫૦૦૦ કરોડની લોન આપશે.

દેશમાં આજે થર્મલ પાવર પ્લાન્ટોને અપાયેલ રૂ. ૨ લાખ કરોડની લોન (૨ ટ્રિલીયન) ભરપાઈ થયા વગરની છે, જેને આપણે N.P.A. ના નામે ઓળખીએ છીએ. પાવરપલાન્ટ માટેનો કોલસો ઓસ્ટ્રેલીયા, ઇન્ડોનેશિયાથી આવવાનો છે, તો પછી કંપનીએ બાંગલાદેશમાં જ કેમ પાવરપ્લાન્ટ ન સ્થાપ્યો ? ટ્રાન્સીશન લાઈન અલગથી નાંખવાની  પણ જરૂર ન પડે. અહીં પ્લાન્ટ નાંખવા પાછળ કદાચ એક જ કારણ હોય – જમીન, પાણી, પ્રદૂષણ, લોન મેળવવા મુદ્દે કોઈ નડતર નથી !

RTI એક્ટનાં ૧૫ વર્ષ થયાં છતાં અસંતોષજનક સ્થિતિ

એ હકીકત છે કે કેટલાક કર્મશીલોની બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ અને તેમાં પણ અરુણા રોય તેમજ તેમના સાથી મિત્રોના અથાગ પ્રયત્ન વગર આવો, જાણવાના અધિકારનો કાયદો ન બન્યો હોત. આ અંગે વધુ જાણવા માટે યજ્ઞ પ્રકાશનનું પુસ્તક ‘હમારા પૈસા હમારા હિસાબ’ – આર.ટી.આઈ.ના જનસંઘર્ષની કથા – ડંકેશભાઈ ઓઝા, પૃષ્ઠ ૧૨૬, મૂલ્ય રૂ. ૮૦/- વાંચી શકાય છે.

વર્તમાન સરકાર આ કાયદાના અમલીકરણમાં ઉત્સાહ નથી દાખવતી. લોકોની માંગણીને સંતોષી શકાય તે માટે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવતી નથી.

૧૨ ઑક્ટોબર વર્ષ ૨૦૦૫માં જાણવાના અધિકારનો કાયદો બન્યો છે. પરંતુ હજુ ૩૧ ટકા માહિતી આપવા માટેના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે જરૂરી અધ્યક્ષોની નિમણૂક કરવામાં નથી આવી. ઝારખંડ, ત્રિપુરામાં માહિતી આયોગ નિષ્ક્રિય છે. કુલ ૨ લાખ, ૨૧ હજાર, ૫૬૮ પ્રશ્ર્નોના જવાબ આપી શકાયા નથી.

આ કાયદા દ્વારા ભ્રષ્ટાચારની માહિતી મેળવી શકાય છે. ૧ કરોડ, ૩૦ લાખ લોકોએ ખોટાં થતાં કામોની વિગતો લોકો સમક્ષ મૂકીને પહેરેદારનું – વિસલ બ્લોઅરનું કામ કર્યું છે. યોગ્ય માહિતી મેળવ્યા પછી સરકારને જરૂરી પ્રશ્ર્ન પૂછી શકાય છે. સરકાર તરફથી આ કાયદાને નબળો પણ બનાવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪ મે પછી એકપણ માહિતી કમિશ્નરની નિમણૂક કરવામાં આવી નથી. આ માટે સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણવામાં આવે છે. હજુ પણ કેટલાક જાગૃત કર્મશીલો આર.ટી.આઈ. કાયદાની શાન જાળવી રાખવા માટે જરૂરી સંઘર્ષ કર્યા કરે છે. આ બધાને સલામ કરવી રહી !                                 

– રાજુ રૂપપુરીઆ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s