શરમ ! શરમ !

કૃષિ વિધેયક સરકાર લાવી શરમ ! શરમ્

બસ ! એક યક્ષપ્રશ્ન ક્ષુધાનો ? શરમ ! શરમ !

લાચાર, વ્યગ્ર, ત્રસ્ત કિસાનો ? શરમ ! શરમ !

ગંધાય છે જે દેશમાં કોઠાર અન્નના

ભૂખે મરે ત્યાં તાત ધરાનો ? શરમ ! શરમ !

ઉત્કર્ષના તમાશાઓ જાહેર મંચ પર

નેપથ્યે આંસુઓનો ખજાનો ? શરમ ! શરમ !

વેચે છે દેહ અંગના દુર્ભાગી કૃષિકો

ધ્રૂજે છે ધર્મ જીવદયાનો શરમ ! શરમ !

હોમાય મોંઘા માનવી ભઠ્ઠીમાં ભૂખની ?

સરકારની ઓ સોંઘી દુકાનો ! શરમ ! શરમ !

આધાર જીવવાનો નજરે ક્યાંય ના પડે

લેવો પડે સહારો કજાનો ? શરમ ! શરમ !

ભેંકાર કેરાં ભૂત હસે ચાસેચાસમાં

ભાસે છે ઝૂંપડાંય સ્મશાનો શરમ ! શરમ !

જીવનનું તેજ કોઈના ચહેરા ઉપર નથી

એક જ સમાન વૃદ્ધ-યુવાનો શરમ ! શરમ !

ધરતી ઉપર છે ડૂસકાં કંકાલતંત્રનાં

આકાશ પર હવાઈ ઉડાનો શરમ ! શરમ !

માનવ છે આ કે જીવતાં મડદાં છે કોઈ ?

જીવન છે આ કે શ્રાપ છે છાનો શરમ ! શરમ !

પ્રગતિ થઈ છે કોની ? થયું કોણ છે નિહાલ ?

પૂછે છે પ્રશ્ન મૂંગી જબાનો શરમ ! શરમ !

અબજોની યોજનાઓનો અંજામ આપઘાત ?

ગૌરવને નામે માત્ર ગુમાનો ? શરમ ! શરમ !

શમિયાણાં ભવ્ય ! ભાવતાં ભોજન ભયોભયો

સંતોષ ધન્ય ધન્ય થયાનો શરમ ! શરમ !

ગાંધીના સ્વપ્નની આ મુસાફિર નનામીઓ

નિરખી રહ્યા છે સુજ્ઞ શ્રીમાનો શરમ ! શરમ !

 – મુસાફિર પાલનપુરી

‘સુકૂન’ જૂના ડાયરા,

સલીમપુરા પાસે,

પાલનપુર. ફોન : ૦૨૭૪૨-૨૬૩૬૭૭

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s