પ્રવીણભાઈ ઠક્કર : અમૃત વર્ષ પ્રવેશે અભિનંદન

તા. ૧૮ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૯૨૦માં ગાંધીજીએ તેની સ્થાપના કરી હતી. લોકભારતીની સ્થાપના ૧૯૫૩ (બુદ્ધજયંતી)ના રોજ સણોસરા ગામની ધર્મશાળામાં આચાર્ય કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે થઈ હતી. લોકભારતીએ પણ ૬૭ વર્ષ પૂરાં કર્યાં છે.

‘ગ્રામ્યમાતા’ આજે અને હરહંમેશ

માનવસંસ્કૃતિએ લાંબા ગાળે, બહુ મથામણને અંતે આવી કોઈ વ્યવવસ્થા ઊભી કરી છે જેમાં સૌથી અગ્રવર્ગે મુકાયેલો સમૂહ કે વ્યક્તિ બાકીના આખા સમાજનું કલ્યાણ વિચારતો હોય. એટલે વિકલ્પો બે છે. પણ કવિ તરત ફોડ પાડે છે કે પ્રકૃતિ તો દેનારી જ છે. અવરોધ માણસે ઊભો કર્યો છે. જે માનવસમૂહે રાજા નક્કી કર્યો છે એ રાજા કંઈક વિપરીત વિચારતો થયો છે, જેનું આ દુ:ખદ પરિણામ છે.

મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય

શ્રી મકરન્દ દવેને આપણે ત્યાં અધ્યાત્મના પથના કવિ સાધક માનવામાં આવે છે. અધ્યાત્મમાં આત્મતત્ત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે. તે સિદ્ધાંત અધ્યાત્મનો પાયો છે. આ અંતિમ તત્ત્વના સ્વરૂપ અને સંખ્યાની મીમાંસા કરનારી તત્ત્વજ્ઞાનની શાખાને તત્ત્વમીમાંસા કહે છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના ઝઘડાને કેવી રીતે ઘટાડી શકાય?

એક છે, તરુણ-શક્તિ અને બીજી છે, વૃદ્ધ-શક્તિ. એ બંનેની વચ્ચે ટક્કર ઊભી થાય છે. તરુણોને થાય છે કે વૃદ્ધો જોર ને શોરથી આગળ નથી વધતા અને અમને પણ આગળ વધવા નથી દેતા. વૃદ્ધો ક્રાંતિની કલ્પના છોડીને પોતાની ઘર-ગૃહસ્થીમાં અને પોતાની સંસ્થાઓમાં બંધાઈ ગયા છે. વૃદ્ધો માટે સામાન્ય રીતે તરુણોની આવી ફરિયાદ રહેતી હોય છે.

અર્ધાંગિની

હું અને બીરેન બંને જીગરી દોસ્તો. ગામની ધુળિયા નિશાળમાં સાથે સાથે એકડો ઘૂંટ્યો ને મેટ્રીકની પરીક્ષા પણ સાથે આપી. પરિણામ આવતા પહેલાં જ બીરેને કહેલું, ‘આગળ ભણવાની તો બાપા ના પાડે છે ને મારુંય ભણવામાં ચિત્ત લાગતું નથી પણ એક વાત નક્કી છે કે,  હું આ ગામમાં નથી રહેવાનો. મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શે’રમાં …

Continue reading અર્ધાંગિની

હાથરસ ઘટનાની આસપાસ

રોજ જ બને છે ને ! દર સેકંડે બને છે. આખા વિશ્ર્વમાં બને છે. ક્યારેક સમાજ આ અંગે સંવેદનશીલ બને છે. ક્યારેક સ્વીકારી લે છે, તો ક્યારેક શાહમૃગ વૃત્તિ અપનાવે છે. મોટા ભાગના કિસ્સાઓ તો દબાવી જ દેવાય છે. અને હાથરસની ઘટના અંગે તો ઘણીઘણી ચર્ચાઓ થઈ ગઈ છે ત્યારે હવે આ વિશે નવું શું …

Continue reading હાથરસ ઘટનાની આસપાસ