નરવી ટેક્નોલોજીના માણસ : શ્રી છેલભાઈ શુક્લ

ગાંધીએ પણ નવો વિચાર રજૂ કર્યો કે, 'Go back to villages'. અંગ્રેજોએ આપણા ઉપર ઠોકી બેસાડેલી શિક્ષણપ્રથા, જીવનશૈલી, રાજનીતિ વગેરેને પડકાર આપી સમાજને તંદુરસ્ત બનાવે તેવા વિચારો પત્રકારત્વનાં જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાજ સામે ગાંધીજીએ રજૂ કર્યા. આની એક જબરી અસર સમાજ ઉપર પડી અને ઉપર જણાવ્યું તેમ કેટલાયે કાર્યકરોએ શિક્ષણક્ષેત્રે, ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે, સફાઈ ક્ષેત્રે, અસ્પૃશ્યતા-નિવારણ ક્ષેત્રે, અન્ય રચનાત્મક કાર્યોનાં ક્ષેત્રે પોતાનાં જીવન અર્પણ કરી દીધાં. આમાંના એક તે શ્રી છેલભાઈ શુક્લ.

અંતરનો અવાજ

"અંતરનો અવાજ વળી શું છે ? એ "સત્યરૂપી ઈશ્ર્વરનો અવાજ છે, પરિશુદ્ધ બુદ્ધિ, અંત:પ્રેરણા, અંત:કરણનો અવાજ છે. પ્રત્યેક વ્યક્તિના દિલમાં એ અવાજ ઊઠે છે પરંતુ એ સાંભળવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિ પાસે હોતી નથી. "સત્યની ઈશ્ર્વર તરીકે વ્યક્તિગત રીતે ખોજ કરવાની ઇચ્છા રાખનારાઓએ કેટલાંક વ્રતોના પાલનની પ્રતિજ્ઞા લેવી જોઈએ. દા.ત., સત્યનું વ્રત, બ્રહ્મચર્યનું વ્રત - કેમ કે, સત્ય માટેના અને ઈશ્ર્વર માટેના પોતાના પ્રેમનો સહભાગી માણસ બીજી કોઈ પણ વસ્તુને કરી શકે નહીં - અહિંસાનું વ્રત, ગરીબાઈનું વ્રત અને અપરિગ્રહનું વ્રત આ પાંચ વ્રતોના પાલન વિના કોઈએ પણ એ પ્રયોગ આદરવો ન જ જોઈએ.

ચોટલાના સમ

અડધોઅડધ આદિવાસી વસ્તી ધરાવતું, અનેક અભાવો વચ્ચે ઊભેલું ગામ સીકરી. જો કે, નાનું હોવા છતાં ગામથી ત્રણેક કિલોમીટર દૂર સાત ધોરણ સુધીની સરકારી શાળા હતી એટલું સારું હતું. સુનિતા અને સંગીતા બેઉ ખાસ બેનપણીઓ. સુનિતાને સુની અને સંગીતાને સંગુ કહીને જ સૌ બોલાવતાં. ‘સુની, તિયાર થેય ગેય? ચાલ, નિહારનો ટેમ થેય ગિયો.’ ‘એ આવી સંગુ, …

Continue reading ચોટલાના સમ

વિદેશી ફંડ – સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનો અભિગમ

સરકાર કે સત્તાપક્ષ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેમથી આવકાર આપતી નથી. દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારથી સ્વૈચ્છિક સંસ્થાઆનો અવાજ દબાવવાના વિવિધ રસ્તાઓમાં એક રસ્તો છે તેના ફંડને નિયંત્રિત કરવું. તેમાં છે એક વિદેશી ફંડ નિયમન અધિનિયમ, જે FCRA તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે FCRA - ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એન્ડમેન્ટ્સ એક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પર વધુ લગામ કસવાનો પ્રયત્ન થયો છે.

પરાળ – સળગાવવાના પ્રશ્ને ઉકેલનાં એંધાણ

પરાળીનું જલદી ખાતરમાં પરિવર્તન થાય તેવું રસાયણ તૈયાર કર્યું છે, જે પરાળીને De-Compose કરે છે. ખાતર ખાડીમાં નાંખી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. બનાવેલ રસાયણ, જે કેપ્સુઅલના સ્વરૂપમાં હોય છે તેને પાણીમાં ઓગાળી ચણાનો લોટ અને ગોળ તેમાં ઉમેરવામાં આવે છે. આ તૈયાર થયેલા પ્રવાહીને ત્રણથી ચાર દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં આવે છે, પછી તેને ખેતરમાંની પરાળી પર છાંટવામાં આવે છે. કેપ્સુઅલમાં વિવિધ 8 પ્રકારના માઇક્રો ઓર્ગેનીઝમ્સ (ફંગી) હોય છે,

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-15)

આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે ગાંધીજીની હત્યા બાદ સેવાગ્રામમાં 11 થી 15 માર્ચ 1948માં મળેલ સંમેલન અંગેની વિગતો નોંધી હતી. દેશભરમાંથી આવેલા 500 જેટલા કાર્યકરોને વિનોબાજીએ માર્ગદર્શન આપ્યું હતું. સામૂહિક સ્તરે વિચારમંથન પણ સારા એવા પ્રમાણમાં થયું હતું.

અપરાધમાં જાતિવાદ સમીકરણ

હાથરસની પીડિત યુવતી માત્ર દલિત નહીં, અતિ ગરીબ કુટુંબની પુત્રી પણ હતી. કથિત બળાત્કાર આરોપીઓ ક્ષત્રિય (રાજપૂત-ઠાકુર) જ્ઞાતિના છે. ઉ.પ્ર. રાજ્યના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ આ જ્ઞાતિના છે - આ બનાવ બનતાં જ રાજ્યતંત્ર આરોપીઓના બચાવ માટે હરકતમાં આવ્યું હતું. નીચેથી ઉપર સુધીનું તંત્ર મુખ્ય મંત્રી તેમ જ તેમની જ્ઞાતિને ખુશ કરવા મથી રહ્યું હતું. પીડિત યુવતીનો મૃતદેહ બાળી તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ થયો.

ભારત છોડો આંદોલન

ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી શાળાઓમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, તે અમે પણ ભણ્યા હતા. મારું મન કહ્યા કરતું હતું, કે આ અંગ્રેજો ભણાવે છે તે ઇતિહાસ ક્યાં સુધી ભણતા રહીશું ? આપણે પોતે કોઈ ઇતિહાસ રચીશું કે નહીં ? જો કે ‘ભારત છોડો’ આંદોલન - 1940થી 1945 દરમિયાન - દ્વારા આપણે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.

મોટાં શહેરો હવે તૂટવાં જોઈએ

આ જે ચૂંટણી થાય છે, તેનો પોતાનો અલગ ધર્મ-વિચાર છે. તેમના 3 સિદ્ધાંત છે : આત્મસ્તુતિ, પરનિંદા અને મિથ્યાભાષણ. અગર ગામમાં આને લઈને ફૂટ પડી, તો કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. આગ લગાવવી બહુ સહેલી છે, પરંતુ આગ બુઝાવવી બહુ કઠણ. ભાગવતમાં એક વાર્તા છે કે ગોકુળમાં આગ લાગી, તો ભગવાન અગ્નિ પી ગયા. અહીં તો આગ લગાડનારા ખૂબ છે. ચૂંટણી ટાણે તેઓ ગામેગામ ફરશે અને આગ લગાવશે. પછીથી એ ગામનું શું થશે તે નહીં વિચારે.