ગાંધી-વિનોબા-જયપ્રકાશના વિચારોમાં શ્રદ્ધા રાખી ગ્રામ-નિવાસ કરીને ગ્રામવિકાસ માટે મથનારા, સજીવ ખેતીના પ્રયોગો અને પ્રસાર કરનારા તથા નિસર્ગોપચારના કાર્યકરોને માટે વડોદરાસ્થિત વિનોબા આશ્રમ દ્વારા વિનોબા ભાવેની 125મી જન્મ જયંતી નિમિત્તે કેટલીક ફેલોશીપ જાહેર કરવામાં આવે છે.
ફેલોશીપની રકમ કાર્યકર પોતાના જીવન-નિર્વાહ, તાલીમ, શૈક્ષણિક પ્રવાસ કે પોતાના સંસ્થાગત કે પ્રવૃત્તિના ખર્ચ માટે વાપરી શકશે.
ફેલોશીપ લેનાર કાર્યકર રાજકીય પક્ષોના અને ધાર્મિક સંગઠનોના સભ્ય કે તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં. માસિક રૂપિયા દસ હજાર સુધીની આ ફેલોશીપ કેટલીક શરતો અને નિયમોને આધિન રહેશે.
વધુ વિગતો માટે મેનેજિંગ ટ્રસ્ટી,
જતન, વિનોબા આશ્રમ, ગાયત્રી વિદ્યાલય પાછળ,
ગોત્રી, વડોદરા – 390021.
ફોન : 0265-2371429નો સંપર્ક કરવો.