ખાસ કરીને પંજાબ હરિયાણામાં ડાંગર અને ઘઉંનો પાક લીધા પછી તેના પરાળને ખેતર પર જ સળગાવી નાંખવામાં આવે છે, જેથી શિયાળુ પાકની તૈયારી કરી શકાય. આપણે જાણીએ છીએ કે આના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. દિલ્હીમાં આની ખરાબ અસર થાય છે. નાના રજકણ ઙખ -2.5 નું હવામાં પ્રમાણ 14થી 15 ટકા થઈ જાય છે. જેની માનવસ્વાસ્થ્ય પર અસર થાય છે.
પરાળ બાળવાથી ખેતરને ન્યુટ્રન્ટ પાછાં મળવાં જોઈએ તે મળતાં નથી. પંજાબ, હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશના થોડા વિસ્તારમાં આશરે 15 થી 20 મિલીયન ટન પરાળ બાળવામાં આવે છે. હવે પરાળને ખેતર બહાર કાઢવાનો ખર્ચ એકરે 6 થી 7000 રૂ. જેટલો થાય છે. સરકાર બાળનાર ખેડૂતોને દંડિત કરે છે. આશરે 23000 કેસ કરતાં 6.1 કરોડ રૂ. દંડની વસૂલીની રકમ બની હતી.
પરાળમાંથી બાળવા માટેના બ્લોક બનાવીને તે પાવર પેદા કરવામાં વાપરી શકાય છે. આ માટે હરિયાણા સરકારે 1300 કરોડ રૂ. મશીનરી માટે ફાળવ્યા છે. પણ પરાળ બાળવાનું અટકતું નથી.
દિલ્હી સરકાર પરાળીને બાળવી ન પડે તે માટે એક ઉકેલ સૂચવે છે. સરકારે Indian Agriculture Research Institute(IARI) – PUSA ની મદદ લઈ પરાળીનું જલદી ખાતરમાં પરિવર્તન થાય તેવું રસાયણ તૈયાર કર્યું છે, જે પરાળીને De-Compose કરે છે. ખાતર ખાડીમાં નાંખી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. બનાવેલ રસાયણ, જે કેપ્સુઅલના સ્વરૂપમાં હોય છે તેને પાણીમાં ઓગાળી ચણાનો લોટ અને ગોળ તેમાં ઉમેરવામાં આવે છે. આ તૈયાર થયેલા પ્રવાહીને ત્રણથી ચાર દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં આવે છે, પછી તેને ખેતરમાંની પરાળી પર છાંટવામાં આવે છે. કેપ્સુઅલમાં વિવિધ 8 પ્રકારના માઇક્રો ઓર્ગેનીઝમ્સ (ફંગી) હોય છે, જે બાયોમાસને જલદી સડાવે છે. 4 કેપ્સુઅલ + લોટ + ગોળના બનાવેલા 25 લીટર પાણીનો ઉપયોગ 1 હેક્ટર જમીનમાંથી પેદા થયેલ પરાળીને સડાવવા માટે કરી શકાય છે.
ભારતમાં અન્ય પાકોના ઘાસને સડાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકાશે તેમ લાગે છે.
ગુજરાત સરકારે કેળાના થડિયાનું ખાતર બનાવવા માટે ઈંઅછઈં સંસ્થાનો સંપર્ક કરી તેના સંશોધનનો ઉપયોગ કરવો જોઈએ. દ.ગુજરાતમાં આનો અમલ થાય તેમ કરવું જોઈએ.
– રાજુ રૂપપુરીઆ