અંગ્રેજોનો અત્યાચાર : બંગાળના હાથશાળના કારીગરો

અંગ્રેજોએ ભારતના લોકો પર કેવા કેવા અત્યાચાર કર્યા છે તે અંગે ઘણું લખાયું છે. પરંતુ બંગાળના હાથશાળના કારીગરો પરના અત્યાચાર અંગે જુદા જુદા મત છે. કહેવાય છે કે બંગાળના હાથશાળના કારીગરો અંગ્રેજોને મફતના ભાવમાં તેમનું ઉત્પાદન વેચવા તૈયાર ન હતા. અંગ્રેજોએ ભારતમાં ઉત્પાદન થતા કાપડ ઉપર ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. ભારતના કારીગરો ઇંગ્લેન્ડથી આવતા રેશમ તેમજ સુતરનો વણાટમાં ઉપયોગ કરે તેવો આગ્રહ પણ કરતા હતા.

કહેવાય છે કે નાળિયેરની કાચલીમાં 230 વાર કાપડ સમાવી શકાતું હતું તેવું એક પરશીયન રાજદૂતનું કહેવું હતું. અંગ્રેજો ચામડાનાં કે ઉનનાં કપડાં પહેરતા હતા. જ્યારે ભારતનું કપડું જોયું ત્યારે તેમને પહેરવામાં વધારે અનુકૂળ લાગવા માંડ્યું. ઇંગ્લેન્ડમાં તેની માંગ વધવા માંડી, ત્યાંના ઉનના કાપડના ધંધા પર અસર પડવા માંડી. વર્ષ 1700ની સાલમાં ભારત, ચીન જેવા દેશોમાંથી આવા કાપડની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. કોટનનાં કપડાં પહેરવાવાળા પર હુમલા થવા માંડ્યા.

1721માં બ્રિટિશ પાર્લામેન્ટે કાયદો કર્યો કે કોટન કાપડ ધરાવનારને દંડિત કરવામાં આવશે. ઇંગ્લેન્ડમાં 1733 થી 1765 દરમ્યાન કાંતણની મિલો અસ્તિત્વમાં આવી. કાપડ વણાવા લાગ્યું. ભારતના વણકરો પર મોટા પાયે કર-વેરા નાંખવામાં આવ્યા, યુરોપીયન માર્કેટમાં ભારતનું કાપડ ન પહોંચે તેવા રસ્તા અખત્યાર કરવામાં આવ્યા. ભારતનો વસ્ત્રઉદ્યોગ નબળો પડવા લાગ્યો.

વર્ષ 1833માં Edwards Bainz લખે છે :

‘Over the ages, India textile industry has shown unparalleled workmanship and artistry and successfully maintained supreme quality standard….. ‘

શશી થરૂરે વર્ષ 2016માં એક પુસ્તક પ્રગટ કર્યું. An Era of Darkness : The British Empire in India Pages : 333. …..  પુસ્તકમાં અંગ્રેજોએ કરેલા ભારતના શોષણની વાત અને પ્રજા પર આચરેલા અત્યાચારની વાતો છે. 1930માં એક અમેરિકન ઇતિહાસકાર વિલ ડ્યુરાન્ટના મતે અંગ્રેજોએ ઈરાદાપૂર્વક ભારતમાં અત્યાચાર આદર્યા છે. ભારતમાં દુષ્કાળના સમયમાં અનાજ હોવા છતાં મોટા પાયે લોકોને મરવા દીધા, કોમી હુલ્લડો થવા દીધાં, 1857ના બળવા પછી મોટા પાયે કત્લેઆમ ચલાવી. અમૃતસર જલિયાનવાલાબાગમાં લોકોને ગોળીએ ઠાર કર્યા. આવાં કૃત્યોના કારણે લોકોનો મૃત્યુઆંક 3 કરોડ 50 લાખ થાય છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કબજો જમાવ્યો ત્યારે વિશ્ર્વના જી.ડી.પી.માં ભારતનો ફાળો 25 ટકા હતો પરંતુ જ્યારે અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારે વિશ્ર્વના જીડીપીમાં ભારતનો ફાળો માત્ર 3 ટકાથી થોડો વધારે હતો.

19મી સદીની શરૂઆતમાં બ્રિટિશ કાપડને પ્રોત્સાહન આપવા માટે સેંકડો વણકરોનાં કાંડાં કાપી નાંખવામાં આવ્યાં હતાં તેમ કહેવાય છે.

શશી થરૂરે ઇગ્લેન્ડમાં આપેલા તેના ભાષણમાં અંગ્રેજોએ ભારતના કરેલા શોષણની વિગતો થોડા આંકડા આપીને કરી હતી.

પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે 13 લાખ ભારતીય જવાનોએ સેવા આપી હતી. યુદ્ધમાં બ્રિટિશ લશ્કરનો છઠ્ઠો ભાગ ભારતીયોનો હતો. આ યુદ્ધમાં 54000 ભારતીયોએ જાન ગુમાવ્યા હતા. 65000 ઘાયલ થયા હતા, 4000 લાપતા હતા અથવા જેલોમાં હશે. મોટાપાયે માંસ માટે પશુધન અને ખાવા અનાજ મોકલવામાં આવ્યું હતું. ભલે ભારતમાં લોકો ભૂખે મરે. જે કંઈ આર્થિક નુકસાન થયું હતું તેનો હિસાબ આજના ધોરણે કરવામાં આવે તો 8 અબજ પાઉન્ડ ઇંગ્લેન્ડે ભારતને ચૂકવવાના થાય.

બંગાળના મુર્શિદાબાદ અને નાદિયાના કેટલાક વણકરો ઉત્તર પ્રદેશના અવધ પાસે આવીને વસ્યા હતા. ગામનું નામ હતું મહુઆ દરબાર. જેમના હાથ કાપી નાંખવામાં આવ્યા હતા તે વણકરોએ પોતાની નવી પેઢીને આ વણકરીની કળા શિખવાડી. આના કારણે તે ગામ 5000 લોકોની વસ્તિવાળું હેન્ડલૂમ સેન્ટર બન્યું હતું.

અંગ્રેજોએ લોહિયાળ ઇતિહાસને શીફતપૂર્વક દૂર કરવા પ્રયત્ન કર્યો છે. ઇતિહાસકાર અમરેશ મિશ્રા તેમના પુસ્તક ’War on civilization : India Ad 1857 માં લખે છે : 1857ના બળવામાં ભારતના 2000 અંગ્રેજોને મારી નાખવામાં આવ્યા હતા તેના બદલામાં અંગ્રેજોએ 1 કરોડ ભારતીયોને 10 વર્ષમાં મૉતને ઘાટ ઉતાર્યા હતા. પણ અંગ્રેજ લેખકો આ વાત માનવા તૈયાર નથી.

The Telegraph તા. 8-12-2008ના લેખની કેટલીક વિગતો પર નજર નાંખવા જેવી છે. 65 વર્ષના અબ્દુલ લતીફ અન્સારી પોતાના  પરિવારના ઇતિહાસને યાદ કરતાં કહે છે, અમારા વડવાઓને અંગ્રેજોએ બે વખત હેરાન કર્યા હતા. બંગાળમાં હતા ત્યાં કાંડાં કાપ્યાં. મહુઆ આવી વસ્યા ત્યારે ગામ સળગાવ્યું. તે પોતાના વડવાઓના ગામ મહુઆ દરબારની શોધ કરે છે પરંતુ આ ગામ અંગ્રેજોએ ખતમ કરી નાંખ્યું હતું. 1823ના સર્વે મેપમાં આ ગામનું નામ છે પરંતુ 1857 પછીના સરકારી રેકોર્ડમાં તેનું નામોનિશાન નથી.

અનસારીભાઈ મહુઆના લોકેશન પર જાય છે પરંતુ ત્યાં આજે ખેતરો છે. લખનૌની યુનિવર્સિટીના આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે ત્યાં ખોદકામ કરવા માટે કેન્દ્ર સરકારના Human Resource Department ની મંજૂરી માંગી. પણ ખોદવાની મંજૂરી ન આપતાં ત્યાં એક સ્મૃતિ પથ્થર લગાવાની છૂટ આપી. બંગાળના જે વણકરો મહુઆ +આવીને વસ્યા હતા તેમણે એક નદીના માર્ગે અંગ્રેજોને ત્યાં ઊતરતા જોયા. આ અંગ્રેજ સૈનિકોનાં માથાં ઉતારી લેવામાં આવ્યાં. તેના બદલામાં અંગ્રેજોએ સમગ્ર ગામને ઘેરો લગાવીને સળગાવી નાંખ્યું. ગામને વસવાટને લાયક ન રહેવા દીધું. સરકારી ચોપડામાંથી ગામને દૂર કરવામાં આવ્યું.

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s