મોટી કોર્પોરેટ કંપનીઓ બેંકિંગ ક્ષેત્રમાં આવવાથી શું થશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોતાની સલાહકાર સમિતિ વિચારી રહી છે કે દેશના વિકાસ માટે મોટા પાયે નાણાંની જરૂર પડશે. જો કોર્પોરેટ કંપનીઓ પોતાનાં નાણાંનો જથ્થો બેંકિંગ સેક્ટરમાં રોકે તો વિકાસ માટે નાણાંની તંગી ન વર્તાય. આજે પણ નાની મોટી ખાનગી બેંકો છે.

આર.બી.આઈ.નો વિચાર અને સરકારનો વિચાર ભિન્ન હશે તેવું આજના માહોલમાં શકય નથી લાગતું. અત્યાર સુધી કુદરતી સ્રોતો પર કોર્પોરેટ સેક્ટરનો ભરડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. દેશમાં તૈયાર કરવામાં આવેલી માળખાગત સગવડો પણ મોટા ઉદ્યોગગૃહોને ચરણે ધરવામાં આવી રહી છે.

રેલવેમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એર ઇન્ડિયામાંથી સરકાર પાતાનો હાથ કાઢી રહી છે. અદાણી એક પછી એક એરપોર્ટનો કબજો લઈ રહ્યું છે. પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઈઝ – PCE માં મોટા પાયે વોલન્ટરી રીટાયરમેન્ટ આપવામાં આવી રહ્યું છે. ભારત એલ્યુમિનિયમ કંપની, મોર્ડન ફૂટ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ જેવા ઉદ્યોગો ક્યાં તો બંધ કરવા તરફ અથવા ખાનગી કંપનીઓને ચરણે ધરવા તરફ સરકાર જઈ રહી છે.

નવેમ્બર 2019 સુધીમાં ભારત સંચાર નિગમ (બીએસએનએલ) એ 95000 કર્મચારીઓને વી.આર.એસ. આપેલ છે. બીએસએનએલ કંપની વર્ષ 2000માં ચાલુ થઈ ને 10 વર્ષ નફો આપતી રહી. ભારતનાં અંદરનાં ગામોમાં તેની સેવા આપી. સરકારના રોકાણ કરતાં ઘણી આવક કરી આપી. સરકારે ખાનગી કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી અને બીએસએનએલને મરણના રસ્તે મૂકી દીધી. સરકારની પોલિસી જ એવી રહી જેમાં બીએસએનએલ પાંગરી જ ન શકે. આવક થઈ શકે તેવા સ્પેક્ટ્રમ (spectrum) તેને આપવામાં ન આવ્યા 4જી સ્પેક્ટ્રમ તેને આપવામાં ન આવ્યો.

બેંકિંગ ક્ષેત્રમાં પહેલાં મનાતું હતું કે સરકારી બેંકોમાં જ એનપીએનો પ્રશ્ર્ન છે. પછી તો આપણે જોયું કે ખાનગી બેંકો પણ લોન રીકવર કરી શકતી નથી. એમ પણ પકડાયું કે વાડ જ ચીભડાં ગળી જતી હતી. ICICI, YES Bank, DHFL નાં કૌભાંડો સામે આવી રહ્યાં છે. નાના કરજદારો નહીં, મોટા કરજદારો બેંક ડુબાડી રહ્યા છે.

પાયાના આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવાના સ્થાને મોટાં કોર્પોરેટ ગૃહો લાખો લોકોની બચતો બેંકમાં ભેગી કરી પોતાની સાથે સંકળાયેલી જ કંપનીઓને મોટી લોન આપશે.

રઘુરામ રાજન અને તેમના સાથી વીરલ આચાર્ય જેમની ગણના સારા અર્થશાસ્ત્રી તરીકે થાય છે તેઓ કોર્પારેટ બેંન્કિંગને માટે Bomb Shell શબ્દ વાપરે છે. તે ઉપરાંત કહે છે –

“‘It would be penny wise pound foolish’ to replace the poor governance under the present structure of these (public sector government-owned) banks with a highly conflicted structure of ownership by industrial houses.”

ભલે આર.બી.આઈ.ની Think Tankએ તે માટે સલાહ આપી હોય પણ કહે છે – ’Best left on the Self.’

આ દરખાસ્તને અભરાઈએ ચઢાવી દો. તેઓ જ રોકાણકાર અને ધીરાણ લેવાવાળા પણ તે જ. વ્યાપક રીતે વિવિધ રોકાણ માટેના હેતુઓ તેઓ જાળવી નહીં શકે. વિશ્ર્વમાં જ્યાં જ્યાં આ અખતરા કરવામાં આવ્યા છે ત્યાં ખરાબ અનુભવ થયા છે. આમાં સૌથી ચિંતાજનક વાત તો તે છે કે કોર્પોરેટ સેક્ટરની આર્થિક અને રાજકીય તાકાત ખૂબ જ વધી જાય છે.

– રાજુ રૂપપુરીઆ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s