વિદેશી ફંડ – સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનો અભિગમ

સરકાર કે સત્તાપક્ષ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેમથી આવકાર આપતી નથી. દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારથી સ્વૈચ્છિક સંસ્થાઆનો અવાજ દબાવવાના વિવિધ રસ્તાઓમાં એક રસ્તો છે તેના ફંડને નિયંત્રિત કરવું. તેમાં છે એક વિદેશી ફંડ નિયમન અધિનિયમ, જે FCRA તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે FCRA – ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એન્ડમેન્ટ્સ એક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પર વધુ લગામ કસવાનો પ્રયત્ન થયો છે.

પરદેશી ફંડ મેળવતી સંસ્થાઓ પહેલાં 50% રકમ વહીવટી ખર્ચ માટે વાપરી શકતી હતી તે હવે માત્ર 20% રકમ જ વાપરી શકશે. તેમજ નવી દિલ્હીની એસ.બી.આઈ.બેંકની બ્રાંચમાં ખાતું ફરજિયાતપણે ખોલવું પડવાનું છે. ભારતમાં 93% FCRA દ્વારા ફંડ મેળવતી એન.જી.ઓ. સંસ્થા દિલ્હીની બહાર કામ કરે છે. FCRA વાળી મોટા ભાગની NGOs શિક્ષણ, હેલ્થ, વોટર ક્ધઝર્વેશન, પર્યાવરણ ક્ષેત્રે કામ કરે છે.

શું આ સંસ્થાઓ અબજો રૂપિયા ફંડમાં મેળવે છે ? 30 સપ્ટે. મીંન્ટમાં અશોકા યુનિવર્સિટીના અહેવાલ 2019 – Estimating philanthropic Capital in India મુજબ 90% NGOs કોઈ મોટાં ફંડ મેળવતી નથી. 41.6% જેટલી NGOs 1 કરોડ રૂ. જેટલું ફંડ મેળવે છે, 9.1 ટકા 5 કરોડ રૂ., જ્યારે 46 ટકા FCRA ની સગવડ હોય પણ ફંડ ન મેળવ્યું હોય તેવી સંસ્થાઓ છે.

ઉપલબ્ધ વિગતો પ્રમાણે આશરે વર્ષ 2018માં બધા પ્રકારનાં દાનની રકમ રૂ. 55000 કરોડ જેટલી થાય છે. વ્યક્તિગત ધોરણે પણ લોકો દાન માટે સારી એવી રકમ ફાળવતા હોય છે. પરદેશી ફંડ મેળવનાર બધી જ સંસ્થાઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતી હોય તેમ માની સરકાર નવી નવી અડચણો મૂકતી જાય છે. દેશમાં આશરે 31 લાખ NGOs છે.

બીજું ચિત્ર એવું છે PM Care Fund ને FCRA ના રેગ્યુલેશન માંથી મુક્ત રાખવામાં આવ્યું છે. રાજકીય પક્ષોની પોતાના ફંડ માટેની કોઈ જવાબદેહી નથી. Electoral Bond જેને લીગલાઈઝ કરવામાં આવ્યા છે તે દ્વારા કોણ કેટલું ફંડ મેળવે છે તેમજ કોણ ફંડ આપે છે, તેની પારદર્શિતા રહેતી નથી. છતાં ઉપલબ્ધ વિગતો પ્રમાણે 2 વર્ષમાં રૂ. 2772 કરોડ રૂ.ના બોન્ડની રકમાંથી હાલના સત્તાપક્ષ બી.જે.પી.ને 95% રકમ મળી છે.

તમને આ પણ વાંચવું ગમશે

પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ સરકારના વિકાસના રથને ન અટકાવે તે માટે સરકાર દરેક પ્રકારનાં પગલાં ભરતી રહે છે. સ્વૈચ્છિક સંસ્થાને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે. માઇનીંગ, થર્મલ પાવર પ્લાન્ટ, અણુમથક વગેરે સામે લોકજાગૃતિનું કામ કરનાર સંસ્થાઓ પર જાતજાતની તપાસો આદરવામાં આવે છે. FCRA રદ કરવામાં આવે છે, સંસ્થાના બેંકોના ખાતામાંથી લેવડદેવડ બંધ કરાવી દેવામાં આવે છે. ગ્રીનપીસ સંસ્થા હિન્ડાલકો તેમજ એસ્સાર દ્વારા પાંચ લાખ વૃક્ષોનો ખાતમો બોલાવવાના મુદ્દે લોકજાગૃતિનું કામ કરતાં ગ્રીનપીસ સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ક્યારેક સંસ્થાઓ પર ધર્માંતરણનો આક્ષેપ મૂકવામાં આવે છે. તાજેતરમાં 6 ક્રિશ્ર્ચિયન સંસ્થાઓની FCRA મેળવવાની સગવડને બંધ કરી છે. આ સંસ્થાઓએ નારાજગી વ્યકત કરતાં કહ્યું છે – આર.એસ.એસ. પાસે FCRA ની સગવડ છે. વનવાસી પરિષદ કે આદિવાસી કલ્યાણ આશ્રમ માટે સરકાર માયાળુ વર્તન દાખવે છે. ક્રિશ્ર્ચિયન સંસ્થાઓ માત્ર ઇસાઇ લોકોમાં જ કામ કરે છે તેવું નથી. સામાજિક ક્ષેત્રે દલિતો, આદિવાસી, જમીનવિહોણા, ગરીબ લોકોના વિકાસ માટે પણ કામ કરે છે.

સામાન્ય રીતે જે હેતુ માટે ફંડ મેળવવામાં આવે છે તે હેતુમાં પૈસા વપરાતા હોય છે. શિક્ષણ માટે મેળવેલું ફંડ શિક્ષણમાં વપરાય છે. સરકારે Amnesty International India પર દબાણ વધારતાં સંસ્થાએ તેનું કામ બંધ કર્યું છે. 15 નવેમ્બર 2019ના રોજ સી.બી.આઈ.એ તેની બેંગ્લોર અને નવી દિલ્હીની ઑફિસ પર છાપો માર્યો હતો અને સંસ્થાએ પરદેશી ફંડના કાયદાનું ઉલ્લંઘ કર્યું છે તેવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ સંસ્થા દેશમાં માનવહક્કો પર થતા હુમલાઓની નોંધ લેતી હોય છે. સરકારના દબાણ તળે સંસ્થાએ ભારતમાં તેનું કામ બંધ કર્યું છે. સંસ્થા 1966થી ભારતમાં કામ કરતી હતી.

રાજુ રૂપપુરીઆ

સરકાર કે સત્તાપક્ષ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેમથી આવકાર આપતી નથી. દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારથી સ્વૈચ્છિક સંસ્થાઆનો અવાજ દબાવવાના વિવિધ રસ્તાઓમાં એક રસ્તો છે તેના ફંડને નિયંત્રિત કરવું. તેમાં છે એક વિદેશી ફંડ નિયમન અધિનિયમ, જે FCRA તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે FCRA – ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એન્ડમેન્ટ્સ એક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પર વધુ લગામ કસવાનો પ્રયત્ન થયો છે.

પરદેશી ફંડ મેળવતી સંસ્થાઓ પહેલાં 50% રકમ વહીવટી ખર્ચ માટે વાપરી શકતી હતી તે હવે માત્ર 20% રકમ જ વાપરી શકશે. તેમજ નવી દિલ્હીની એસ.બી.આઈ.બેંકની બ્રાંચમાં ખાતું ફરજિયાતપણે ખોલવું પડવાનું છે. ભારતમાં 93% FCRA દ્વારા ફંડ મેળવતી એન.જી.ઓ. સંસ્થા દિલ્હીની બહાર કામ કરે છે. FCRA વાળી મોટા ભાગની NGOs શિક્ષણ, હેલ્થ, વોટર ક્ધઝર્વેશન, પર્યાવરણ ક્ષેત્રે કામ કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

One thought on “વિદેશી ફંડ – સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનો અભિગમ

  1. આનંદ પટેલ ( વાહ NGO )

    FCRA વિષે નું વિવરણ આઘાતજનક….
    કેટલાક NGO નાં પાપે , સમાજોપયોગી પ્રવૃત્તિ ઓ કરનારી સંસ્થા ઓ , સરકાર ના આ તધલધી પગલે ગુંગળાઇ રહી છે.
    સમાજ પાસે થી મેળવી ને આર્થિક રીતે સધ્ધર થઇ પરદેશ માં વસેલા કેટલાય જણ નો ,સૌને એક લાકડી થી હાંકવા સરકારી બાલિશ હરકત થી , સમાજ નું ૠણ ચૂકવવા નો થનગનાટ શમાવી દે છે.
    સરકાર નું આ પગલું દાતા અને પ્રસંશનીય કામગીરી કરવા સમર્થ NGO માટે અત્યંત નીંદનીય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s