યુરોપના દેશોએ 19મી સદીમાં વિશ્ર્વના ઘણા બધા દેશોનું ખૂબ જ મોટા પાયે શોષણ કર્યું છે. યુરોપની જાહોજલાલી અન્ય દેશોની લૂૂંટના આધારે સર્જાઈ છે. 15મી સદીની શરૂઆતથી યુરોપ એમ જ માનતું હતું કે આફ્રિકાની કુદરતી સંપત્તિ તેમના માટે જ છે. અને તે ગમે તેમ કરીને લૂંટી લેવાની છે. વર્ષ 1870થી 1900ના ગાળામાં આફ્રિકાના મોટા ભાગના દેશો યુરોપ દ્વારા લૂંટાઈ ચૂક્યા હતા.
1972માં Walter Rodney નું પુસ્તક બહાર પડ્યું – How Europe Underdeveloped Africa .
આ પુસ્તકના આધારે ઋજ્ઞિક્ષિં કશક્ષય માં કોંગો (ઉછઈ) ની વ્યથા કથાની થોડી વાતો બેંગ્લોરના શિક્ષક વેંકટે કરી છે. પહેલા વિશ્ર્વયુદ્ધ પછી કોંગો, રવાંડા અને બુરુંડી બેલ્જીયમની સત્તા તળે આવ્યા. વર્ષ 1885થી 1908 સુધી કોંગોને બેલ્જીયમના ઊંશક્ષલ કયજ્ઞાજ્ઞહમ ઈંઈં ની ખાનગી સંપત્તિ માનવામાં આવી.
તે સમયે કોંગોની કુદરતી સંપત્તિમાં કોપર, સોનું, ડાયમંડ, રબર, કોબાલ્ટ મુખ્ય હતાં. કોંગો બેલ્જીયમ કરતાં 80 ગણું મોટું છે. King Leopold ll એ બેલ્જીયમની કોર્પોરેટ કંપનીને અમુક વિસ્તારો કુદરતી સંપત્તિ ભેગી કરવા સોંપી દીધા. કરાર એવો કર્યો કે 50 ટકા નફો રાજાને આપી દેવાનો.
19મી સદીના અંતમાં રબરની માંગ ખૂબ વધી હતી. કોંગોમાં રબરની વેલો (ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડિ ફ્લોરો)ના દારૂ (વાઈન)માંથી રબર બનાવવાની એક વૈકલ્પિક રીત વપરાતી હતી. આમાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી, તેમજ તે ખતરનાક પણ હતું. રાજાના લશ્કરે કોંગીજનોને ફરજિયાતપણે બંદૂકની બીક બતાવીને ચોક્કસ જથ્થામાં રબર બનાવી આપવા ફરજ પાડી હતી. જો આમાં આનાકાની કરવામાં આવે તો પુરુષો તેમજ સ્ત્રીઓનું લૈંગિક શોષણ કરવામાં આવતું હતું. તેમજ તેમને પણ મારી નાંખવામાં આવતાં હતાં. સૈનિકોએ બુલેટનો ઉપયોગ કોઈને મારવા માટે કર્યો છે, તેની સાબિતીરૂપે શરીરનું કોઈ અંગ કે માથું હાજર કરવું પડતું હતું. કોંગોવાસીની ખોપરી બેલ્જીયમના અમલદારો માટે એક ડેકોરેટીવ વસ્તુ મનાતી હતી.
રાજાએ પોતાની સત્તા છોડી ત્યારે આ ઘાતકી કૃત્યોની બધી સાબિતીઓ નષ્ટ કરી નાંખી હતી. વર્ષ 1885થી વર્ષ 1908 સુધીમાં મનાય છે કે 1 કરોડ કોંગોવાસીઓને મૉતને ઘાટ ઉતારવામાં આવ્યા હશે. રાજાની સત્તાનો અંત 1908માં આવ્યા પછી બેલ્જીયમ સરકારે પણ કોંગોનું શોષણ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. યુનાઈટેડ માઇન્સ નામની કંપનીના હાથમાં કોંગોની 70 ટકા અર્થસત્તા હતી. તેના તાબામાં કોપર, કોબાલ્ટ, યુરેનિયમ અને ઝીંકનો વ્યાપાર હતો. હિરોશીમા પર નંખાયેલ બોમ્બનું યુરેનિયમ કોંગોમાંથી મેળવવામાં આવ્યું હતું.
સમગ્ર પ્રજાને યુરોપીયન સત્તાધીશો દ્વારા ચાલતા માઈનીંગ કે અન્ય ધંધામાં જોડાઈને જ ભરણપોષણ કરવું પડે છે. ત્યાં ઊતરી આવેલા મિશનરીઓ તેમને નમ્ર બનવા તેમજ ઉદ્યમી બનવાનું શિક્ષણ આપતા રહે છે. યુરોપીયનો એવો દેખાવ કરતા રહે છે કે તેઓ ગરીબ દેશોના ઉદ્ધારકો છે.
બેલ્જીયમના બ્રશેલ્સમાં એક મ્યુઝિયમમાં તેઓ કોંગોનો કેવો ઉદ્ધાર કરી રહ્યા હતા તે દર્શાવવામાં આવ્યું હતું. એક મ્યુઝિયમમાં તો એક મોટી વાડની અંદર જીવતા કોંગોવાસીઓનું ગામડાનું જીવન દર્શાવવામાં આવ્યું હતું. યુરોપીયનો તે જોવા આવતા ત્યારે તેમાં ખાવાનું નાંખતા હતા ! ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું – Blacks are fed by the organizing committee. 1960માં સ્વતંત્ર કોંગોમાં ચૂંટણી દ્વારા Patrice Lumumba વડાપ્રધાન બન્યા. યુરોપ અને અમેરિકાને લાગ્યું કે હવે તેમના ધંધાપાણી પહેલાં જેવા નહીં ચાલે. 17 જાન્યુઆરી 1961માં 36 વર્ષના વડાપ્રધાનનું એક લશ્કરી અધિકારી દ્વારા ખૂન કરાવવામાં આવ્યું અને તે અધિકારી ખજ્ઞબીિું વડાપ્રધાન બની બેઠો. છેલ્લે 2002માં બેલ્જીયમ સરકારે 32.5 લાખ ડોલર કોંગોને લોકશાહી સત્તા મજબૂત કરવા આપ્યા.
અંગ્રેજોએ બિહાર ચંપારણમાં ગળી ઉગાડવા માટે ખેડૂતોનું શોષણ કર્યું. બેલ્જીયમે કોંગોવાસીઓનું ફરજિયાત રબર પેદા કરવા માટે શોષણ કર્યું. આવો કંઈક કલંકિત છે, યુરોપનો ઇતિહાસ.
– રાજુ રૂપપુરીઆ