સંગમાં રાજી રાજી !

અંધ અને મૂક-બધિર બાળકોની શાળા સાથે જ હતી, જેમાં હું અને માર્થા ભણતાં. મને ખબર હતી કે માર્થા જન્મથી અંધ છે છતાં હું એના પ્રેમમાં પડ્યો હતો. અમે બંને રિસેસના સમયે જ્યારે પણ એકલાં પડતાં ત્યારે એ મને બ્રેઈલ લિપિમાં લખીને પૂછતી, ‘તને હું કેમ ગમું છું?’ એની સાથે વાત કરી શકાય એટલા ખાતર જ …

Continue reading સંગમાં રાજી રાજી !

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્ર્નો, પ્રયાસો અને પડકારો

પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા "નમક મજદૂર આવાસ યોજના અમલમાં હતી. પણ તેમાં અગરિયાઓએ પોતાનું ગામ છોડી એક કોલોનીમાં રહેવા આવવાનું તેવી શરત હતી, જે શક્ય ન હતું. કારણ અગરિયા સમુદાય 4 માસ માટે પોત-પોતાના ગામમાં વસે છે. તેમને ત્યાં ઘર બાંધવા ટેકો મળે તો જ ઉપયોગી થાય. આ યોજના ખાસ સફળ ન થઈ. રણમાં અગરિયાના આવાસ માટે કોઈ યોજના નથી. અગરિયા જાતે ઝૂંપડું ઊભું કરે છે. થોડાં વર્ષો પહેલાં સરકારના ટેકાથી સંસ્થા દ્વારા ડોમ, ચોરસ એવા અલગ અલગ પ્રકારના મકાનના ઢાંચા અંગે પ્રયોગ થયો હતો. પણ પછી સરકારે આગળ કશું વિચાર્યું નહીં. આ વિષયમાં નિષ્ણાતોએ આગળ આવી રણને માફક એવાં ઘર, અને સંડાસ માટેની ડિઝાઈન કરવી પડે, તો સરકાર તેનો અમલ કરશે.

દિવ્ય શક્તિ માતાજી : ‘આપણે તો શાશ્વતીમાં જીવીએ છીએ’

શ્રી માતાજી અને શ્રી અરવિંદનું મોટાભાગનું લખાણ અંગ્રેજી ભાષામાં છે. જ્યારે તેમના લખાણો અન્ય ભાષામાં અનુવાદ કરવાનાં હોય ત્યારે માત્ર બે ભાષા જાણવાથી કામ ચાલતું નથી. તેમના દર્શનને સમજવા માટે લેખકે પોતાની ચેતનામાં એક નવી દિશા તરફનો ઉઘાડ પણ કરવો પડે છે. એક યોગીના શબ્દને સમજવા માટે તેમાં રહેલા વ્યાપક સત્યની ઝલક પામવા માટે એક આરોહણ કરવું પડે. ક્યારેક તો એમ લાગે કે લેખક અનુવાદકથી આગળ વધીને રૂપાંતર પામેલી ચેતના બની જાય છે.

ન્યાયતંત્ર પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવી રહ્યું છે ?

સ્વતંત્ર ન્યાયતંત્ર લોકશાહીનો આધારસ્તંભ છે. તે સરકાર સહિત રાષ્ટ્રના કોઈપણ તંત્રને તેની બંધારણીય મર્યાદા ઓળંગતાં અટકાવે છે. બંધારણ અર્થઘટન અને બંધારણ રક્ષક તેમ જ વાલી તરીકેની તે ભૂમિકા અદા કરે છે.

‘ઇકો સેન્સિટિવ ઝોન’નો વિકાસ કે વિનાશ ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્ય વિસ્તારમાં ’ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામાને ધ્યાનમાં લઈને સરકારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્ર્વર તાલુકાનાં 12 ગામોની તમામ જમીનો એટલે કે ખાતેદારની જમીન,ગામનું ગોચર - જંગલ- જંગલ ગોચર-પડતર-ખરાબા વગેરેની તમામ જમીનોના સર્વે નંબરોમાં હક્ક ફેરફારની પાકી નોંધ તા:21-12-2020ના રોજ પાડી દીધી.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં – ભાગ 16

વિનોબાજીએ 28-4-1952ના રોજ દેશવાસીઓને અપીલ કરતી નોંધ લખી હતી જે 17-5-52માં હરિજનબંધુમાં પ્રગટ થઈ હતી. વિનોબાજી લખે છે - ગાંધીજીના નિર્વાણ પછી અહિંસાના પ્રવેશને માટે હું રસ્તો ખોળી રહ્યો હતો. મેઓ મુસલમાનોને વસાવવાનો સવાલ આ જ વિચારથી મેં હાથમાં લીધો હતો. તેમાં થોડો અનુભવ મળ્યો. તે જ આધાર પર મેં તેલંગણામાં જવાનું સાહસ કર્યું. ત્યાં મને ભૂદાનયજ્ઞના રૂપમાં અહિંસાનો આવિર્ભાવ થયેલો જોવા મળ્યો.

કિસાન-મોદીજી સંવાદ

(ખેડૂતોના સવાલો પર કાલ્પનિક મોદી-ખેડૂત સંવાદ. ખેડૂત મોદીજીને મળીને આ બધું પૂછવા માગે છે...) તમે પણ આ સંવાદમાં જોડાવ.....

કિસાન આંદોલન : દેશની કાયાપલટ કરવાનું પ્રથમ પગલું

આ લેખ લખું છું ત્યારે આજે છે - કિસાન દિવસ. એક વખતના વડાપ્રધાન તેમજ કિસાન નેતા ચૌધરી ચરણશિંગનો જન્મદિવસ 23 ડિસેમ્બર 1902, 29મે 1987ના રોજ તેમની પુણ્યતિથિ. અન્નદાતાની અસ્મિતાને ઓળખીને સન્માન આપવાનો આજે દિવસ છે. દેશમાં ચાલતા કિસાન આંદોલનનો આજે 28મો દિવસ છે. આંદોલન દરમ્યાન 40 ઉપરાંત કિસાનો મૃત્યુ પામ્યા છે, તેથી કિસાનો આજે શહીદ દિવસ ગણીને એક ટંકનું ભોજન છોડવાના છે. આંદોલનને ટેકો આપનારા પણ ભોજન છોડી રહ્યા છે.