વેનલીડો -સ્વરક્ષણની પ્રાથમિક તાલીમ

આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર અને હિંસા સર્વવ્યાપક બન્યાં છે. હવે બાળકો ઉપર જાતીય અત્યાચારોના કિસ્સાઓ પણ ખૂબ વધી રહ્યા છે કે પ્રકાશમાં આવી રહ્યા છે. આ પિતૃસત્તાક વ્યવસ્થામાં સ્ત્રીઓ પર થતા આવા અત્યાચારનાં કારણો અંગે નારીવાદી ચળવળ સક્રિય છે, જે ઘરેલુ તેમજ અન્ય હિંસા સામે અવાજ ઉઠાવવા પ્રયત્નો કરી રહી છે. સ્વરક્ષણ પણ આ અત્યાચારનો સામનો કરવાની એક નીવડેલી અસરકારક પદ્ધતિ છે.

વેનલીડો શું છે? (Wenlido અથવા  સ્ત્રી માટેનો શક્તિપથ)

વેનલીડો એટલે કે સદીઓથી ઘર કરી ગયેલ અબળાની મનોવૃત્તિ ખંખેરી પોતાની શક્તિ અને સામર્થ્યનો અર્થ પામવાનો આ પથદર્શક રસ્તો છે. અંગત સુરક્ષા અને સ્વરક્ષણની આ પદ્ધતિ નારીવાદી પરીપ્રેક્ષ્યમાં રચાયેલી છે અને સ્ત્રીઓની શારીરિક, માનસિક, ભાવનાત્મક સુરક્ષા પર ભાર મૂકે છે. આમાં ફક્ત શારીરિક ટેકનિક જ નહીં પણ માનસિકતા બદલીને સ્ત્રી પોતાની નબળી, શિકારની ભૂમિકાને બદલે પોતાનું સામર્થ્ય પારખી પોતાની જિંદગીના નિર્ણયો જાતે લઈ શકવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

સ્ત્રીઓ/છોકરીઓ ફકત પોતાનું સ્વરક્ષણ કરતા જ નહીં પરંતુ કોઈ મુશ્કેલભરી પરિસ્થિતિને અગમચેતીથી પારખી તેનો અસરકારક પ્રતિકાર પણ કરતાં શીખે છે. ફક્ત આંખ અને શરીરની ભાષા દ્વારા પોતાની સીમારેખા આંકવી, ના પાડતા શીખવું, ગમે તેવી મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો, કોઈ પણ આક્રમણનો અસરકારક પ્રતિકાર કરવો, શ્ર્વાસનો ઉપયોગ કરી આંતરિક તાકાત વધારવી વગેરે દ્વારા સ્ત્રી પોતાનું સામર્થ્ય પારખી સક્ષમ બની શકે, તેવો અહેસાસ તેને કરાવવાનો આ પ્રયત્ન છે.

તાલીમનું આયોજન

  • શૈશવ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સર્ટિફીકેટ ધરાવતી બહેનો દ્વારા આ તાલીમ આપવામાં આવશે.
  • આ તાલીમ ગ્રાસરૂટ પર કામ કરતી કોઈ બહેન, ગ્રામ્ય – શહેર વિસ્તારની કોઈપણ બહેન અને દીકરીઓથી માંડીને કોઈપણ સ્તરે કામ કરતી કોઈપણ બહેન અને દીકરીઓ માટે ઉપયોગી છે.

વધુ વિગતો માટે તેમજ તાલીમમાં જોડાવા સંપર્ક :

પારુલ – ફાલ્ગુન, શૈશવ સંસ્થા,

બ્લોક નં-3, બી વિંગ, સરદાર પટેલ શોપીંગ સેન્ટર,

સરદારનગર, ભાવનગર ફોન નં : 7016561228

નીચેની File ડાઉનલોડ કરીને વિગતો મેળવી શકો છો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s