સર્વોદય સેવક : શ્રી છગનભાઈ શાહ

શ્રી છગનભાઈ શાહનો જન્મ નવસારી તાલુકાના અષ્ટ ગામે તા. 8-7-1921ના રોજ થયો હતો. મૂળ નામ ડાહ્યાભાઈ, પણ છગનભાઈ નામ લોકજીભે બોલાતું રહ્યું. કૉલેજશિક્ષણ કાળમાં 1942ની ‘ક્વિટ ઇન્ડિયા – ભારત છોડો’ આંદોલનમાં મિત્રો સાથે ઝંપલાવ્યું હતું ને છ માસ કારાવાસ ભોગવ્યો હતો.

ગુજરાતમાં 19થી 21 ફેબ્રુઆરી 1938માં હરિપુરા કૉંગ્રેસ સંમેલન મળ્યું હતું ત્યારે સ્વયંસેવક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ લોકહિતનાં કામોમાં લાગેલા રહ્યા. આઝાદી પછી નવસારી પાસે આવેલા ખડસુપા ગામની શ્રી એમ.એન.વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવા આપી. નવસારીની સહકારી મંડળીમાં પણ સેવા આપી. વર્ષ 1952માં ઝામ્બિયા ગયા. ત્યાં બે દાયકા સુધી બાંધકામક્ષેત્રે કામ કર્યું. હાર્ડવેરનો ધંધો કર્યો. ત્યારબાદ ભારત આવી સર્વોદયની પ્રવૃત્તિમાં જોડાયા. તેમણે ‘નવસારી અખિલ હિંદ મહિલા પરિષદ’ સંચાલિત હાઈસ્કૂલ માટે એકાવન લાખ રૂ.ના માતબર દાન ઉપરાંત ધરમપુર તેમજ ઉમરગામના આદિવાસી વિસ્તારમાં આંખની હોસ્પિટલ માટે પણ દાન આપ્યું.

છગનભાઈએ પોતાના દિલની વાત કરતાં આઝાદી સુવર્ણ જયંતી પ્રસંગે કહ્યું હતું, “આઝાદી મળી પણ હજુ આબાદી મળી નથી. રાજકારણમાં જાહેર મૂલ્ય નિષ્ઠા, પ્રામાણિકતા, નૈતિકતાનો છેદ ઊડી ગયો છે, તે જાણી દુ:ખની લાગણી અનુભવતા હતા.

8 જુલાઈ 2020ના રોજ 99 વર્ષ પૂરાં કરી 100 વર્ષમાં પ્રવેશ કરનાર છગનભાઈ ઝામ્બિયામાં 9 જુલાઈ 2020ના રોજ આ નશ્ર્વરદેહ છોડી અનંતની યાત્રાએ ઊપડી ગયા.

(વધુ વિગતો માટે સંપર્ક શશીકાંત શાહ મો.: 9426779393)

ચીકુવાડી, આશાબાગ, નવસારી    

– ઠાકોરભાઈ જી. નાયક


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s