ભૂમિપુત્રના વાચકોને યાદ હશે જ કે વર્ષ ૨૦૧૯માં વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભે આપણે ભૂમિપુત્રનો વિશેષાંક કર્યો હતો. અંકનો ઉદ્દેશ પ્લાસ્ટિક અંગેની સમજ કેળવીને તેના વિકલ્પો અને આપણી જીવન શૈલી અંગે વિચાર કરતાં થવાનો અને પોતાને તેમજ વ્યવસ્થા સામે પ્રશ્ન પુછવાનો હતો. વિશેષાંકનું થીમ હતું :’પ્લાસ્ટિક પ્રદૂષણને નાથીએ’. આ અંકની પ્રતો સમાપ્ત થઇ ત્યારથી જ પ્લાસ્ટિક અંગે સામાન્ય સમજ આપતું અને વિકલ્પો અંગે દિશા સૂચન કરતાં એક પુસ્તકનું પ્રકાશન થવું જોઈએ એવા સૂચનો પણ આવ્યાં. ઘણા સમય બાદ….
ભૂમિપુત્ર અને યજ્ઞ પ્રકાશન દ્વારા પ્લાસ્ટિકના જોખમ અને વિકલ્પો અંગે જાણકારી આપતું પુસ્તક “પ્લાસ્ટિક: એક જોખમી પ્રેમ” તૈયાર કરવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પુસ્તક વિમોચનનો પ્રત્યક્ષ કાર્યક્રમ તો શક્ય ન બને પરંતુ Online વિમોચન કાર્યક્રમ ૨૭મી માર્ચના રોજ યોજાશે.

વક્તા : આશિષ કોઠારીનો ટૂંક પરિચય

અશિષ કોઠારી કલ્પવૃક્ષ પર્યાવરણ સમુહના સંસ્થાપક સદસ્યોમાંના એક છે. તેઓ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનમાં ભણાવી ચુકયા છે. તેમણે વિવિધ આંદોલનમાં ભાગ લીધો છે. ખાસ કરીને પર્યાવરણ અને કુદરતી સંસાધનો પર સીધી રીતે નભતા સમુદાયોના અધિકારો માટે પ્રયત્નશીલ રહે છે. વર્તમાનમાં તેઓ વિકલ્પ સંગમનું સંચાલન કરી રહ્યા છે.
તેમણે અંદાજે ૩૦ પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે અને એમના ૩૦૦થી વધુ લેખો પ્રકાશિત થયા છે.
વધુ જાણવા માટે તેમની વેબ્સાઈ પર જશો : https://vikalpsangam.org/
વ્યાખ્યાનનો વિષય અને વિગતો
વિષય : ‘પ્લાસ્ટિકમય માનવ વિશ્વ : વિકલ્પ શું છે ?’ (વ્યાખ્યાન હિન્દીમાં થશે.)
વકતા: આશિષ કોઠારી, કલ્પવૃક્ષ, પૂના
સમય : 27 માર્ચ, સાંજે 5 કલાકે
આ વ્યાખ્યાન online zoom મિટિંગ દ્વારા થશે. તેમાં નીચેની link દ્વારા જોડાવવાનું રહેશે.
અથવા
આપની પાસે Zoom એપ હોય તો મિટિંગ આઈ.ડી અને પાસવર્ડ દ્વારા આપ જોડાઈ શકો છો.
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86267076770?pwd=N0c3QkcvUGNRZzF4aUdGL0lqcHNGZz09
Meeting ID: 862 6707 6770
Passcode: 995218
વ્યાખ્યાનમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવો.
અમે આપને કાર્યક્રમ પહેલાં આપને મેસેજ અને Email દ્વારા રિમાન્ડર મોકલીએ તેવું આપ ઈચ્છો છો….
નીચે વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવશો.
પુસ્તક પર વિશેષ વળતર મેળવો
પ્લાસ્ટિકના આ પુસ્તકની કિમત ૫૦ રૂ છે. પરંતુ માર્યાદિત સમય માટે વિશેષ યોજના હેઠળ 10 પુસ્તકો ખરીદનારને ૫૦% વળતર મળશે. એટલે કે 500 રૂને બદલે ૨૫૦રૂમાં દસ પુસ્તકો મળશે.(વહેલાં તે પહેલાના ધોરણે)
આ માટે ભૂમિપુત્ર કાર્યાલયનો સંપર્ક કરશો. અથવા નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકાય.
