16-june-2021-bhoomiputraDownload
Month: June 2021

મારા ભાઈ ઇન્દુભાઈ
‘નયામાર્ગ’ પછી પણ એમની પાસે પુષ્કળ કામ હતાં. ખેત વિકાસ પરિષદ, આશ્રમશાળાઓ, કેટલીક સંસ્થાઓનાં કામ તો કરવાનાં જ હતાં. લેખન પણ કરી શક્યા હોત. પરંતુ વાઇરસ કોરોનાની ઝપટમાં આવી ગયા અને આપણે આપણા યુગના વિરલ પત્રકાર, કર્મશીલ, લેખક, જનસેવક ગુમાવી બેઠા.

સમતોલ અને ગૌરવપૂર્ણ જીવનનો આનાથી અદકો દાખલો મળે ત્યારે ખરો!
ઇન્દુભાઈની ઓળખ માટે તેમની ઘણી નજીક જવું પડે તેમ હતું. અડધી અડધી ચા પીતા-પીતા મિત્ર બની જાય તેવા તે ન હતા. ચાના ઘૂંટ વગર પણ, સાહિર, કતીલ, મીર કે ગાલિબના શેર ઉપર કે પછી બેગમ અખ્તર કે રૂના લૈલાની ગઝલ ઉપર તેમનું દિલ ખૂલી જતું. એમનો પોતાનો કંઠ સારો હતો, સૂરીલો હતો; અને ગીત-ગઝલના કલાપારખુ હતા. કંઈક સારું જણાય તો શેર કરતા અને તેમના આવા ‘શેર’ માટે ઇંતેજારી રહેતી.

સામાજિક ન્યાયના આજીવન ઝંડાધારી જાનીભાઈની વિદાય
જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.

ઇન્દુકુમાર જાની – જીવનક્રમ
ઇન્દુકુમાર જાની - જીવનક્રમ

ઇન્દુભાઈ નવા વિચારો, નવા પ્રયોગોને આવકારવા હરદમ તત્પર રહેતા
ઇન્દુભાઈની સાથે, છેલ્લા પાંચ દાયકાના લોક-સંઘર્ષના ઘણા બનાવો અને કર્મશીલ વ્યક્તિઓની યાદ સ્મૃતિપટ પર આવે છે. મેં ઇન્દુભાઈને અને ‘નયામાર્ગ’ને એકબીજાના પર્યાય તરીકે, વંચિતોના અવાજમાં જોયા છે. તેઓ સિત્તેરના દાયકામાં બૅન્કની નોકરી છોડી ઝીણાભાઈ દરજી સાથે જાહેર જીવનમાં સક્રિય થયા, ત્યારે.....

લખાણો અને વિચારોમાં તેજતર્રાર, છતાં અતિસંવેદનશીલ અને કોમળ : ઇન્દુભાઈ જાની
જ્યારે મારે સનત મહેતા સાથે ૧૯૯૦ પછી નિકટથી કામ કરવાનો મોકો ઊભો થયો, ત્યારબાદ તેમને કારણે ઇન્દુભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ જાણ્યા વગર મેં તેમના વિશે બાંધેલા પૂર્વગ્રહ અંગે પાછળથી મનોમન ખાસ્સો એવો પસ્તાવો થયેલો. લખાણોમાં અને વિચારોમાં તેજોતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ મને કંઈક જુદી જ વ્યક્તિ લાગ્યા. તે પછી તો અમારી દોસ્તી ઠીક ઠીક જામી.

વિધિવત્ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં!
ઇન્દુભાઈ જાની અને ‘નયામાર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે, તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એય સ્પષ્ટ થશે.

ઇન્દુભાઈએ હંમેશાં ગરીબો અને શોષિતોની પડખે જ ઊભા રહેવાનું પસંદ કરેલું
અમે, મિત્રો અને સાથીદારો, સ્નેહથી તેમને ‘ઇન્દુભાઈ’ કહીને જ બોલાવતા. સામાજિક ક્ષેત્રે કર્મશીલોની ભૂમિ હવે સંકોચાઈ રહી છે અને ઇન્દુભાઈના નિધનથી આ ખોટ વધી છે. ૭૭ વર્ષની એમની જિંદગીમાંથી એમનાં લખાણ, વક્તવ્ય, રજૂઆત અને કાર્યક્રમો દ્વારા ૪૧ વર્ષ જેટલો લાંબો સમય તેમણે ગરીબો-શોષિતોની વેદનાને વાચા આપવામાં વીતાવ્યો.

મિત્ર, શિક્ષક અને લોક-આંદોલનોના સાથીદાર ઇન્દુકુમાર જાની
જે વ્યક્તિ અને વ્યક્તિત્વનું આપણે સન્માન કરતાં હોઈએ, જે અનુભવ અને ઉંમરમાં આપણાથી સિનિયર હોય તેમને મિત્ર કહેવાય કે નહિ! ખબર નથી, પણ ઇન્દુભાઈને હું મારા વડીલમિત્ર માનું છું.