વહાલસોયું સ્મિત એમની ઓળખ હતી

અન્યો માટે ઇન્દુકુમાર જાની, કે ઇન્દુભાઈ સાહેબ, મોટા ભાઈ કે મારી મોટીબહેન સોનલ કહે છે તેમ મોટા પપ્પા, પણ મારા માટે માત્ર મારા વહાલા ઇન્દુકાકા! કાયમ ખાદીનો કુરતો અને સફેદ લેંઘો, અને ચહેરા પર સદાય એક લાગણીભર્યું સ્મિત. એમનું એ સ્મિત જોઈને જ એમ લાગે કે, “બધું બરોબર થઈ જશે… ગમે એટલી તકલીફ હોય પણ એમનું એ વહાલસોયું સ્મિત એમની ઓળખાણ હતી.

હું નાનપણથી ઇન્ડિયાની બહાર હતી એટલે બહુ વાત નહોતી થતી. પરંતુ સમયાંતરે જ્યારે પણ વાત થાય ત્યારે લગાવ, આદર અને પ્રેમ પણ ઓછો નહોતો. મારાં રંજનકાકીનો સ્વભાવ શાંત, સરળ, પણ સ્વચ્છતા અને શિસ્તનાં આગ્રહી. પણ કાકા જોડે બધું ચાલે. મસ્તી-તોફાન અને ફળિયામાં હીંચકે બેસીને ગમ્મત કરતા. આજે પણ સ્કૂટર ઉપર કાકી અને કાકાની વચ્ચે અનુજ બેઠો હોય તેવું ચિત્ર યાદ આવે છે.

મોટાં થયા પછી મેં જાનીકુટુંબનો વાંચનનો વારસો સાચવી રાખ્યો છે. જ્યારે હું હોલિડેઝમાં ઇન્ડિયા આવતી ત્યારે ઇંદુકાકા પાસેથી સારાં સારાં પુસ્તકો લઈ આવતી. ખાસ તો મારા, હસબન્ડને લીધે ઇન્ડિયાની પોલિટિકલ સિચ્યુએશનથી હું કાકા દ્વારા બહુ બધું જાણું. કાકાને કારણે મારા રાજકીય વિચારો પણ કાકાની જેમ સ્પષ્ટ, અને ખોટી તરફેણ વિનાના રહ્યા છે.

લગભગ બે મહિના પહેલાં ઇન્ડિયામાં કિસાન આંદોલન જોર-શોરમાં ચાલુ હતું ત્યારે સાચી પરિસ્થિતિ જાણવા માટે બપોરના સમયે કાકાને ફોન કર્યો. એમના અવાજ પરથી જણાયું કે તેઓ આરામ કરતા હતા, મેં કહ્યું કે પછી ફોન કરું તો કહે કે બેટા, મને કોઈ પણ સોશ્યલ મેટર માટે ગમે ત્યારે વાત કરવી ગમે.

છેલ્લે વાત થઈ ત્યારે ગુજરાતમાં કોવિડના વધતા જતા કેસ માટે, તેઓ અફસોસ કરીને કહેતા કે, આ ઇલેક્શનની રેલીમાં કોઈ જ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, કે નથી કોઈ માસ્ક પહેરતા, જો આ રેલીઓ ન થઈ હોત તો સિચ્યુએશન આટલી ખરાબ ન હોત… મને ક્યાં ખબર હતી કે, આ જ કારણ એમને પણ ભરખી જશે!  મારા વહાલા ઇન્દુકાકા ! કોઈને પણ તકલીફ આપ્યા વિના જતા રહ્યા. મારા માટે આ વાક્યને લખવું અને માનવું પણ ખૂબ મુશ્કેલ છે…

– ઉષ્મા મામગેન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s