પેગાસસ શું છે ?

પેગાસસ એક એવું સૉફ્ટવેર(કમ્પ્યૂટર પ્રોગ્રામ) છે, જેના દ્વારા લોકો મોબાઈલ ફોનમાં તેમજ વિવિધ એપ્લીકેશન શું કરે છે તે વ્યક્તિની મરજી વિરુદ્ધ તેમજ ગુપ્ત રીતે જાણી શકાય છે. જેનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિ વિષે વિગતો જાણીને કાવતરા ટાળવાનો છે. પરંતુ વિશ્વભરની સરકારો, સરકાર વિરુદ્ધ લખતા પત્રકારો, લેખકો તેમજ કર્મશીલો પર ગુપ્ત રીતે નજર રાખવા આ પ્રકારના સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે. જે વ્યક્તિના મૌલિક અધિકારનું ઉલંઘન કરતાં હોવાથી ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. વળી સરકાર આ બધુ છૂપી રીતે કરે છે. ભારતમાં કેટલાક કર્મશીલો-પત્રકારો પર આ પ્રકારના સૉફ્ટવેર દ્વારા નજર રાખવામા આવ્યાની વાત પ્રથમ વર્ષ 2019માં બહાર આવેલી. હાલમાં જેમના પર નજર રાખવામા આવી અથવા જેમના નામ સૂચવાયા હતા, તેમાં અન્ય પત્રકારો-વિપક્ષી નેતાઓ અને સરકારના મંત્રીઓના નામ પર બહાર આવ્યા છે. તેથી હોબાળો થયો છે. આ પેગાસસ શું છે? તે અંગે વધુ જાણીએ….સૌ પ્રથમ વખત ૨૦૧૯માં ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર સીમા ચિશ્તી દ્વારા આ અંગે સમજ આપતા લેખો થયા હતાં. તેનો સંકલિત સાર અહી રજૂ કરીએ છીએ.

– સંપાદક

આજ કાલ આપણે સૌ વોટ્સએપનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. વોટ્સએપ ફેસબુકની માલિકીનું એક પ્લેટફોર્મ છે. ગયા દિવસોમાં વોટ્સએપ દ્વારા એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, ભારતમાં પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને તેમની ફોનની ગતિવિધિ, સંદેશા આપ લે પર દેખરેખ રાખવાનું ચાલતું હતું.

એટલે કે વ્યક્તિઓની જાણ બહાર ગુમ રીતે તેઓ શું વાત કરે છે, કોની સાથે વાત કરે છે તે તેમજ ફોનમાંની તેમની અંગત માહિતી વોટ્સએપ દ્વારા કોઈ સુધી પહોંચતી હતી. આ વ્યવસ્થા ઈઝરાયલની સંસ્થા દ્વારા બનાવાઈ છે, જે પેગાસસ નામે જાણીતું છે.

આ ખુલાસો સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.એ.ની ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદમા સંદર્ભે થયેલો છે. જેમાં વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસએઓ ગ્રૂપે પેગાસસ દ્રારા આશરે ૧,૪૦૦ વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે.

પરંતુ વોટ્સએપે ભારતમાં કઈ વ્યક્તિઓની દેખરેખ રાખવા આ પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ છે તે લોકોની ઓળખ અને ચોક્કસ નંબર જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, “વોટ્સએપના ધ્યાનમાં છે કે કયા લોકોની માહિતી લેવામાં આવી છે અને તે દરેક સાથે વોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે.’

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, “ભારતીય પત્રકારો અને માનવાધિકાર કાર્યકરો કે જેમનું સર્વેલન્સ(જાણ વિના માહિતીની ચોરી અને ફોનની પ્રવૃત્તિની વિગતો મેળવવી) કરવામાં આવ્યું તેમની ઓળખ અને સચોટ સંખ્યા જાહેર કરી શકતો નથી, પણ એટલું તો કહી શકું છું કે તે કોઈ મોટી સંખ્યા નથી.”

જાણવા મળ્યું છે કે ભારતમાં ઓછામાં ઓછા ચોવીસ જેટલા શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને પત્રકારોનો સંપર્ક કરીને વોટ્સએપ દ્રારા તેમને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણીમાં કહેવાયું છે કે તેમના ફોન મે ૨૦૧૯માં બે સપ્તાહ સુધી અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા.(એટલે કે ફોનમાં તેમના દ્વારા કરવામાં આવતી દરેક પ્રવૃત્તિની જાણ કોઈ ત્રીજી વ્યક્તિને થતી હતી.)

પેગાસસ પદ્ધતિ શું છે?

જે-તે વ્યક્તિના ફોનની વિગતો જાણવા (મોનિટર કરવા) માટે, પેગાસસ ઓપરેટર દ્વારા ખાસ ‘લીન્ક’ બનાવવામાં આવે છે. જેને પસંદ કરવા માટે જે-તે વ્યક્તિને મોકલવામાં આવે છે. એ વ્યક્તિ તેને ક્લિક કરે અથવા તેને ખોલે ત્યારથી આ ખાનગી ઓપરેટર તે ફોનની અંદરપ્રવેશી શકે. સુરક્ષા સુવિધાઓ સુધી પણ આ પહોંચી શકે છે.

વપરાશકર્તાની જાણકારી અથવા પરવાનગી વિના પેગાસસ ફોનમાં દાખલ થઈને જોડાણ સ્થાપિત કરે છે. એક વાર તે ફોનમાં દાખલ થાય અને પેગાસસ ઇન્સ્ટોલ થઈ જાય, પછી તે ઓપરેટર આદેશો મેળવવા અને ચલાવવા સર્વર્સનો સંપર્ક કરવાનું શરૂ કરે છે.(એટલે કે ત્રીજી વ્યક્તિ/મશીન જ્યાં દૂર રહેલું છે તેનું જોડાણ આપણા ફોન સાથે થાય છે.)

પાસવડર્સ, સંપર્કો , કેલેન્ડર ઇવેન્ટ્સ, ટેક્સ્ટ સંદેશાઓ અને લાઇવ વીડિયો અને સામાન્ય કોલ સહિત વ્યક્તિનો અંગત ડેટા પણ તે મેળવી શકે છે. ઓપરેટર (દૂર રહેલી વ્યક્તિ કે મશીન) આપણા ફોનની આસપાસની પ્રવૃત્તિ કેપ્ચર કરવા માટે ફોનનો કેમેરો અને માઇક્રોફોન પણ ચાલુ કરી શકે છે.

નવી પ્રણાલી મુજબ પેગાસસને દાખલ થવા માટે લિન્કની પણ જરૂર રહેતી નથી. વોટ્સએપ પર એક વિડિઓ કોલ કે જે વ્યક્તિ ન ઉપાડે તો પણ પેગાસસ ફોનમાં દાખલ થઈ ફોન ખોલવામાં સક્ષમ થઈ શકશે.

ઈઝરાયલના એનએસએઓ ગ્રુપ અને ક્યૂ સાયબર ટેકનોલોજીઓ સામેના મુકદમામાં, વોટ્સએપએ આરોપ લગાવ્યો છે કે કંપનીઓએ યુએસ અને કેલિફોર્નિયાના કાયદાઓ તેમજ વોટ્સએપ સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જે આ પ્રકારના દુરુપયોગને પ્રતિબંધિત કરે છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત એક મિસ કરેલા કોલ દ્વારા તેમણે વ્યક્તિઓના સ્માર્ટફોનમાં પ્રવેશ મેળવી લીધો.

આ અંગે અવાજ ઉઠાવતા લોકોનું માનવું છે કે આ હુમલા દ્વારા નાગરિક સમાજના ઓછામાં ઓછા ૧૦૦ સભ્યોને નિશાન બનાવ્યા છે. આ સંખ્યા વધી શકે છે કારણ કે વધુ પીડિત લોકો આગળ આવી રહ્યા છે.

ઈઝરાયલના એનએસઓ જૂથનો દાવો છે કે પેગાસસ ફ્ક્ત સરકારી એજન્સીઓને વેચવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારી પ્રોડક્ટ માત્ર તપાસ કરનારી અને કાયદેસરની સરકારી એજન્સીઓને જ પરવાના સાથે આપીએ છીએ.

આ સમગ્ર પ્રકરણ અંગે ભારતમાં ટિપ્પણીઓ માટે ગૃહ સચિવ એ.કે.ભક્લા અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના સચિવ એ.પી.સાવનીને કરેલ ઇમેઇલ્સ, ફોન કોલ્સ અને ટેક્સ્ટ સંદેશાઓના જવાબ તેમણે આપ્યા નથી. જે દર્શાવે છે કે આપણી સરકાર આ મુદ્દાઓને લઈને કેટલી ચિંતિત છે?!?!

સપ્ટેમ્બર ૨૦૧૮માં, કેનેડા સ્થિત સાયબર સિક્યુરિટી જૂથ સિટીઝન લેબે કહ્યું હતું : અમને ભારત સહિત ૪૫ દેશોમાં ૩૬ પેગાસસ ઓપરેટરોમાંથી એનએસઓ સાથે સંકળાયેલા ૩૩ પેગાસસ મળ્યાં છે.

૨૦૧૮ના આ અહેવાલમાં જૂન ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૮સુધી સક્રિય ભારતની કડી તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. અમે પાંચ ઓપરેટરો ઉપર વિશેષ ધ્યાન આપ્યું કે જે એશિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા  છે. એમાંનો એક ઓપરેટર ગંગા, રાજકીય વિચારધારા આધારિત ડોમેનનો ઉપયોગ કરે છે.

આ અંગે સિટીઝન લેબનો સંપર્ક અરબી માનવાધિકાર કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવ્યો હતો જેમને શંકા છે કે તેઓ સર્વેલન્સ હેઠળ છે. આકસ્મિક રીતે ઇસ્તાંબુલમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યા તેના દેશની કોન્સ્યુલેટમાં કરવામાં આવી. તેની હત્યા પાછળ આ પ્રકારના પેગાસસ સ્પાયવેરે ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું.

વોટ્સએપના સ્રોતોએ જણાવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર જતા- આવતા સંદેશાઓ એન્ક્રિપ્ટ થયેલ છે અને રક્ષિત છે. સમસ્યાત્યારે શરૂ થાય છે જ્યારે માલવેર ડિવાઇસની સાથે સમાધાન કરે છે,  જે તેને ગોપનીયતાના ભંગ માટે ખૂબ જ સંવેદનશીલ બનાવે છે, ઘણીવાર સ્વતંત્રતાઓને જોખમમાં મૂકે છે અને કેટલીક વાર વ્યક્તિનાં જીવન જોખમમાં મૂકે છે.

મે ૨૦૧૯ સુધી ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા તેમના ફોન હેક થવાની અને દેખરેખ હેઠળ રાખવામાં આવતી ચોવીસ વ્યક્તિઓએ જેમાં દેશના વકીલો, પત્રકારો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ ભારત સરકારને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને જવાબો માંગ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે, અજાણી એન્ટિટી દ્રારા આપણા બધા પર નજર રાખવામાં આવી છે અને આપણી અંગત વિગતો, વ્યક્તિગત વાતચીતો, નાણાંકીય લેવડદેવડ વગેરેની જાસૂસી ખૂબ જ ચિંતા પહોંચાડે તેવી છે. “આ અમારા ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે, અને તે ફક્ત અમારી સુરક્ષા જ નહીં, પરંતુ અમારા કુટુંબ, મિત્રો, સાથીઓ, માહિતીના સ્ત્રોત વગેરેના વિસ્તૃત નેટવર્કમાંના લોકો સાથે પણ સમાધાન (જોખમ સર્જે) કરે છે.”

“ખરેખર, આ પ્રકારની વ્યાપક દેખરેખ સમગ્ર સમાજને નિષ્ક્રિયતા તરફ લઈ જાય છે અને વિચારો અને અભિવ્યક્તિઓના મુક્ત આદાનપ્રદાનની આપણી લોકશાહી પરંપરાની વિરુદ્ધ છે,”’ તેઓએ ઉમેર્યું. “આ હુમલા અંગેની માહિતી જાહેર કરવા સરકારને અપીલ કરતા તેઓએ કહ્યું કે “ભારતીય કરદાતાના કરોડો રૂપિયા માહિતી ટેકનોલોજીના વિશાળ માળખાગત ખર્ચ માટે જરૂરી સાયબર સર્વેલન્સ પાછળ ખર્ચવામાં આવ્યા છે કે કેમ તે લોકોની ચિંતાનો વિષય છે.”

આ જૂથે સરકાર પાસે જવાબ માંગ્યો કે શું તે તેનાં મંત્રાલયો અથવા એનએસઓ જૂથ સાથેના કોઈ રાજ્ય સરકાર વચ્ચેના કરાર અંગે જાણે છે ? “જો એમ હોય તો, આવા કરારની વિગતો, તેના કુલ મૂલ્ય અને કરાર કરનારી એજન્સીઓ સહિતની વિગતો જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવવી જોઈએ, જેમાં તેમના કામના દુરુપયોગને રોકવા માટે શું કામગીરી કરવામાં આવે છે અને દેખરેખની માહિતીની વિગતો જણાવવી જોઈએ.’”’

સહી કરનારાઓએ સરકારને એ જણાવવાનું પણ કહ્યું છે કે,“આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ? કોઈ કાયદાનો ભંગ થાય છે ? ખરેખર, ભારત સરકારને આવી સર્વેલન્સની કોઈ માહિતી ન હોય, તો તે બાબત ગંભીર છે. લોકોને આ સાયબર-એટેક પાછળના ગુનેગારોને ઓળખવા માટે અને આપણા ટેલિકમ્યુનિકેશન ચેનલોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતાં તમામ પગલાઓની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવા હુમલાને અટકાવી શકાય.”

આ ઉપરાંત પેગાસસના ઉત્પાદન અને વેચાણ સામેની લડત પણ ચાલુ છે. ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસના વેચાણને નિયંત્રિત કરવાના નિયમો, ઓપરેટરો દ્વારા કથિત રીતે ઘણા દેશોમાં દેખરેખ માટે વોટ્સએપ વપરાશકર્તાઓના ફોનને શિકાર બનાવવા માટે વપરાય છે, તે અંગે તેલ અવીવમાં કાનૂની યુદ્ધ ચાલુ છે. નવેમ્બર માસમાં, ઇંઝરાઇલની રાજધાનીની એક જિલ્લા અદાલત પેગાસસ-ડેવલપર એનએસઓ જૂથના નિકાસ  લાઇસન્સને રદ કરવાની કેમ જરૂર છે તેના પર દલીલો સાંભળશે.

રજૂઆત : પાર્થ ત્રિવેદી

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાંના સીમા ચિશ્તીના લેખોને આધારે. (સમયગાળો ઑક્ટોબર-નવેમ્બર ૨૦૧૯ આસપાસનો છે. )

વધુ જાણકારી માટે

https://indianexpress.com/article/explained/pegasus-whatsapp-spyware-israel-india-7410890/

पेगासस हमला: एल्गार परिषद मामले में पहले से बिछाया गया था स्पायवेयर निगरानी का जाल

फॉरेंसिक टेस्ट में हुई पेगासस द्वारा जासूसी की पुष्टि, निशाने पर थे कई भारतीय पत्रकार

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s