
પુસ્તક – કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર
સ્નેહીશ્રી, યજ્ઞ પ્રકાશન દ્વારા ટૂંક સમયમાં ઉપરોક્ત પુસ્તક પ્રગટ થશે. ડેમી સાઈઝનું આ પુસ્તક આશરે ૫૦૦ પાનાનું થશે. જેમાં ૭૫ જેટલા લેખ હશે. તેમાં મહામારીઓનો થોડો ઇતિહાસ; કોરોના મહામારીનું આરોગ્ય-વિજ્ઞાન કોરોના મહામારીની આર્થિક, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અસર તેમજ દેશના શ્રમિક વર્ગ, દલિતો, બાળકો, મહિલાઓ તેમજ ગ્રામજનો પર અસર; કોરોના મહામારી અને સરકાર તેમજ સમાજની જવાબદેહી; કોરોના મહામારી અને પર્યાવરણ, પબ્લિક હેલ્થ; કોરોના મહામારી અંગેનાં અન્ય પુસ્તકોનો પરિચય તેમજ અન્ય લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ છ મહિનાથી આ પુસ્તક અંગે કામ ચાલી રહ્યું છે. મહામારી દરમ્યાન આવશ્યક રાહત કામો જરૂરી હતાં કોરોનાકાળ દરમ્યાન વ્યક્તિગત, સમૂહગત તેમજ સંસ્થાગત સ્તરેથી સૌએ પોતાનાથી શક્ય એવી અને એટલી મદદ કરી. આ મદદ આર્થિક રૂપે, દવા તેમજ સાધન સહાય રૂપે કે અનાજ, ટિફીન તેમજ પાયાની જરૂરિયાત પૂરી પાડીને તો કેટલાકે લોકડાઉનમાં ફસાયેલ પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચાડવામાં મદદરૂપ થઈને - આમ વિવિધ રીતે પૂરી પાડી. આ ઉપરાંત સરકારી અને બિનસરકારી ક્ષેત્રના વહીવટી અને વ્યવસ્થાતંત્ર તેમજ ખાસ કરીને આરોગ્યક્ષેત્રમાં કાર્યરત લોકોએ આ કપરાકાળમાં ઘણી વાર તો પોતાના જીવના જોખમે પણ અદ્ભુત કામગીરી કરી. હવે જરૂર છે, બોધપાઠ ગ્રહણ કરવાની - લોકશિક્ષણ ફેલાવવાની આફતની અસરો સામે સમાજને ટકાવવા માટે આ અવશ્ય જરૂરી કામ હતું. તે જ પ્રમાણે મહામારીને સમજવાનું અને ભવિષ્યમાં મહામારીને સર્વક્ષેત્રે પહોંચી વળવા માટે વ્યાપક લોકશિક્ષણ પણ જરૂરી છે. વર્તમાનમાં થયેલી ભૂલોમાંથી શીખીને આવી કોઈપણ મહામારીને કેમ પહોંચી શકાય તે પણ જાણવું જરૂરી છે. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તક ‘કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર’ તેમાં કંઈક અંશે ઉપયોગી નિવડશે.
- પુસ્તક રાહત દરે આપવાની યોજના
આ પુસ્તક વધુમાં વધુ લોકોના હાથમાં કિફાયત દરે પહોંચે તે માટે આપ સૌ પાસેથી આર્થિક સહયોગની અપેક્ષા છે. આજકાલ ડેમી સાઈઝનાં અંગ્રેજી પુસ્તકો પાનદીઠ રૂ. બેના ભાવે અને ગુજરાતી પુસ્તકો પાનદીઠ રૂ. એકના ભાવે વેચાતાં હોય છે. જો કે યજ્ઞ પ્રકાશનની હંમેશની નીતિ મુજબ ઉપરોક્ત ૫૦૦ પાનના પુસ્તકની વેચાણકિંમત નહીં નફો, નહીં નુકસાનના ધોરણે રૂ. ૩૦૦ જેવી થશે. આ ઉપરાંત આ પુસ્તક વધુ ને વધુ લોકો સુધી થોડા વધારે રાહતદરે આપી શકાય તે માટે નીચે મુજબનું આયોજન કર્યું છે.
- પુસ્તકની પાંચ કે તેથી વધુ નકલ આગોતરા ગ્રાહક તરીકે નોંધાવી રકમ જમા કરાવનારને રૂ. ૨૦૦/નકલ (રવાનગી ખર્ચ માફ)
- પુસ્તક પ્રકાશનના ત્રણ મહિનાના સમયગાળામાં ખરીદનારને નકલદીઠ રૂ. ૨૦૦ લેખે + રવાનગી ખર્ચ અલગથી.
- પુસ્તક પ્રકાશનના ત્રણથી છ મહિનાના સમયગાળામાં ખરીદનારને નકલદીઠ રૂ. ૨૫૦ લેખે + રવાનગી ખર્ચ અલગથી.
અમારી અપેક્ષા
ઉપરોક્ત યોજના મુજબ રાહતદરે આ પુસ્તકો આપવા માટે આશરે રૂ. એક લાખની સહયોગ રાશિની જરૂર પડે. આશા છે કે વાચકમિત્રો, આરોગ્યક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, અન્ય લોકસેવક સંસ્થાઓ તેમજ આ પ્રકારના લોકવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા ઇચ્છતા નાગરિકો તરફથી આર્થિક-રૂપે તેમજ આ પુસ્તકના આગોતરા ગ્રાહકો નોંધવામાં પણ સહયોગ સાંપડશે.
આપના સહકારની અપેક્ષા સાથે પ્રણામ
આગોતરા નોંધણી માટે સંપર્ક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર કાર્યાલય, હુજરાતપાગા, વડોદરા-૩૯૦ ૦૦૧.
ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭ મો.નં.: ૯૦૧૬૪૭૯૯૮૨ (સંગીતાબેન)
યજ્ઞ પ્રકાશન વતી
- પારુલ દાંડીકર (ફોન.: ૦૨૬૫-૨૪૩૭૯૫૭)
- રજની દવે (મો.: ૭૯૯૦૯૫૬૮૩૦)