મહિલા હૉકી ટીમ : પહેલાં કાંટા પછી ‘કંકુપગલાં’

ઑલિમ્પિક્સમાં ભારતની મહિલા હૉકી ટીમ 41 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશી એનું ગૌરવ સહુને હોય. આ ટીમની ખેલાડીઓના ‘કંકુપગલાં પાડનારી સુકન્યાઓ’ તરીકે ઓવારણાં લેવાયાં. તેમાં સ્ત્રીને ભારતીય સંસ્કૃતિનાં પુરુષપ્રધાન બીબામાં ઢાળી દેવાની ઘેલછા ફરી એક વખત જોવા મળી. પણ આ કંકુપગલાંમાં કેટલાય કાંટા ભોંકાઈ ચૂક્યા છે. તે વિશે આજના (3 ઑગસ્ટના) ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના છેલ્લાં …

Continue reading મહિલા હૉકી ટીમ : પહેલાં કાંટા પછી ‘કંકુપગલાં’

પેગાસસ શું છે ?

પેગાસસ એક એવું સૉફ્ટવેર(કમ્પ્યૂટર પ્રોગ્રામ) છે, જેના દ્વારા લોકો મોબાઈલ ફોનમાં તેમજ વિવિધ એપ્લીકેશન શું કરે છે તે વ્યક્તિની મરજી વિરુદ્ધ તેમજ ગુપ્ત રીતે જાણી શકાય છે. જેનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિ વિષે વિગતો જાણીને કાવતરા ટાળવાનો છે. પરંતુ વિશ્વભરની સરકારો, સરકાર વિરુદ્ધ લખતા પત્રકારો, લેખકો તેમજ કર્મશીલો પર ગુપ્ત રીતે નજર રાખવા આ પ્રકારના સૉફ્ટવેરનો …

Continue reading પેગાસસ શું છે ?

મારા ભાઈ ઇન્દુભાઈ

‘નયામાર્ગ’ પછી પણ એમની પાસે પુષ્કળ કામ હતાં. ખેત વિકાસ પરિષદ, આશ્રમશાળાઓ, કેટલીક સંસ્થાઓનાં કામ તો કરવાનાં જ હતાં. લેખન પણ કરી શક્યા હોત. પરંતુ વાઇરસ કોરોનાની ઝપટમાં આવી ગયા અને આપણે આપણા યુગના વિરલ પત્રકાર, કર્મશીલ, લેખક, જનસેવક ગુમાવી બેઠા.

સમતોલ અને ગૌરવપૂર્ણ જીવનનો આનાથી અદકો દાખલો મળે ત્યારે ખરો!

ઇન્દુભાઈની ઓળખ માટે તેમની ઘણી નજીક જવું પડે તેમ હતું. અડધી અડધી ચા પીતા-પીતા મિત્ર બની જાય તેવા તે ન હતા. ચાના ઘૂંટ વગર પણ, સાહિર, કતીલ, મીર કે ગાલિબના શેર ઉપર કે પછી બેગમ અખ્તર કે રૂના લૈલાની ગઝલ ઉપર તેમનું દિલ ખૂલી જતું. એમનો પોતાનો કંઠ સારો હતો, સૂરીલો હતો; અને ગીત-ગઝલના કલાપારખુ હતા. કંઈક સારું જણાય તો શેર કરતા અને તેમના આવા ‘શેર’ માટે ઇંતેજારી રહેતી.