પુસ્તક વિમોચન અને વ્યાખ્યાન

'પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ' પુસ્તકમાંથી પ્લાસ્ટિક અંગેના ફેક્ટ્સ. પુસ્તકનું વિમોચન 27 માર્ચે સાંજે 5 વાગે થશે, વધુ વિગત માટે જોતા રહો ભૂમિપુત્રનું ફેસબુક પેજ

વિનોબા-૧૨૫ અહેવાલ

વિનોબા-૧૨૫ વર્ષની ઉજવણી અંગે ૧૬-૧૦-૨૦૧૯ના ભૂમિપુત્રમાં આયોજન અંગેની એક નોંધ પ્રગટ કરી હતી. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટે ભૂમિપુત્રના ૧૬-૧૧-૨૦૧૯ અને ૧૬-૨-૨૦૨૦ના અંકમાં વિનોબા- ૧૨પને ખ્યાલમાં રાખીને કેટલાક કરવાનાં અને કેટલાંક થયેલાં કામનો અહેવાલ આપ્યો હતો. ભારતીબહેન મહેન્દ્રભાઈ સારી રીતે સક્રિય થયાં હતાં, અન્ય મિત્રોને પણ સક્રિય કરવા માટે સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ સ્થળોએ પ્રત્યક્ષ …

Continue reading વિનોબા-૧૨૫ અહેવાલ

પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું

વાત એક પ્રસંગની અમદાવાદમાં 26 ઑક્ટોબર 2019ના રોજ 20 જેટલી સામાજિક સેવાનું કામ કરતી સંસ્થાઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંસ્થાઓ માટે 20 ઉપરાંત સ્ટોલ બનાવવામાં આવ્યા હતાં, જેમાં સંસ્થા પોતાનાં કામોને વિવિધ રીતે પ્રદર્શિત કરી શકે તેવી સગવડ કરવામાં આવી હતી. 2500થી વધુ લોકોએ આનો લાભ લીધો હતો. આ 20 સંસ્થાઓ દ્વારા …

Continue reading પ્રકાશભાઈ હેમેન્દ્રભાઈ શાહ : ઘસાવું અને ઘડાવું

વિનોબા : વિચાર અને વ્યવહાર

અર્થશાસ્ત્ર ક્ષેત્રે વિનોબાજીએ બજાર મુક્તિ અને કાંચન મુક્તિની વાત કરી હતી. વ્યક્તિ અને ગામડાંએ સ્વાવલંબી થવું જોઈએ. બજારથી છુટવાની કોશિશ કરવી જોઈએ. કાંચન મુક્તિ એટલે કૃત્રિમ રીતે છાપેલા પૈસામાંથી મુક્ત થવું. વિનોબા કહેતા, ‘પૈસા તો રાક્ષસ છે. જે શ્રમ દ્વારા પ્રાપ્ત થાય છે તે ‘લક્ષ્મી’ છે. લક્ષ્મી સારી છે.’ તેઓ માનવીય શ્રમથી કરવામાં આવતી ખેતીને ઋષિ ખેતી કહેતા હતા