વેનલીડો -સ્વરક્ષણની પ્રાથમિક તાલીમ

તાલીમનું આયોજન શૈશવ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સર્ટિફીકેટ ધરાવતી બહેનો દ્વારા આ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ગ્રાસરૂટ પર કામ કરતી કોઈ બહેન, ગ્રામ્ય - શહેર વિસ્તારની કોઈપણ બહેન અને દીકરીઓથી માંડીને કોઈપણ સ્તરે કામ કરતી કોઈપણ બહેન અને દીકરીઓ માટે ઉપયોગી છે.

વિનોબા-125 ફેલોશીપ

ગાંધી-વિનોબા-જયપ્રકાશના વિચારોમાં શ્રદ્ધા રાખી ગ્રામ-નિવાસ કરીને ગ્રામવિકાસ માટે મથનારા, સજીવ ખેતીના પ્રયોગો અને પ્રસાર કરનારા તથા નિસર્ગોપચારના કાર્યકરોને માટે વડોદરાસ્થિત વિનોબા આશ્રમ દ્વારા વિનોબા ભાવેની 125મી જન્મ જયંતી નિમિત્તે કેટલીક ફેલોશીપ જાહેર કરવામાં આવે છે. ફેલોશીપની રકમ કાર્યકર પોતાના જીવન-નિર્વાહ, તાલીમ, શૈક્ષણિક પ્રવાસ કે પોતાના સંસ્થાગત કે પ્રવૃત્તિના ખર્ચ માટે વાપરી શકશે. ફેલોશીપ લેનાર કાર્યકર …

Continue reading વિનોબા-125 ફેલોશીપ

સ્વરોજગાર યોજના

આપણામાંનો એક મોટો વર્ગ એવો છે જેઓ કોરોના છતાં પ્રમાણમાં આરામદાયક જિંદગી જીવી રહ્યા છીએ. આવો, જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેવા આપણા બાંધવોને થોડો ટેકો કરીએ, એમના વિકાસમાં સહભાગી થવાનો આનંદ લઈએ. જેટલો વધુ ફાળો ભેગો કરી શકીશું તેટલા વધુ ભાઈ-બહેનોને સ્વરોજગાર મેળવવામાં નિમિત્ત બની શકીશું. સૌ મિત્રોને ઈજન છે, આ શુભકાર્યમાં જોડાવાનું. આપનો ફાળો ગુજરાત સર્વોદય મંડળના નામે મોકલવા વિનંતી છે.

સ્વરોજગાર યોજના માટે જાહેર અપીલ

માર્ચ ૨૦૨૦ થી શરૂ થયેલ અસાધારણ પરિસ્થિતિની સૌથી વધુ અસર શ્રમજીવી ગરીબ લોકોને થાય તે સ્વાભાવિક જ છે. પ્રથમ હજ્ઞભસમજ્ઞૂક્ષ ના અંત પછી આપણે કદી ન જોયાં હોય તેવાં સ્થળાંતર જોયાં છે. વિશ્ર્વની ને દેશની આર્થિક સ્થિતિ વકરતી જાય છે, કોઈ ચોક્કસ માહિતીના અભાવમાં અનિશ્ર્ચિતતા પણ ખૂબ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બહાર મજૂરી કરવા જતા …

Continue reading સ્વરોજગાર યોજના માટે જાહેર અપીલ

ગીતામૃત : પ્રશસ્ય પ્રકાશન

ભારત સરકારના નિમંત્રણથી ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન તરીકે વરણી પામેલા ગાંધીજન દેવેન્દ્રભાઈ દેસાઈને વ્યક્તિત્વનું આમૂલાગ્ર રૂપાંતરણ કરાવનારા આ 38 શ્ર્લોકો ઉપર દેશના મહાન એકવીસ ચિંતકોના દોહનને પ્રસ્તુત કરવાનો વિચાર આવ્યો. ગહન અભ્યાસ અને મંથનની ફલશ્રુતિરૂપ તેમનું સંપાદિત પુસ્તક છે ‘ગીતામૃત’

ગ્રામશાળા

ગામડાંને સ્વયં પ્રકાશ બનાવવા માટે ગ્રામશાળા એ બીજું પાસું છે. 1.            શાળા શબ્દ ભણવા સાથે જોડાયેલો છે. કહે છે કે થોડું ભણે એ કામ છોડે અને ઝાઝું ભણે તે ગામ છોડે. કેટલાંયે મા-બાપ ઇચ્છે છે કે પોતાના છોકરા ભણી ગણીને સારી નોકરી મેળવીને સુખી થાય. કાળજાતોડ જાતમહેનતથી બચે અને સુખ ભોગવે. 2.            મા-બાપનું આવું માનસ …

Continue reading ગ્રામશાળા

માટીધન

1.            ગામડાને સ્વયંપોષી બનાવવા માટે માટીધન પહેલું પગલું છે. 2.            જમીનને સમતલ કરવી, જમીનમાં ભરપૂર સજીવ ખાતર ઉમેરી તેને ફળદ્રુપ કરવી. 3.            જમીન પરની જૈવવિવિધતા વધારવી. 4.            વરસાદી જળ તે દેવે દીધેલ પાણી છે. તેને ખેતર પર સંઘરવું. 5.            જમીનના રસ-કસ જમીન પીએચ સચવાય તે માટે શેઢે પાળા બાંધવા. 6.            જમીન પરથી લીધેલા પાકથી તેને …

Continue reading માટીધન

કુન્દનિકાબહેન : નંદીગ્રામના તપોવનના બાગવાનનો વિલય

11 જાન્યુઆરી 1927ને રોજ જન્મેલાં કુન્દનિકાબહેનનું 30 એપ્રિલ 2020ના રોજ 93 વર્ષની ઉંમરે જીવન થંભી ગયું. આંતરડાનું કેન્સર છેલ્લાં વર્ષોમાં પીડા આપતું હતું. નંદીગ્રામે ‘સ્નેહધન’ની છત્રછાયા ગુમાવી. બેનનું પેન નેમ 'સ્નેહધન' હતું. વિશ્ર્વ માંગલ્ય અને સૌન્દર્યનું ગાણું ગાનાર બેલડીનું યજ્ઞકાર્ય અટક્યું. આમ તો મકરન્દભાઈએ વર્ષ 2005માં વિદાય લીધી, ત્યારબાદ, બંનેએ સાથે સેવેલાં સ્વપ્નોને પૂરાં કરવા …

Continue reading કુન્દનિકાબહેન : નંદીગ્રામના તપોવનના બાગવાનનો વિલય