આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદ રૂપી મશીનનું એન્જીન જાણે ઠપ કરી દીધું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડાં સમય માટે પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે પૃથ્વી સ્વયંનું સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા ત્યારે પણ …

Continue reading આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

......વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લોકડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

કોરોના લોકડાઉન અને ભારતમાં મંદી

કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતા લોકોનું જીવન વધુ અગત્યનું છે.