કૃષિ બિલ્સ : ખેડૂતો માટે નથી….મોટા કોર્પોરેટ માટે છે.

પી.સાઇનાથ એ એવી વ્યક્તિ છે, જે વર્ષોથી ખેડૂતોના પ્રશ્ર્નોને ઉજાગર કરે છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેની સૌથી પહેલી જાણકારી એક પત્રકાર તરીકે સાઇનાથે આપી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે વર્ષ ૧૯૯૫ થી વર્ષ ૨૦૧૪ સુધીમાં ૨ લાખ, ૯૬ હજાર, ૪૩૮ ખેડૂતોએ આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં ૬૨૭૦, …

Continue reading કૃષિ બિલ્સ : ખેડૂતો માટે નથી….મોટા કોર્પોરેટ માટે છે.

ચેતજો, પાછાં આવી રહ્યાં છે – બીટી રીંગણ!

વળી પાછું બીટી રીંગણનું ભૂત ધૂણ્યું છે અને આવતાં એકાદ-બે વરસમાં આપણાં ખેતરો, શાક માર્કેટ અને ભાણામાં તે લાવવાની પેરવી પાકે પાયે ગોઠવાઈ ગઈ છે. વાચકોને ખ્યાલ હશે કે, વરસ ૨૦૧૦ની ૯મી ફેબ્રુઆરીના રોજ તત્કાલિન પર્યાવરણમંત્રી જયરામ રમેશે જાહેર કરેલું કે, ‘જ્યાં સુધી સ્વતંત્ર કસોટીઓ દ્વારા પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે બીટી રીંગણની સલામતીની ખાતરી પ્રજા …

Continue reading ચેતજો, પાછાં આવી રહ્યાં છે – બીટી રીંગણ!

બીટી કપાસ : અણઘડ ટેકનોલોજી આખરે નિષ્ફળ

તારીખ ૨૪મી ઑગસ્ટે હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (CSA) અને જતને સાથે મળી લેખાં-જોખાં કર્યાં. કોવીડ કાળમાં રૂબરૂ મિલન તો શક્ય નથી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો વિષય હતો, ‘ભારતમાં બીટી કપાસ : ભ્રમો અને હકીકતો.’ મૂલ્યાંકનને પુરાવાઓનો આધાર અપાયો. દેશભરમાં એલાઇન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર (ASHA) અને ઇન્ડિયા ફોર સેફ ફૂડના નેજા હેઠળ કામ કરતા કાર્યકરોનો સહયોગ મળ્યો. વિશ્ર્વપ્રસિદ્ધ એવા ચાર વિજ્ઞાનીઓએ અમેરિકાથી આ વેબિનારને સંબોધન કર્યું.

કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

ગયા લેખમાં જણાવેલું કે જીવનાશકોનું નિયમન આપણી સહિયારી જવાબદારી છે. આ વખતે આ પ્રતિબંધ તરફ દોરી જતી પ્રક્રિયા અને બંને પક્ષની દલીલોની વાત કરીશું.લેખક ભારત સરકારે 2013માં એક નિષ્ણાત સમિતિ રચી, જેના વડા હતા ડો. અનુપમ વર્મા. તેઓ પાક સંરક્ષણના ક્ષેત્રે વિશ્ર્વવિખ્યાત વિષાણુશાસ્ત્રી છે. આ સમિતિએ ભારતમાં વપરાતાં 66 જીવનાશકોનું પુનર્મૂલ્યાંકન શરૂ કર્યું અને ડિસેમ્બર, …

Continue reading કેમ આ 27 જીવનાશકો પર પ્રતિબંધ જરૂરી છે?

સમયની માંગ છે – અરવલ્લી બચાવો

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાને માઇનિંગ દ્રારા ખતમ કરવી, તેની ઉપરનાં વૃક્ષો કાપી નાંખવાં, સપાટી પર બનેલી માટીને રફેદફે કરી નાંખવી, વર્ષો જૂના જળમાર્ગોને ખતમ કરવાથી થતું નુકસાન રૂપિયા આના પાઈમાં ગણી શકાય તેમ નથી. ૧૦૦ વર્ષથી પણ મોટી ઉંમરના એક વડીલ જણાવે છે, પોતાના વિસ્તારમાં અંગ્રેજ અમલદારોને શિકાર કરવામાં તેઓ મદદ કરતા હતા. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. ધીરે ધીરે તે ખતમ થયું. કેટલેક સ્થળે તો આખી ને આખી ટેકરીઓને સ્થાને સપાટ ધરાતલ થઈ ગઈ.

પેસ્ટીસાઈડ્સનું નિયમન કેમ જરૂરી છે?

27 જંતુનાશકો પર પ્રતિબંધ લાવવાની કેન્દ્ર સરકારે દરખાસ્ત મૂકી છે તેમાંથી 12 કીટનાશકો, 8 ફૂગનાશકો અને 7 નીંદણનાશકો છે. તેમાંના 21 ભારે ઝેરી (Highly Hazardous)છે, 3 અંત:સ્રાવી ગ્રંથિઓના કામમાં દખલ કરે છે, 3 પ્રજનન બાબતે ઝેરી છે, 6 સંભવિત કેન્સરકારક છે, 13 જીવનાશકો નિકાસ માટેના માલના અસ્વીકાર માટે જવાબદાર છે

ગુજરાતમાં સીધી રીતે ન જોઈ શકાય તેવી રીતે પ્રાણીઓ પર થતી હિંસા !

ઇબોલા, સાર્સ, મેર્સ, એચ.આઈ.વિ., રીફટ, વેલી ફીવર, લાસા ફીવર, લીને ડીસીઝ, વગેરે રોગો એવા છે જે પ્રાણીઓમાં હજ્જારો વર્ષોથી હતા. પરંતુ, મનુષ્યો તેના સંપર્કમાં આવ્યા પછી તે મનુષ્યોમાં દાખલ થયા.

કચ્છના નાના રણમાં બનનાર રણસરોવરની પૂર્વ-ભૂમિકા અને મહત્ત્વના મુદ્દા

અજંતા-ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ દ્વારા કચ્છના નાના રણને સૂરજબારીના જૂના પુલના ગાળા પૂરી દઈ (બંધ બાંધી) રણ-સરોવર બનાવવાની કલ્પના સરકાર પાસે રજૂ કરાઈ છે. જયસુખભાઈએ રણ-સરોવર અંગે તેમના વિચારો રજૂ કરતાં બે પુસ્તકો લખ્યાં છે. આ બંને પુસ્તકોમાં કચ્છના નાના રણને ‘રણ-સરોવર’માં ફેરવવાના ફાયદા ગણાવ્યા છે. આ અંગે રાજ્યના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને …

Continue reading કચ્છના નાના રણમાં બનનાર રણસરોવરની પૂર્વ-ભૂમિકા અને મહત્ત્વના મુદ્દા

પર્યાવરણ અસર મૂલ્યાંકન(Draft EIA, 2020) અંગે જાણો….

પર્યાવરણ અસર મૂલ્યાંકન અંગે જાણો.... ઓડિયો ગુજરાતીમાં ભૂલો છે તે દરગુજર કરશો.

શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

જૂન ૨૦૧૪માં આઈ.બી. રિપોર્ટ લીક થયો (કે કરવામાં આવ્યો?) તેમાં ૧૨૯  જેટલી વ્યક્તિઓ/સંસ્થાઓને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. વળી, કહેવામાં આવ્યું કે આવાં તત્ત્વો દ્વારા દેશનો વિકાસ રૂંધાયો છે અને જીડીપીમાં ૨ થી ૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ લાલ કિલ્લા પરથી એક સૂત્ર અપાયું. ‘મેઇક ઇન ઇન્ડિયા’, ‘મેઈડ …

Continue reading શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?