"અંતરનો અવાજ વળી શું છે ? એ "સત્યરૂપી ઈશ્ર્વરનો અવાજ છે, પરિશુદ્ધ બુદ્ધિ, અંત:પ્રેરણા, અંત:કરણનો અવાજ છે. પ્રત્યેક વ્યક્તિના દિલમાં એ અવાજ ઊઠે છે પરંતુ એ સાંભળવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિ પાસે હોતી નથી. "સત્યની ઈશ્ર્વર તરીકે વ્યક્તિગત રીતે ખોજ કરવાની ઇચ્છા રાખનારાઓએ કેટલાંક વ્રતોના પાલનની પ્રતિજ્ઞા લેવી જોઈએ. દા.ત., સત્યનું વ્રત, બ્રહ્મચર્યનું વ્રત - કેમ કે, સત્ય માટેના અને ઈશ્ર્વર માટેના પોતાના પ્રેમનો સહભાગી માણસ બીજી કોઈ પણ વસ્તુને કરી શકે નહીં - અહિંસાનું વ્રત, ગરીબાઈનું વ્રત અને અપરિગ્રહનું વ્રત આ પાંચ વ્રતોના પાલન વિના કોઈએ પણ એ પ્રયોગ આદરવો ન જ જોઈએ.
