1-august-bhoomiputra-2022Download

1-august-bhoomiputra-2022Download
16-april-bhoomiputra-2022Download
પુસ્તક - કોરોના મહામારી : વ્યાપક અસરો અને વૈશ્વિક પડકાર સ્નેહીશ્રી, યજ્ઞ પ્રકાશન દ્વારા ટૂંક સમયમાં ઉપરોક્ત પુસ્તક પ્રગટ થશે. ડેમી સાઈઝનું આ પુસ્તક આશરે ૫૦૦ પાનાનું થશે. જેમાં ૭૫ જેટલા લેખ હશે. તેમાં મહામારીઓનો થોડો ઇતિહાસ; કોરોના મહામારીનું આરોગ્ય-વિજ્ઞાન કોરોના મહામારીની આર્થિક, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અસર તેમજ દેશના શ્રમિક વર્ગ, દલિતો, બાળકો, મહિલાઓ તેમજ …
'પ્લાસ્ટિક એક જોખમી પ્રેમ' પુસ્તકમાંથી પ્લાસ્ટિક અંગેના ફેક્ટ્સ. પુસ્તકનું વિમોચન 27 માર્ચે સાંજે 5 વાગે થશે, વધુ વિગત માટે જોતા રહો ભૂમિપુત્રનું ફેસબુક પેજ
શ્રી માતાજી અને શ્રી અરવિંદનું મોટાભાગનું લખાણ અંગ્રેજી ભાષામાં છે. જ્યારે તેમના લખાણો અન્ય ભાષામાં અનુવાદ કરવાનાં હોય ત્યારે માત્ર બે ભાષા જાણવાથી કામ ચાલતું નથી. તેમના દર્શનને સમજવા માટે લેખકે પોતાની ચેતનામાં એક નવી દિશા તરફનો ઉઘાડ પણ કરવો પડે છે. એક યોગીના શબ્દને સમજવા માટે તેમાં રહેલા વ્યાપક સત્યની ઝલક પામવા માટે એક આરોહણ કરવું પડે. ક્યારેક તો એમ લાગે કે લેખક અનુવાદકથી આગળ વધીને રૂપાંતર પામેલી ચેતના બની જાય છે.
ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.
આપણે વાત વાતમાં કહેતા હોઈએ છીએ કે, ‘ઉપર આભ અને નીચે ધરતીનો આશરો છે’ ! પણ આપણને એ નથી ખબર કે આજેય આપણા સ્વતંત્ર ભારત દેશમાં એવા લોકો છે જેમના માથા પર અલબત્ત, આભ તો છે પણ પગ ટેકવવા જમીન નથી. ઘણાને એ વાત સાચી નહીં લાગે કે ફક્ત ગુજરાતમાં જ ૪૦ થી ૫૦ લાખ …
જાપાનમાં ઓગોમી નામનું એક ગામ છે, જ્યાં દુનિયાના સૌથી લાંબું જીવવાવાળા લોકો રહે છે. આ પુસ્તકના લેખકોએ ઓગોમી ગામની મુલાકાત લીધી, અને લોકોના લાંબા આયુષ્યનાં કારણોનો અભ્યાસ કર્યો.
ભાઈ શ્રી હીરજી ભીંગરાડિયાએ પક્ષીઓ બાબતનો મારો રસ જાણી, ‘પાંખાળાં’ નામનું પુસ્તક મને મોકલ્યું; તેની સાથે પોતે ખેડૂત હોવાનું જણાવીને ખેતીને લગતાં પુસ્તકો મોકલાવેલાં. તેમાં એક પુસ્તક હતું, "ખેતી કરવી જ છે ? તો સાવ રેઢી રેઢી નહીં થાય ભૈ ! તે વાંચી ગઈ. હીરજીભાઈ લોકભારતી-સણોસરાના વિદ્યાર્થી. વ્યવસાયે ખેડૂત છે. મળતી આરામદાયક નોકરી છોડીને ઘરના …
ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …
Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ