રાષ્ટ્રપ્રેમ અને રાજદ્રોહની ચર્ચા છેલ્લાં દાયકામાં આપણે સતત સંભાળીએ છીએ. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં પણ ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ સામે રાજદ્રોહનો કેસ અંગ્રેજ સરકાર લગાવતી. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ તે કાયદો ખાસ બદલાયો નથી તેમજ સરકારનું વલણ પણ. આમ તો રાજદ્રોહ એક ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે. સત્તાધારીઓ પોતાની લાજ બચાવવા કે પછી વિરોધીઓનું મોં …
