‘બીરુ હમારા નેતા થા, ભારત માં કા બેટા થા.’ ‘માતૃભૂમિ પાર્ટી અમર રહો, હમારા બીરુ અમર રહો.’ માતૃભૂમિ પાર્ટીના કાર્યકર્તાઓ ઢંગધડા વગરના, જે કંઈ સૂઝે એવા સૂત્રોચ્ચારો કર્યે જતા હતા. આગળ તિરંગામાં લપેટાયેલી અને ફૂલ-હારથી લદાયેલી બીરુની લાશને ઉપાડીને જતા ડાઘુઓ અને પાછળ ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર કિશનની સાથે મોટું ટોળું. એમ તો સમાચાર મળતાંની સાથે …
Category: વાર્તા
સંગમાં રાજી રાજી !
અંધ અને મૂક-બધિર બાળકોની શાળા સાથે જ હતી, જેમાં હું અને માર્થા ભણતાં. મને ખબર હતી કે માર્થા જન્મથી અંધ છે છતાં હું એના પ્રેમમાં પડ્યો હતો. અમે બંને રિસેસના સમયે જ્યારે પણ એકલાં પડતાં ત્યારે એ મને બ્રેઈલ લિપિમાં લખીને પૂછતી, ‘તને હું કેમ ગમું છું?’ એની સાથે વાત કરી શકાય એટલા ખાતર જ …

અરજી
સ્નેહાની વાત સાંભળીને કોઈને પણ થાય કે, અભણ લોકો જ અંધશ્રદ્ધાળુ હોય એવો કોઈ નિયમ નથી. બાકી ગ્રેજ્યુએટ થયેલી સ્નેહામાં એટલી સમજ તો હોવી જોઈએ ને કે, બાધા રાખવાથી, માદળિયાં પહેરવાથી કે ભગવાનને પ્રાર્થના કર્યા કરવાથી ગર્ભમાં રહેલા બાળકની જાતિમાં કંઈ ફેરફાર થવાનો નથી. એને આઠમો મહિનો બેસી ગયો હતો. મંદિરમાં જઈને પહેલાં ભગવાનનાં દર્શન …
ચોટલાના સમ
અડધોઅડધ આદિવાસી વસ્તી ધરાવતું, અનેક અભાવો વચ્ચે ઊભેલું ગામ સીકરી. જો કે, નાનું હોવા છતાં ગામથી ત્રણેક કિલોમીટર દૂર સાત ધોરણ સુધીની સરકારી શાળા હતી એટલું સારું હતું. સુનિતા અને સંગીતા બેઉ ખાસ બેનપણીઓ. સુનિતાને સુની અને સંગીતાને સંગુ કહીને જ સૌ બોલાવતાં. ‘સુની, તિયાર થેય ગેય? ચાલ, નિહારનો ટેમ થેય ગિયો.’ ‘એ આવી સંગુ, …

મમ્મીનો ચમત્કાર !
હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ડોક્ટરો અને નર્સોની દોડધામ વધી ગઈ હતી. એમને હાંફળાં - ફાંફળાં જોઈને દર્દીની બગડી રહેલી હાલતનો અંદાજ આવી જતો હતો. દર્દી એટલે સ્નેહાના જિગરજાન દોસ્ત કહો કે પ્રાણપ્રિય પિતા કહો એવા શહેરના પ્રતિષ્ઠિત વકીલ, સુધાકર દીક્ષિત. પપ્પાની પરી સ્નેહા રૂમની બહારના સોફા પર બેસીને એકધારું રડી રહી...............

પાપા કહેતે હૈં
સોમેશને ફિલ્મી ગીતોની ધૂન પર સીટી વગાડ્યા કરવી બહુ ગમતી. એમાં પણ એનું પ્રિય ગીત હતું- ‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા, મગર યે તો કોઈ ન જાને કે મેરી મંઝિલ, હૈ કહાં....’ હકીકત પણ આ ગીતના શબ્દોને અનુરૂપ જ હતી. એ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. મા-બાપ પોતાની અધૂરી …
અર્ધાંગિની
હું અને બીરેન બંને જીગરી દોસ્તો. ગામની ધુળિયા નિશાળમાં સાથે સાથે એકડો ઘૂંટ્યો ને મેટ્રીકની પરીક્ષા પણ સાથે આપી. પરિણામ આવતા પહેલાં જ બીરેને કહેલું, ‘આગળ ભણવાની તો બાપા ના પાડે છે ને મારુંય ભણવામાં ચિત્ત લાગતું નથી પણ એક વાત નક્કી છે કે, હું આ ગામમાં નથી રહેવાનો. મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શે’રમાં …

અતીતરાગ
સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે …
ખોવાઈ ગયેલો સ્પર્શ
રોલ્ફનું અને મારું જીવન સુખ શાંતિમય હતું. એ સ્પેનના મેડ્રિડ શહેરમાં ટી.વી.ના ન્યુઝ રિપોર્ટરની નોકરી કરતો. રોજ રાત્રે સૂતા પહેલાં એ અત્યંત સ્નેહથી મારો હાથ પોતાના હોઠે લગાવીને ચૂમી લેતો. આ એનો હંમેશનો નિયમ હતો. એનો એ સ્પર્શ મને પવિત્ર લાગતો. ગઈકાલે રાત્રે પણ એણે એ જ રીતે મારા હાથને ચૂમ્યો હતો. સવારે હજી તો …
બે જનેતા
આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં. પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર …