વિનોબાજીએ 28-4-1952ના રોજ દેશવાસીઓને અપીલ કરતી નોંધ લખી હતી જે 17-5-52માં હરિજનબંધુમાં પ્રગટ થઈ હતી. વિનોબાજી લખે છે - ગાંધીજીના નિર્વાણ પછી અહિંસાના પ્રવેશને માટે હું રસ્તો ખોળી રહ્યો હતો. મેઓ મુસલમાનોને વસાવવાનો સવાલ આ જ વિચારથી મેં હાથમાં લીધો હતો. તેમાં થોડો અનુભવ મળ્યો. તે જ આધાર પર મેં તેલંગણામાં જવાનું સાહસ કર્યું. ત્યાં મને ભૂદાનયજ્ઞના રૂપમાં અહિંસાનો આવિર્ભાવ થયેલો જોવા મળ્યો.
