મહિલા હૉકી ટીમ : પહેલાં કાંટા પછી ‘કંકુપગલાં’

ઑલિમ્પિક્સમાં ભારતની મહિલા હૉકી ટીમ 41 વર્ષ બાદ સેમિફાઇનલમાં પ્રવેશી એનું ગૌરવ સહુને હોય. આ ટીમની ખેલાડીઓના ‘કંકુપગલાં પાડનારી સુકન્યાઓ’ તરીકે ઓવારણાં લેવાયાં. તેમાં સ્ત્રીને ભારતીય સંસ્કૃતિનાં પુરુષપ્રધાન બીબામાં ઢાળી દેવાની ઘેલછા ફરી એક વખત જોવા મળી. પણ આ કંકુપગલાંમાં કેટલાય કાંટા ભોંકાઈ ચૂક્યા છે. તે વિશે આજના (3 ઑગસ્ટના) ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકના છેલ્લાં …

Continue reading મહિલા હૉકી ટીમ : પહેલાં કાંટા પછી ‘કંકુપગલાં’

સીરિયામાં આશાનાં બીજનાં અંકુર

2010માં અરબ દેશોમાં તાનાશાહી અને ભ્રષ્ટ સરકારો સામે જાહેરમાં બળવાઓ શરૂ થયા. લગભગ આ જ સમયમાં વર્ષ 2011માં સીરિયાના દક્ષિણમાં આવેલા દર્રા શહેરમાં બશર અલ-અસદ(રાષ્ટ્રપતિ) વિરુદ્ધ શરૂ થયેલાં જાહેર પ્રદર્શનો, તુરંત દામાસ્કસ, અલેપ્પો, યરમૂક, ઘૌટા વગેરે શહેરોમાં પણ ફેલાયાં. આ વિરોધ પ્રદર્શનમાં સવા કરોડની વસ્તીવાળા આ દેશમાંથી આશરે ચાળીસ લાખ લોકોએ ભાગ લીધો હતો.

ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર

2020નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોનાં મૉત થયાં. અનેક દેશોનાં અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ તબક્કામાં એક અંદાજ મુજબ વિશ્ર્વનાં 90 ટકા એટલે કે 1.5 અબજ બાળકો વર્ગખંડના શિક્ષણથી વંચિત રહ્યાં. ઓનલાઈન શિક્ષણની સુવિધા બધાં બાળકો સુધી પહોંચી નથી. દુનિયાનાં 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણની સગવડ નથી. નવેમ્બર 2020 સુધીમાં વિશ્વના 60 કરોડ બાળકોને શિક્ષણથી દૂર રહેવું પડ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના એક અભ્યાસ મુજબ મહાનગર અમદાવાદનાં 30 ટકા બાળકો સુધી છેલ્લા નવ મહિનાથી કોઈ પણ પ્રકારનું શિક્ષણ પહોંચ્યું નથી.

ગાંધી એકસો એકાવનમાં પ્રવેશે કશ્મીર : કરુણાક્ષેત્ર – પ્રેમક્ષેત્રનો પાવન પ્રયોગ

પીરપાંજાલને પગે ઓળંગીને 80 દિવસની પદયાત્રા કરતા મહર્ષિ વિનોબા અને એમની વાણી : "મૈં તુમ્હારા ધર્મ ક્યા હૈ, યહ નહીં જાનના ચાહતા, તુમ્હારે ખયાલાત કયા હૈ, યહ ભી નહીં જાનના ચાહતા, સિર્ફ યહી જાનના ચાહતા હૂં કિ તુમ્હારે દુ:ખ ક્યા હૈ, ઉન્હેં દૂર કરને મેં મદદ કરના ચાહતા હૂં. આ વાતને આપણે આપણા કશ્મીર કામનો મંત્ર બનાવીને ચાલી નીકળીએ છીએ "નેહ કશ્મીરી-નેહ કશ્મીરની તીર્થયાત્રા પર...

હમ દેખેંગે યા હમ દેખ લેંગે ?

2019-20 વર્ષમાં CAA અને NRCની સૂચિત નીતિ-પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલન-ધરણાં-પ્રદર્શનો થયાં. તે દરેકમાં ‘હમ દેખેંગે’ ગીત મહત્ત્વનું બન્યું. ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને સતત ગવાતું રહ્યું. ગયા વર્ષે ભૂમિપુત્રના જાન્યુઆરીના અંકમાં અંગ્રેજી મહિનાના નવા વર્ષની શુભેચ્છાઓ રૂપે ફૈઝ અહમદ ફૈઝની ‘હમ દેખેંગે’ નઝ્મ દ્વારા આપી. આપણા વાચકો સહિત દેશભરમાં ઘણા લોકોને આ રચના હિન્દુ વિરોધી લાગી તો કેટલાકને ઇસ્લામની તરફેણ કરનારી લાગી. આઈઆઈટી કાનપુરમાં તો આ અંગેની તપાસ કરવા એક સમિતિ પણ બની.

‘ઇકો સેન્સિટિવ ઝોન’ના નામે પર્યટન વિકાસ

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય MoEF, દિલ્હીએ ભારતમાં કુલ 553 વન્યજીવ અભયારણ્યોમાંથી 275ની આસપાસ ઈકો સેન્સિટિવ ઝોન બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. આમાંથી 215 ઈકો સેન્સિટિવ ઝોનના ભારતીય રાજપત્ર દ્વારા જાહેરનામાં બહાર પડ્યાં છે, જેમાંનાં 183 કાચા ખરડાના સ્વરૂપે છે. અને 32 અંતિમ ખરડાના સ્વરૂપે છે.

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્ર્નો, પ્રયાસો અને પડકારો

પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા "નમક મજદૂર આવાસ યોજના અમલમાં હતી. પણ તેમાં અગરિયાઓએ પોતાનું ગામ છોડી એક કોલોનીમાં રહેવા આવવાનું તેવી શરત હતી, જે શક્ય ન હતું. કારણ અગરિયા સમુદાય 4 માસ માટે પોત-પોતાના ગામમાં વસે છે. તેમને ત્યાં ઘર બાંધવા ટેકો મળે તો જ ઉપયોગી થાય. આ યોજના ખાસ સફળ ન થઈ. રણમાં અગરિયાના આવાસ માટે કોઈ યોજના નથી. અગરિયા જાતે ઝૂંપડું ઊભું કરે છે. થોડાં વર્ષો પહેલાં સરકારના ટેકાથી સંસ્થા દ્વારા ડોમ, ચોરસ એવા અલગ અલગ પ્રકારના મકાનના ઢાંચા અંગે પ્રયોગ થયો હતો. પણ પછી સરકારે આગળ કશું વિચાર્યું નહીં. આ વિષયમાં નિષ્ણાતોએ આગળ આવી રણને માફક એવાં ઘર, અને સંડાસ માટેની ડિઝાઈન કરવી પડે, તો સરકાર તેનો અમલ કરશે.

‘ઇકો સેન્સિટિવ ઝોન’નો વિકાસ કે વિનાશ ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્ય વિસ્તારમાં ’ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામાને ધ્યાનમાં લઈને સરકારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્ર્વર તાલુકાનાં 12 ગામોની તમામ જમીનો એટલે કે ખાતેદારની જમીન,ગામનું ગોચર - જંગલ- જંગલ ગોચર-પડતર-ખરાબા વગેરેની તમામ જમીનોના સર્વે નંબરોમાં હક્ક ફેરફારની પાકી નોંધ તા:21-12-2020ના રોજ પાડી દીધી.

વાડ જ ચીભડાં ગળે ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્યની ફરતે આવેલા નર્મદા જિલ્લાનાં 121 ગામોના વિસ્તારને કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર ‘ઈકો સેન્સિટિવ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો આ વિસ્તારમાં આવે નહીં અને અભયારણ્યના રક્ષણ અને સંવર્ધન માટે આ જાહેરનામું સરકારને જરૂરી લાગ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પેસા કાયદાઓ અને સામુદાયિક વન અધિકાર કાયદાઓનો સાચો અને પ્રભાવી અમલ કરવામાં આવે તો પ્રદૂષણ કરતા ઉદ્યોગો તો આ વિસ્તારમાં આવી જ ના શકે અને લોક ભાગીદારીથી અભયારણ્યનું રક્ષણ અને સંવર્ધન સારી રીતે થઈ શકે તેમાં કોઈ બે મત નથી. તો પછી ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું સાચું કારણ શું ?

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયના પ્રશ્નો, પ્રયાસો અને પડકારો

રણની ગરમી, ઠંડી, ખારા પવન, અને પાયાની સુવિધાઓનો અભાવ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ કોમ વર્ષોથી મીઠાની ખેતી કરે છે. અગરિયા હિતરક્ષક મંચ તરીકે એમની વચ્ચે છેલ્લા દોઢ દાયકાઓથી કામ કરતાં આ પરિસ્થિતિ, તેના કારણો, સરકારની નીતિઓ, પડકારો, આવેલા બદલાવ વગેરેને જોવાનો પ્રયાસ આ લેખમાં કર્યો છે.