34 વર્ષે જૂની શિક્ષણનીતિને બાજુએ મૂકીને હવે નવી શિક્ષણ- નીતિને અમલમાં લાવવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. દેશ આખાનાં આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં ખાનગીકરણનું આધિપત્ય છે, તે હવે શિક્ષણક્ષેત્રમાં પણ વધુ ને વધુ પગપેસારો કરતું જાય છે. આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી 50,000 સંસ્થાઓ છે. તેમાં 3 કરોડ, 50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. સમાનતાની વાતો ભલે થતી રહે, હકીકત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ.આઈ.ટી.માંથી 2400 વિદ્યાર્થીઓ ખરી પડ્યાં તેમાંનાં લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ દલિત તેમજ આદિવાસી હતાં.
