અઠવાડિક કાર્ટૂન : જાન્યુઆરી 2021 (બીજું)

અઠવાડિક કાર્ટૂન : જાન્યુઆરી 2021 (બીજું)
ગુજરાતના એક સ્નેહશીલ ગ્રંથવિદ્ અને મેઘાણી-સાહિત્ય માટેની અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ 4 ડિસેમ્બર 2020ના રોજ મોડી સવારે 83 વર્ષની વયે ભાનગરના તેમના નિવાસસ્થાને આ દુનિયાની વિદાય લીધી. જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા પિતા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યના સંપાદનનું, આગવી સૂઝથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન છે. તેની ગુજરાતી વિવેચનમાં નહીંવત્ કદર થઈ છે.
અઠવાડિક કાર્ટૂન : ડિસેમ્બર 2020(ચોથું)
અઠવાડિક કાર્ટૂન : ડિસેમ્બર 2020(ત્રીજું)
અઠવાડિક કાર્ટૂન : નવેમ્બર 2020(ચોથું)
01 October-2020-BhoomiputraDownload
વિશ્વની સૌથી જૂની પર્વતમાળાને માઇનિંગ દ્રારા ખતમ કરવી, તેની ઉપરનાં વૃક્ષો કાપી નાંખવાં, સપાટી પર બનેલી માટીને રફેદફે કરી નાંખવી, વર્ષો જૂના જળમાર્ગોને ખતમ કરવાથી થતું નુકસાન રૂપિયા આના પાઈમાં ગણી શકાય તેમ નથી. ૧૦૦ વર્ષથી પણ મોટી ઉંમરના એક વડીલ જણાવે છે, પોતાના વિસ્તારમાં અંગ્રેજ અમલદારોને શિકાર કરવામાં તેઓ મદદ કરતા હતા. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. ધીરે ધીરે તે ખતમ થયું. કેટલેક સ્થળે તો આખી ને આખી ટેકરીઓને સ્થાને સપાટ ધરાતલ થઈ ગઈ.