સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરીને બે મહિના ચાલેલા કિસાન આંદોલનને પંજાબના થોડાક - મુઠ્ઠીભર અને મોટા ખેડૂતોના (બાલિશ કૃત્ય !) વિશાળ, અહિંસક અને મક્કમ આંદોલનને અવગણવામાં આવ્યું. આ બે મહિના સુધી ખેડૂતો રેલવેને પણ રોકીને બેસી ગયા. સરકારને તેની નોંધ લેવા જેવું તો ન જ લાગ્યું, ઉપરથી સામે ક્ધિનાખોરી રાખીને - સાન ઠેકાણે લાવી દેવાની હોય તેમ, માલગાડીઓની હેરફેર પણ બંધ કરી દીધી. આ સરકાર કઈ હદ સુધી નીચે ઊતરીને કાવતરું રચી શકે છે તેની આ કાંઈ પહેલી કે એકમાત્ર મિસાલ નથી.
