હમ દેખેંગે યા હમ દેખ લેંગે ?

2019-20 વર્ષમાં CAA અને NRCની સૂચિત નીતિ-પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલન-ધરણાં-પ્રદર્શનો થયાં. તે દરેકમાં ‘હમ દેખેંગે’ ગીત મહત્ત્વનું બન્યું. ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને સતત ગવાતું રહ્યું. ગયા વર્ષે ભૂમિપુત્રના જાન્યુઆરીના અંકમાં અંગ્રેજી મહિનાના નવા વર્ષની શુભેચ્છાઓ રૂપે ફૈઝ અહમદ ફૈઝની ‘હમ દેખેંગે’ નઝ્મ દ્વારા આપી. આપણા વાચકો સહિત દેશભરમાં ઘણા લોકોને આ રચના હિન્દુ વિરોધી લાગી તો કેટલાકને ઇસ્લામની તરફેણ કરનારી લાગી. આઈઆઈટી કાનપુરમાં તો આ અંગેની તપાસ કરવા એક સમિતિ પણ બની.

ભારત છોડો આંદોલન

ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી શાળાઓમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, તે અમે પણ ભણ્યા હતા. મારું મન કહ્યા કરતું હતું, કે આ અંગ્રેજો ભણાવે છે તે ઇતિહાસ ક્યાં સુધી ભણતા રહીશું ? આપણે પોતે કોઈ ઇતિહાસ રચીશું કે નહીં ? જો કે ‘ભારત છોડો’ આંદોલન - 1940થી 1945 દરમિયાન - દ્વારા આપણે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.

થાઈલેન્ડમાં લોકશાહી માટેનું વિદ્યાર્થી આંદોલન

આ વર્ષના જૂન મહિનાથી થાઈલેન્ડની કૉલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી પડ્યા છે. તેઓ ભૂતપૂર્વ જનરલ તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી પ્રયુત ચાન ઓચાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. હંગર ગેમ્સ તેમજ હેરી પોટરનાં પાત્રો પરથી ત્રણ આંગળીઓની સલામ અથવા જાદુઈ લાકડી, સફેદ રીબીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ મિલિટ્રી તેમજ રાજાની સરમુખત્યારશાહીના વિરોધમાં કરી રહ્યા છે.

કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?

તાજેતરમાં સંસદે પસાર કરેલા વિવાદાસ્પદ કૃષિ સંબંધી ખરડાઓ રાષ્ટ્રપતિની સહી સાથે કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે. ખેડૂતોનો આ અંગેનો વિરોધ વિવિધ સ્વરૂપે ચાલુ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતાના તરફથી આ અંગે તરફેણના અને વિરોધના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત નાગરિક તરીકે આ વિષય સાથે જોડાયેલાં …

Continue reading કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?

સ્વામી અગ્નિવેશ : આધુનિક આધ્યાત્મિકતાના ખોજી

સ્વામી અગ્નિવેશ ગાંધીની પરંપરાના હિંદુ હતા, જે મુસલમાન, શીખ, ખ્રિસ્તી અથવા આદિવાસીની પોતાના રંગમાં ઢાળવા માગતા ન હતા અને તેમના માટે પોતાનું લોહી વહેડાવવા તત્પર રહેતા હતા. તે મુસલમાન અને ખ્રિસ્તીઓના સાચા મિત્ર હતા અને એટલા માટે જ સાચા હિંદુ હતા.

યુરોપના છેલ્લા તાનાશાહ સામે એક શિક્ષિકાનો પડકાર

બેલારુસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓનાં પરિણામો ૯મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આવ્યાં. એલેક્ઝેન્ડર લુકાશેન્કો સતત છઠ્ઠી વખત ૮૦ ટકા મતથી ફરી એક વાર જીત્યા. વિરોધી ઉમેદવાર અંગ્રેજી શિક્ષક સ્વેતલાના તિખાનોવસ્કાયાને માત્ર ૧૦ ટકા મત જ મળ્યા. તે પછી સપ્ટેમ્બર મહિનામાં, બેલારુસના હજારો લોકો પોતાનો ડર છોડી પ્રથમ વખત રસ્તાઓ પર આવ્યા. દરરોજ થઈ રહેલાં પ્રદર્શનો-દેખાવોને કારણે ભૂતપૂર્વ સોવિયત …

Continue reading યુરોપના છેલ્લા તાનાશાહ સામે એક શિક્ષિકાનો પડકાર

અલવિદા ઇલિના સેન…

લેખક, કાર્યકર અને અધ્યાપક ઇલિના સેન, જેઓ ઘણાં વર્ષોથી કેન્સર સામે લડત આપી રહ્યાં હતાં, તેમનું 9મી ઓગસ્ટના રોજ 69 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું.  ઇલિના સેન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના કર્મશીલોમાં જાણીતું નામ. તેમણે છત્તીસગઢમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં, જ્યાં તેમણે અનેક ટ્રેડ યુનિયનો અને આદિવાસી સંગઠનો સાથે કામ કર્યું. ઇલિના …

Continue reading અલવિદા ઇલિના સેન…

ચીનમાં તાનાશાહી સામે લોકો પોતાના અધિકાર માટે કેવી રીતે અવાજ ઉઠાવે છે?

ચીનમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું એકપક્ષી શાસન છે. પક્ષ, રાજ્ય, સમાજ, અર્થતંત્ર, મીડિયા, શિક્ષણ વગેરે બધાં પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ બધાં વચ્ચે લોકશાહી, મહિલાઅધિકાર, માનવાધિકાર, પર્યાવરણ, મીડિયાની સ્વતંત્રતા વિશે વાત કરવી, એ જોખમી કાર્ય છે. તેમ છતાં ત્યાંના લોકોનો પ્રતિકાર અને તેની સામે સરકારી દમનનો એક ઇતિહાસ રહ્યો છે.