ઝવેરચંદ મેઘાણીનો અંતિમ જન્મદિવસે કેવી રીતે પસાર થયો?

ઉમાશંકર જોષી સાથે બપોરે બેઠા હોવા છતાં મેઘાણીએ પોતાના લગ્નની વાત ન જણાવીને બીજા દિવસે કેમ જણાવી?

મેઘાણીભાઈનું અવસાન : આ ઘા આખા ગુજરાતને લાગશે?

મુંબઈમાં ચાર આંકડાના પગારે તેમની સામે ઝગમગ થતા ઊભા જ હતા. પણ વતનમાં સ્વતંત્રપણે રહેવાની એમના જીવનતી મુખ્ય કામના હતી. એ કહેતા: કાઠિયાવાડની ધરતીમાં આવીને પાછો રોપાયો છું તો તેનાથી દૂર થવા હવે મન માનવું નથી.....અને એ ધરતીને જ, એણે દીધેલું ખાળિયું એમણે સોંપી દીધું !

“આવો માણસ કોઈ દિ’ જોયો નથી !”

સમાજ અને સાહિત્યને મળતાં મળે એવા સર્જક ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’ પુસ્તકમાં વાંચવા મળે છે. આ પત્રો મેઘાણીના ઘટનાપૂર્ણ અને સંઘર્ષમય જીવનના અંતરતમ ભાવો પર પ્રકાશ પાડે છે, તેમજ તેમની એક દેદીપ્યમાન માનવછબી આપણી સામે મૂકે છે.